લગ્ન કર્યા બાદ નાના પડદા પરથી ગાયબ થઈ ગયા આ ૫ કપલ્સ,ક્યારેક કરતા હતા ટીવી પર રાજ,હવે નથી આવતા નજર

ટીવીનાં અમુક કપલ્સ એવા છે જે લગ્નથી પહેલા તો ખૂબ ચમક્યા,પરંતુ લગ્નનાં બંધનમાં બંધાતા જ માનો આમના કરિયર પર ગ્રહણ લાગી ગયુ.

ટીવી ઈન્ડસ્ટ્રીનાં કપલ્સ પણ બોલીવુડ કપલ્સની જેમ ચર્ચામાં બનેલા રહે છે. અવારનવાર ટીવી ઈન્ડસ્ટ્રીમાં આવું થાય છે જ્યારે બે કલાકાર એક સાથે શોનુ શુટીંગ કરી રહ્યા હોય છે અને તેમને પ્રેમ થઈ જાય છે તો ઘણીવાર કોઈ મ્યુચલ ફ્રેન્ડ જ આ સિતારાઓની મુલાકાત કરાવી દે છે. જોકે આમનો પ્રેમ અને લગ્ન તો સફળ છૈ, પરંતુ ઘણા કપલ્સ એવા પણ રહ્યા જેને લગ્ન બાદ કોઈ મોટું કામ નથી મળ્યું અને આમની દુનિયા એકબીજામાં જ સિમટીને રહી ગઈ. તમને જણાવી દઈએ કે ક્યા છે ટીવીનાં એ સ્ટાર કપલ જેમને લગ્ન બાદ નથી મળ્યું કોઈ કામ.

પારૂલ ચૌહાણ-ચિરાગ ઠક્કર

 

View this post on Instagram

 

A post shared by Parul Chauhan (@parulchauhanofficial) on

પારૂલ ક્યારેક શો સપના બાબુલ કા વિદાઈમાં પોતાના કામ માટે ઓળખવામાં આવતી હતી. ત્યારબાદ તે શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સાથે જોડાઈ. હાલમાં જ પારૂલે લગ્ન કરી લીધા અને સાથે જ શોને અલવિદા કહી દીધું. લગ્ન બાદ પારૂલ કોઈપણ ટીવી શોમાં નજર નથી આવી. તેના આગળનાં પ્રોજેક્ટ શું છે આ વિષયમાં પણ કોઈને કંઈ જાણકારી નથી.

મોહિત સહગલ-સનાયા ઈરાની

 

View this post on Instagram

 

A post shared by sanaya irani & mohit sehgal FC (@sanaya__mohit) on

એક સમય હતો જ્યારે આ કપલની ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બન્ને જ રોમાન્સની ખૂબ ચર્ચા થતી હતી. મોહિત અને સનાયા એ સાથે મિલે જબ હમ તુમ માં કામ કર્યુ હતુ. એ સમયે બન્ને ટીવીનાં ઉભરતા કલાકાર હતા. આ શો બાદ મોહિત તો ક્યાંય નજર નથી આવ્યા, પરંતુ સનાયા એ શો ઈસ પ્યાર કો ક્યા નામ દૂ માં નજર આવી અને હીટ પણ રહી. જોકે મોહિત અને સનાયા એ પછી લગ્ન કરી લીધા અને હજુ સુધી બન્નેની પાસે કોઈ પ્રોજેક્ટ નથી.

અપૂર્વા અગ્નિહોત્રી-શિલ્પા સકલાની

 

View this post on Instagram

 

A post shared by Bollywood Byte (@bollywood_byte) on

અપૂર્વા શો જસ્સી જેસી કોઈ નહિ થી ખૂબ હીટ થયા હતા અને સાથે જ ફિલ્મોમાં પણ કોઈને કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નજર આવ્યા હતા. ત્યાં જ શિલ્પા કુસુમ અને બિગ બોસમાં નજર આવી હતી. આના બાદ અપૂર્વા સાથે લગ્ન બાદ તેને પણ લાઈમલાઈટથી દૂરી બનાવી લીધી હતી. હાલમાં અપૂર્વા અને શિલ્પી પણ કોઈ પ્રોજેક્ટ સાથે જોડાયેલા નથી.

દીપીકા કક્કડ-શોએબ ઈબ્રાહિમ

 

View this post on Instagram

 

A post shared by Dipika (@ms.dipika) on

ટીવીની સૌથી ક્યુટ અને હીટ જોડી રહેલા દીપિકા અને શોએબનાં હાલ પણ કંઈ આવા જ છે. દીપિકા ટીવી શો સસુરાલ સિમર કા નો ભાગ રહી છે અને આ જ શોમાં શોએબ હતા જેના સાથે તેમનું ઓફ સ્ક્રીન અફેર પણ શરૂ થઈ ગયું હતુ. ત્યારબાદ બન્ને એ લગ્ન કરી લીધા. દીપિકા લગ્ન બાદ શો બિગ બોસમાં નજર આવી અને ટ્રોફી પણ પોતાના નામ કરી લીધી, પરંતુ આના બાદથી તે નાના પડદા પરથી ગાયબ છે. ત્યાં જ શોએબ પણ હજુ સુધી કોઈ શો માં નજર નથી આવ્યા.

અમન વર્મા-વંદના લાલવાની

 

View this post on Instagram

 

A post shared by aman yatan verma (@amanyatanverma) on

અમન વર્મા ટીવી શોનું એક પ્રખ્યાત નામ હતું અને તેને ફિલ્મોમાં પણ ખૂબ મહત્વપૂર્ણ રોલ કર્યા હતા,પરંતુ લગ્ન બાદ પડદાથી તે એકદમ ગાયબ થઈ ગયા. ત્યાં જ વંદના ક્રાઈમ પેટ્રોલ,બિટ્ટૂ જેવા શોમાં નજર આવી ચૂકી છે, પરંતુ લગ્ન બાદ આ કપલ ટીવીથી ગાયબ જ થઈ ગયું છે. જણાવી દઈએ કે ૨૦૧૫ માં બન્ને એ લગ્ન કર્યા હતા.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ