લગ્ન બાદ દીપિકાની ડ્રેસિંગ સેન્સ બદલાઈ પતિ રણવીરની અસર તેણીના પચરંગી લૂકમાં અવારનવાર જોવા મળે છે

દીપિકા અને રણવીર લગ્ન પહેલાં પણ અવારનવાર ચર્ચામાં રહેતા હતા અને લગ્ન બાદ પણ તેમની લોકપ્રિયતામાં અઢળક વધારો થયો છે. રણવીર હંમેશા પોતાના ચિત્રવિચિત્ર ડ્રેસીંગના કારણે ચર્ચામાં રહે છે. હવે તો તે ફોર્મલ, નોર્મલ વસ્ત્રોમાં જોવા મળે તો તે એક સમાચાર બની જાય છે. પણ આજે આપણે રણવીરની નહીં પણ તેની પત્ની દીપિકાની બદલાતી જતી ડ્રેસિંગ સેન્સની વાત કરવાના છીએ.

લગ્ન બાદ છોકરીઓ પોતાની સાસરીના રંગમાં રંગાતી જાય છે અને દીપિકા માટે પણ આ હકીકત સાચી જ ઠરી રહી છે. રણવીરને પરણ્યા પહેલાં દીપિકા ગ્લેમરસ વસ્ત્રોમાં તો જોવા મળતી હતી સાથે સાથે તેણીના કેટલાક વસ્ત્રો બોલ્ડ પણ રહ્યા છે પણ તેણી હંમેશા પોતાના ડ્રેસીંગમા એક ડીસન્સી એટલે કે શાલિનતા જાળવી રાખતી હતી, પણ રણવીરને પરણતા જ જાણે તેણીએ રણવીરનો રંગ લાગ્યો હોય તેમ તેણીના વસ્ત્રો પણ ચિત્રવિચિત્ર અને પચરંગી બની ગયા છે.

રણવીર તેની લાઉડ સ્ટાઇલ સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે કોફી વિથ કરણમાં પણ તેના આ લાઉડ ડ્રેસીંગ માટે તેની ઠેકડી ઉડાડવામાં આવી હતી અને સોશિયલ મિડિયા પર તો રણવીર પોતાની આ ટેવના કારણે અવારનવાર ટ્રોલ થતો રહ્યો છે. અને દીપિકા સાથે પરણ્યા બાદ ઉલટાની ડ્રેસીંગ સેન્સ સુધરવી જોઈએ તેની જગ્યાએ તેની ઉલટી અસર દીપિકા પર પડી છે.

તેણી પણ રણવીરની જેમ પોતાના લૂક તેમજ પોતાની સ્ટાઈલ સાથે અવનવા અખતરા કરતી રહે છે. જો તમને વિશ્વાસ ન થતો હોય તો ચાલો અમે તમને કેટલીક એવી તસ્વીરો બતાવીએ કે જેમાં દીપીકાએ પણ રણવીર જેવો જ લાઉડ લૂક ધારણ કર્યો હોય.

દીપીકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર થોડા સમય પહેલા એક તસ્વીર શયેર કરી હતી જેમાં તેણીએ બ્લૂ એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્ડ સૂટ પહેર્યો હતો અને પગમાં ઓરેન્જ રંગની હીલ્સ પહેરી હતી. તો વળી રણવીર પણ તેને સાથ આપતો હોય તેમ તેની જેમ જ બ્લૂ એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્ડ સૂટમાં જોવા મળ્યો હતો. બન્નેની એસેસરીઝ પણ સરખી જ હતી બન્નેએ ગોગલ્સ ચડાવ્યા હતા. જો કે આ લૂકમાં દીપીકા અને રણવીર ખુબ જ એલિગન્ટ લાગી રહ્યા હતા.

થોડા સમય પહેલાં દીપીકાએ એક ફોટો શૂટ કરાવ્યું હતું, જેમાં તેણીએ આલ્બર્ટા ફેરેટી ડેનિમ ક્રોપ જેકેટ પહેર્યું હતું અને તેની નીચે તેણીએ વ્હાઇટ શર્ટ પહેર્યું હતું. આ લૂકમાં દીપીકા પોતાના હસબન્ડની જેમ જ લાઉડ દેખાઈ રહી છે.

સામાન્ય રીતે પીંક રંગનો છોકરાઓને અણગમો હોય છે પણ રણવીરે આ પીંક રંગનો સૂટ પહેરીને તે માન્યતા ખોટી ઠેરાવી છે જો કે તે લૂક સામાન્ય પુરુષો પર કેવો લાગે તે એક બીજો પ્રશ્ન છે પણ આ પિંક સાટીન સૂટમાં તે ઘણો આકર્ષક અને અલગ લાગી રહ્યો છે અને તેના સ્વભાવ પ્રમાણે તેણે આ બિલકુલ અલગ લૂક અપનાવ્યો છે.

બીજી બાજુ દીપીકાએ પણ પતિના શેડના તદ્દન મેચીંગ એવા સાટીન પિંકનો સુંદર મજાનો સિન્ડ્રેલા ગાઉન પહેર્યો છે. જેમાં તેણી કોઈ રાજકુમારી જેવી જ લાગી રહી છે. આ મેચિંગ સૂટ તેમજ ગાઉન જોઈને તો એમ જ લાગે કે તે બન્ને એકબીજાને ભરપૂર કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા છે.

તો વળી મુંબઈમાં રણવીર અને દીપીકાએ પોતાના લગ્નનું રિસેપ્શન રાખ્યું ત્યારે ખુબ જ રોયલ દેખાતા વસ્ત્રો ધારણ કર્યા હતા. તેમના આ વેડીંગ રિસેપ્શનના વસ્ત્રો જાણીતા ડીઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યા હતા. આ વસ્ત્રોમાં દીપીકાએ સાડીનો પાલવ માથે ઓઢ્યો હતો અને છેક જમીન સુધી તેનો છેડો અડી જાય તેટલો લાંબો રાખ્યો હતો. અને માથામાં લાલચટક સેંથો પણ પૂર્યો હતો. બન્નેનો લૂક લગભગ સરખો જ હતો તેમ છતાં બન્ને ખુબ જ આકર્ષક લાગી રહ્યા હતા.

એક ફોટો શૂટમાં દીપીકાએ બ્લેક અને પર્પલ ગાઉન પહેર્યો હતો આ કલર મેચિંગ ઘણું લાઉડ લાગે છે પણ દીપીકાની સ્ટાઈલ તેને ઓર વધારે ઉઠાવ આપે છે. તો બીજી બાજુ રણવીરે પણ બ્લેક ટીશર્ટ પર પર્પલ રંગનું જેકેટ પહેર્યું હતું. જે તેની કાયમી સ્ટાઇલ પ્રમાણે લાઉડ હતું. અને આ રંગની પસંદગી પરથી કહી શકાય કે દીપીકા પર રણવીરનો રંગ લાગી ગયો છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપીકા અવનવા સુંદર વસ્ત્રો સાથે જોવા મળી હતી. જેમાં એક ગાઉન ફ્લોરસન્ટ ગ્રીન રંગનો હતો. તેમાં તેણીએ માથા પર સ્કાર્ફ પણ લગાવ્યો હતો. જે ફ્લોરોસન્ટ રંગથી એકદમ અલગ સાટીન બેબી પીંક હતો. તો બીજી બાજુ તદ્દન તેવા જ રંગનો સૂટ પહેરીને રણવીરે ફોટો શૂટ કરાવ્યું હતું.

તાજેતરમાં જ્યારે આઇફા અવોર્ડનું આયોજન થયું ત્યારે પણ દીપીકા રણવીર એકદમ અલગ જ પણ લાઉડ અંદાજમાં જોવા મળ્યા હતા. દીપીકાએ લાઇટ પીંક કે પછી લાઈટ પર્પલ રંગનું સાટીન ગાઉન પહેર્યું હતું જેમાં તેણીએ પોતાના લૂકને અલગ પાડવા માટે માથા પર વેઇલ લગાવી હતી જે ઘણી લાંબી હતી અને તેની લંબાઈના કારણે તેણી જ્યારે સ્ટેજ પર ગઈ ત્યારે રણવીરે તેની વેઇલને પકડવી પડી હતી.

આ લૂકમાં આંખ પરની સ્મોકી ઇફેક્ટના કારણે તેણી તદ્દ્ન અલગ અને ગ્લેમરસ લાગી રહી હતી. તો વળી રણવીર ગ્રે રંગના વિચિત્ર સૂટમાં જોવા મળ્યો હતો જેના કોટની ફરતે રેડ રંગનું સાટીનનું વસ્ત્ર લપેટવામાં આવ્યું હતું જે થોડું ઓડ લાગી રહ્યું હતું.

આમ આ સ્ટાર કપલ ખરેખર પોતાના લગ્નજીવનને ફુલ ફ્લેજમાં એન્જોય કરી રહ્યું છે અને જાહેરમાં એવો એક પણ મોકો નથી છોડતા કે લોકો તેમને વળી વળીને ન જુએ. તેઓ સુંદર દેખાઈને કે પછી વિચિત્ર દેખાઈને કે પછી ગ્લેમરસ દેખાઈને કે પછી લાઉડ દેખાઈને પોતાના ફેન્સને કોઈ પણ રીતે મનોરંજન પુરુ પાડતા જ રહે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ