લગ્ન માટે – દરેક યુવતીને પોતાની પસંદ સાથે લગ્ન કરવાનો હક હોય છે પણ…

હેતવી ઓ હેતવી આજે તને છોકરા વાળા જોવા આવે છે, અરે મોમ તને કેટલી વાર કીધું છે!!!! મને આ બધું નથી ગમતું મેં કીધું ને તને કે હું મારી જાતે પસંદ કરી લઈશ તું ચિંતા ના કર.. ના બેટા એવું ના હોય બેટા તું સમજદાર ભણેલી છે બેટા માં બાપ જે કરે તે સારું જ કરે મમ્મી હું સમજદાર છોકર જ પસંદ કરીશ તું મારી ચિંતા ના કર.


સરલા બેનનું હેતવી આગળ કંઇજ ના ચાલ્યું અને હેતવી એ એની પસંદ નો છોકરો નક્કી કરવાનુ નક્કીજ કરી લીધું અને એણે એની સાથે જોબ કરતો ઋષિ પસંદ કર્યો અને ઋષિ સમજદાર સારી જોબ અને સુખી ઘર અને બધાને સાંજે એવો અને હેતવી એ એના ઘરે ઋષિને બોલાવી એના મમ્મી પાપા ને બતાવી બધું નક્કી થયું અને હેતવી અને ઋષિ ના લગ્ન લેવાયા અને હેતવી આજે ઋષિ સાથે સુખી છે.


અને સરલા બેનને લાગ્યું કે શું બાળકો એમના નિર્ણય લે એ ખરેખર આટલા સારા પણ હોય છે બસ ભરોશો રાખવો પડે આપણા બાળક પર એની પસંદગી પર અને એની સમજદારી પર આતો સરલા બેન અને સમીર ભાઈ એ સમાજ અને દુનિયાનો વિચાર કર્યા વગર પોતાની દીકરી નું સુખ જોયું અને આજે સુખી છે


પણ હેતવી ની ફ્રેન્ડ કાવ્ય એના જેટલી નસીબદાર ના નીકળી એના પાપા એ એને સમાજ માંજ લગ્ન કરવાના એવું અલ્ટીમેટમ આપ્યું અને આજે 30 વર્ષ થયા ત્યાં સુધી કોઈ છોકરો એને લાયક ના મળ્યો ઘણી વાર એ છોકરાને પસંદ કરે તો છોકરો એને પસંદ ના કરે અને આખરે એનિજ નાત માં એક સામાન્ય ઘરમાં એનું લગ્ન કરવું પડ્યું અને એક સમજદાર નોકરી કરતી દીકરી નોકરી છોડી ઘરકામ કરતી થઇ ગઈ…. અને પોતાની પસંદ નહિ પણ પોતાના માં બાપની પસંદ નું લગ્ન કરવું પડ્યું…


માં બાપ પસંદગી કરે એ કઈ ખોટી ના હોય પણ તમે તમારી પ્રતિષ્ટા માટે નહિ પણ તમારા બાળકની ખુશી માટે છોકરા છોકરીની પસન્દગી કરો યોગ્ય મુરતિયો એને કહેવાય જે વ્યસન વગરનો હોય તમાંરા ઘરને તમને અને તમારી દરેક પરિસ્થિતી ને સમજે અને તમને કયારેય કોઈ બોજ ના લગે કે આ જમાઇ છે ત્યારે એવું લાગે કે આપણે સારો મુરતિયો પસંદ કર્યો છે.


એવું છોકરી ની વાત માં પણ હોય તમે કોઈપણ દીકરી પસંદ કરો તો એની પરિસ્થિતી ને જોઈ ને નહિ પણ એની કાબલિયત જોઈ પસંદ કરો કોઈપણ દીકરા કે દીકરીને દબાણમાં કયારેય લગ્નન કરવાનું ના કહો કારણ લગ્ન એ એક દિવસ નું બંધન નથી એ જિંદગી ભરનું છે માટે લગ્ન વખતે ખુબજ સમજદારી અને બુદ્ધિ પૂર્વક નિર્ણય કરવો જોઈએ…..


લેખક : નયના નરેશ પટેલ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ