લેડી ગાગાએ મેગેઝીન માટે કરાવ્યુ ન્યૂડ ફોટોશૂટ, તસવીરો થઇ સોશિયલ મિડીયામાં જોરદાર વાયરલ, જોઇ લો તમે પણ

લેડી ગાગાએ મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યો હતો, જેનાં ફોટા સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થયા હતા.

અમેરિકન સિંગર લેડી ગાગાની ફેન ફોલોઇંગ આંતરરાષ્ટ્રીય સ્તરની છે. તેની સ્ટાઇલ અને તેના ગીતોના ચાહકો વિશ્વભરમાં રહેલા છે. લેડી ગાગા સતત કોઈ ને કોઈ કારણસર હેડલાઇન્સમાં રહે જ છે અને આ વખતે તે પોતાના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં જોવા મળે છે. લેડી ગાગાએ આ ફોટોશૂટ એક મેગેઝિન માટે કરાવ્યું છે જેમાં તે અડધી માનવ અને અડધી રોબોટ જેવી નજરે આવે છે.

image source

પૉપ સિંગર લેડી ગાગા તેના પ્રશંસકોને આશ્ચર્યચકિત કરવાની કોઈ તક છોડતી નથી. પછી ભલે તે તેના સિંગિંગ હોય કે ફેશનેબલ પોશાક હોય. તેણે ફરી એકવાર પોતાના નવા ફોટોશૂટથી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

તસવીરમાં, લેડી ગાગા નગ્ન દેખાઈ રહી છે અને તે ઇલેક્ટ્રિક વાયરથી લપેટેલી જોવા મળી રહી છે. આ સિવાય બીજા ફોટામાં લેડી ગાગાના શરીરનો અડધો ભાગ જ દેખાય છે. ફોટોમાં તેનો રોબોટિક લૂક લોકોને ખુબ જ પસંદ આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લેડી ગાગાનો આ લુક તેના નવા સ્ટુડિયો આલ્બમ ક્રોમેટીકા માટે શૂટ કરવામાં આવ્યો છે. આ આલ્બમ 10 એપ્રિલે રિલીઝ થશે.

image source

લેડી ગાગાએ તેના આ ફોટોશૂટ વિશે કહ્યું હતું કે મારું માનવું છે કે અમે કલા (Art) બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તે કોઈ પણ રીતે અશ્લીલતા (પોર્નોગ્રાફી) નથી. લેડી ગાગાએ પણ જણાવ્યું હતું કે આ આલ્બમ પર કામ કરવું તેમના માટે સહેલું નોહતું. તે સમય દરમિયાન તે લાંબી પીડા અને હતાશાથી (ડિપ્રેશન) પીડિત હતી. તેણે કહ્યું કે મારા દિવસની શરૂઆત ઘણીવાર ખૂબ જ ખરાબ થતી હતી. આની આગળ, તેણે એ પણ કહ્યું કે ઘણી વખત એવું બનતું હતું કે હું સાંજે ડાન્સ કરવા લાગતી હતી, પરંતુ પછી મને ખ્યાલ આવે છે કે મારું હૃદય અને મન ગતિશીલ છે, મારા હાથ અને પગ પણ કામ કરી રહ્યા છે, પછી હું ફક્ત કૃતજ્ઞ બની કામમાં લાગી જાવ છો.

image source

ટ્વિસ્ટ એ છે કે લેડી ગાગાનું આ ફોટોશૂટ એક નગ્ન (નેકેડ) ફોટોશૂટ હતું. લેડી ગાગાના આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહી છે.

image source

આ તસવીરો શેર કરતી વખતે લેડી ગાગાએ કેપ્શનમાં મેગેઝિનના નામ સિવાય કંઈ ખાસ લખ્યું નથી, પરંતુ આ પોસ્ટ્સ વાયરલ કરવા માટે લેડી ગાગાની જ તસવીરો પૂરતી છે.

image source

લેડી ગાગાની દરેક તસ્વીરને લાખોની સંખ્યામાં પસંદ કરવામાં આવી છે અને લાઇક્સ પણ પ્રાપ્ત થઈ છે. તમને એ પણ જણાવી દઇએ કે લેડી ગાગાના રોબોટિક અવતારમાં ઘણા ફોટોશૂટ છે. આ બધા ચિત્રો ખૂબ જ આકર્ષક છે.

image source

લેડી ગાગાની આ બધી તસવીરો એકદમ ડ્રમૈટિક છે. કેટલીક તસ્વીરમાં તે રોબોટિક ઘોડા પર સવાર થઈ રોબોટિક ઘોડા સાથે લડાઈ કરી રહી છે, અને કેટલાકમાં તે સૂર્યની સામે જોરદાર પોઝમાં ઉભી રહી છે.

image source

મેગેઝિનની કવર સ્ટોરીની શરૂઆતમાં, લેડી ગાગાએ આ ન્યૂડ ફોટોશૂટનું કારણ પણ આપ્યું છે. તેણે જણાવ્યું કે અમે કલા (Art) બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ કોઈ પણ રીતે પોર્નોગ્રાફી નથી. આ શૂટ ઉપરાંત લેડી ગાગાએ તેના આગામી આલ્બમ વિશે પણ વાત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ