લદ્દાખના આ છોડને પી.એમ મોદીએ સરખાવ્યો સંજીવની બુટી સાથે. જાણો આ છોડના ચમત્કારી ફાયદાઓ વિષે

8 ઓગસ્ટે રાત્રે આંઠ વાગ્યે પ્રધાન મંત્રીએ જમ્મુ- કાશ્મીર પરથી કલમ 370 હટાવ્યાના સંદર્ભમાં દેશને સંબોધન આપ્યું હતું. તેમણે દેશને સમજણ આપતી સ્પષ્ટતા કરી કે તેમણે શા માટે જમ્મુ-કાશ્મીર પરથી 370ની કલમ હટાવવાનું પગલું લીધું અને શા માટે લદ્દાખને એક અલગ કેન્દ્રશાશિત પ્રદેશ જાહેર કર્યો.

તેમણે લોકોને જણાવ્યું કે તેમના આ અતિ મહત્ત્વના નિર્ણયથી જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકો માટે વિકાસની તકો માટેના નવા દ્વાર ખુલશે. આ ઉપરાંત ભારતના અન્ય નાગરિકો પણ કાશ્મીર અને લદ્દાખને વધારે સારી રીતે જાણી શકશે. અને આ સંદર્ભમાં જ પ્રધાનમંત્રીએ લદ્દાખના આ અતિ દુર્લભ છોડની વાત કરી હતી.

તેમણે આ છોડની સરખામણી સંજીવની બુટી સાથે કરી હતી. તો હવે જાણીએ કે તેમણે શા માટે લદ્દાખમાં જ મળી આવતા આ છોડને સંજીવની બુટી સાથે સરખાવ્યો. લદ્દાખમાં આ છોડને સોલો કહેવાય છે પણ તેનું નામ રોડિઓલા છે. આ છોડ એક ઔષધિય વનસ્પતિ છે જે આ પ્રકારના ઠંડા સુકા પહાડી પ્રદેશમાં જ જોવા મળે છે.

લદ્દાખના સ્થાનીક લોકો આ છોડનો ઉપયોગ રસોઈમાં કરે છે એટલે કે તેઓ તેનું નિયમિત ખોરાક તરીકે સેવન કરે છે તો બીજી બાજુ સિયાચિનની છાવણી પર ફરજ બજાવતા ભારતીય જવાનો હાડ ગાળતી ઠંડીમાં પોતાની જાતને ગરમ રાખવામાં આ છોડનો ઉપયોગ કરે છે.

આ વનસ્પતિ ઘણા બધા ઔષધિય ગુણો ધરાવે છે. જેમાં એટિંબાયોટીકની ખાસિયતો સમાયેલી છે. સંશોધકોનું એવું કહેવું છે કે આ એક પ્રકારની જડીબુટી છે જે માણસના શરીરમાંના રોગ પ્રતિકારક તંત્રને નિયમિત બનાવવાનું કામ કરે છે. વધારામાં સંશોધકોનું એવું પણ કહેવું છે કે આ વનસ્પતિ મનુષ્ય શરીરને રેડિયોએક્ટિવિટિથી પણ બચાવે છે.

વડાપ્રધાન મોદી દ્વારા આ છોડ પર સંશોધન કરવા માટે વૈજ્ઞાનિકો તેમજ ફૂડ રિસર્ચરને આદેશ આપવામાં આવ્યા છે.

સોલો છોડની આ ખાસિત છે

લદ્દાખના લેહમાં આવેલી ડિફેંસ ઇન્સ્ટીટ્યુટ ઓફ હાઇ એલટીટ્યૂડ રિસર્ચે (ડીહાર) આ ઔષધિય વનસ્પતિની શોધ કરી હતી. હજું પણ તેના પરનું સંશોધન ચાલુ જ છે. તેમનો એવો દાવો છે કે આ ઔષધિય વનસ્પતિ સિયાચિનની બોર્ડર પરના પ્રતિકૂળ વાતાવરણમાં રહેતાં ભારતિય જવાનો માટે આશિર્વાદરૂપ છે.

સંસ્થાના ડીરેક્ટર ઓમ પ્રકાશ ચૌરસિયાએ જણાવ્યું હતું કે રોડિઓલા એટલે કે સોલો પ્લાન્ટ રોગપ્રતિરોધક તંત્રને સુધારવામાં મદદ કરે છે તેમજ ઉંચી જગ્યાઓ પર વિપરિત કુદરતી સ્થિતિમાં શરીરને તેને અનુરુપ ઢાળવામાં મદદ કરે છે.

આ ઉપરાંત આ વનસ્પતિના સેવનથી ખાવા માટેની જે અરૂચિ છે તેને દૂર કરે છે અને ભૂખને વધારવામાં મદદ કરે છે. અહીંનું વાતાવરણ એટલું ઠંડુ છે કે સિયાચિનમાં ફરજ બજાવતા ભારતિય જવાનોને હંમેશા અરૂચિ એટલે કે અવસાદની ફરિયાદ રહ્યા કરે છે તો તેવા સંજોગોમાં આ વનસ્પતિના સેવનથી તેમને મદદ મળી રહે છે અને તેઓ નિયમિત ખોરાક લઈને પોતાના શરીરને ફીટ રાખી શકે છે.

આ વનસ્પતિ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે આ વનસ્પતિથી વધતી ઉંમરને રોકી શકાય છે એટલે કે ગઢપણ મોડું આવે છે. આ ઉપરાંત આટલી ઉંચી જગ્યા પર હવા પાતળી થઈ જવાથી તેમજ ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જવાથી શરીરના ન્યુરોન્સ જોખમમાં મુકાય છે તો તેની રક્ષા પણ આ વનસ્પતિથી થઈ શકે છે.

તેના પર બહોળા પ્રયોગ તેમજ સંશોધન માટે સંસ્થાને આ અલભ્ય ચમત્કારી વનસ્પતિની ખેતી પ્રયોગશાળાની લગભગ 2 એકડ જમીનમાં કરી રાખી છે. આ વનસ્પતિમાં આ સિવાય પણ બીજા અનેક ગુણો છૂપાયેલા છે જેના માટે હજુ પણ વધારે સંશોધનની આવશ્યકતા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ