જલ્સા કરોને જેંતીલાલ

સગાઈના હજી ત્રણ મહિના પણ નથી થયા અને બની એક ઘટના, ખરા પ્રેમની કસોટીમાં પાર ઉતર્યો આ યુવાન…

રીયલ લાઈફમાં બની રીલ લાઈફ જેવી ઘટના, અમદાવાદમાં ફિલ્મ વિવાહ જેવી સ્થિતિ સર્જાઈ… યુવકે બે પગ અને એક હાથ અકસ્માતે દાઝીને કપાઈ ગયો હોવા છતાં યુવતી સાથે કરશે લગ્ન… “લગ્ન પછી તેનો અકસ્માત થયો હોત તો?” પ્રેમ અને જવાબદારીની એક નવી મીસાલ બની ગઈ છે આ જોડી…


આજે અમે આપને બીલકુલ ફિલ્મોમાં જોઈ હોય તેવી વાસ્તવિક પ્રેમક્હાનીને સમાજના દરેક વર્ગમાંથી પ્રસંશા અને શુભેચ્છા મળી રહી છે. આ વાત છે ૨૦ વર્ષની હિરલ અને ૨૨ વર્ષના ચિરાગની… સાવ સામાન્ય પરિવારમાંથી આવતાં આ યુવાન યુગલનો હજુ બે જ મહિના પહેલાં થયો પરિચય અને પરિવારની જ ગોઠવણીથી થઈ હતી એરેન્જ સગાઈ.


પરંતુ હજુ તેઓ દાંપત્ય જીવનનું સુખમય સંસાર માણે તે પહેલાં તો એક એવી ઘટના બની કે માંડ ગૂંથાયેલા આ પરિવારના અને આ નવયુગલના બધાં જ સ્વપનાઓ વિખેરાઈ ગયાં…

બે દિવસ પહેલાં હિરલને ઘરકામ કરતી વખતે વીજળીનો કરંટ લાગ્યો. આ ઝાટ્કાની તિવ્રતાએ એટલી બધી હતી કે તેને તાત્કાલિક હોસ્પીટલાઈઝડ કરવી પડી. ડોક્ટરે તેનો જીવ બચાવવા લીધો એક અઘરો નિર્ણય જેમાં તેનો એક હાથ અને બંને પગને ગોઠણ નીચેથી કાપવા પડ્યા. તેના દાઝવાના સમાચારે એમની આસપાસના લોકોમાં ચિંતા પ્રસરી ગઈ. સાથે તેના સાસરાના પરિવારને પણ આ અકસ્માતની જાણ કરાઈ.


હિરલને જ્યારે ખબર પડી કે તે અકસ્માતે બંને પગ અને એક જમણો હાથ ખોઈ બેઠી છે ત્યારે તેને મનમાં એવી બીક બેસી ગઈ કે તેની સગાઈ હવે તૂટી જશે અને આખી જિંદગી તેની દોજખમાં જશે. કુટુંબના દરેક લોકોને પણ વેવાઈ કેવું વર્તન કરશે તેની ચિંતા હતી.

પરંતુ સંજોગો ત્યારે તદ્દન ફરી ગયા જ્યારે ચિરાગે પોતાના મનની વાત સૌ કોઈને કરી. તેમણે હિરલની સારવાર સાથે અપનાવવાનો નિર્ણય આપ્યો અને કહ્યું કે શું લગ્ન પછી આવી ઘટના બની હોત તો હું શું મૂકી દેત હિરલને?


હિરલ તનસુખ ભાઈ વડગામા, જેની ઉમર માત્ર ૨૦ વર્ષની છે. તેને ઘરમાં જ વીજાળીનો તાર તૂટતાં દાઝી ગઈ. તેમને અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ તે આજે એક મહિનાથી પથારીવશ છે.

તેમની સાથે માર્ચ મહિનાની ૨૮મી તારીખે ચિરાગ ગજ્જર નામના ૨૨ વર્ષિય યુવક સાથે થઈ છે. આ યુવાને પરિવાર પર પડેલી આફત અને શારીરિક પીડા પર મલમ લગાવ્યાનું કામ કર્યુ છે.


ચિરાગે હિરલની સ્થિતિને સમજીને તેમણે આજીવન સાથ નિભાવવાનું વચન આપ્યું છે. જ્યારથી આ અકસ્માત થયો છે ત્યારથી પોતાનું કામ મૂકીને ખડેપગે તેની સાથે સારવારની દોડધામ પણ કરે છે. દીકરાના આ નિર્ણય સાથે તેના માતા પિતાએ પણ સહમતિ આપી છે તેથી સમાજ અને હિરલના પરિવારે તેમની ખેલદીલીને નતમસ્તક સરાહના કરી છે.


સમાજમાં જ્યારે અનેક કૃર બનાવોના સમાચારોએ સૌના મનને કોચવાઈ રહેતાં જોઈએ છીએ. નાની બાળકીઓના જીવ રૂંધાય છે, યુવતીઓના ચહેરા એસિડ એટેક થાય છે, નાની મોટી બાબતોએ છૂટાછેડાઓના સમાચારો જાણવા મળે છે ત્યારે આ ઘટના જેમ જેમ લોકોના ધ્યાનમાં આવી ત્યારે લોકોની જીભે શાહિદ કપૂર અને અમૃતા રાવ પર ફિલ્માવેલ ફિલ્મ વિવાહ યાદ આવવા લાગી. જીવંત ઉદાહરણ જોઈને સૌ કોઈએ બંનેને અભિનંદન અને આગામી નવા જીવનની શરૂઆત માટે શુભેચ્છાઓ આપી રહ્યાં છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version