KYC સ્કેમથી બચો અને તમારા અંગત મિત્રો-પરિવારજનોને પણ બચાવો!

કંપનીના નામે થતાં ફોન દ્વારા કરવામા આવતી છેતરપિંડીથી આ રીતે બચો

ઓનલાઈન સેવાઓ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી લોકોના આર્થિક વ્યવહારો પહેલાં કરતાં ઘણા બધા સરળ બની ગયા છે. અને આ રીતે આર્થિક વ્યવહારોમા સરળતા આવવાથી ઓનલાઈન વ્યવસાયો પણ એક નવી જ ઉંચાઈ પર પહોંચી ગયા છે. હવે દેશનો નાગરિક દેશના કોઈ પણ ખુણામાંથી માત્ર ગણતરીના દિવસોમાં મન ગમતી વસ્તુઓ ઘરે બેઠા જ મંગાવી શકે છે.

પણ આ પ્રાણાલીથી જીવન સરળ તો બન્યું જ છે પણ છેતરપિંડીઓ પણ તેટલી જ ફુલી ફાલી છે. આ સ્કેમ ખાસ કરીને KYC જેનું ફુલ ફોર્મ થાય છે નો યોર કસ્ટમર એટલે કે તમારા ગ્રાહકને જાણો. દેશના નાગરીક પાસે આ ત્રણ પ્રકારની સંસ્થા કેવાયસીની એટલે કે નો યોર કસ્ટમરની માગણી કરતી હોય છે એક તો આધાર કાર્ડની નોંધણી કરાવતી વખતે, બીજું બેંકીંગ સેવાઓ, ત્રીજુ ટેલિફોન સેવાઓ તમારી પાસે કેવાયસીની માગણી કરતી હોય છે. આ કેવાયસી ગ્રાહકો તેમજ જે તે કંપનીના હિતમાં જ કરવામા આવે છે પણ તેનો ફાયદો દૂર બેઠેલા સ્કેમ્સ્ટર વધારે ઉઠાવે છે.

image source

આજકાલ ઘણા બધા લોકો સાથે કંઈક આ પ્રકારની ઘટના ઘટે છે. કંપનીના નામે કોઈ દૂર બેઠેલો છેતરપિંડિયો વ્યક્તિ તમને ફોન કરે છે તે તમને જણાવે છે કે તમારે તમારા કેવાયસીને વેલિડેટ કરાવવાની જરૂર પડી છે. સાથે સાથે તે વ્યક્તિ તમને તે પ્રક્રિયા પુરી કરવા માટે ઓનલાઈન મદદ કરવાની પણ ઓફર કરે છે. અને આમ કરીને તે તમારા બેંકના એકાઉન્ટમાં ઘૂસી જાય છે.

આ છેતરપિંડીને તમારે વધારે ઉંડાણમાં સમજવી હોય તો તાજેતરમાં ઘટી ગયેલી આ ઘટના વાંચો. જુલાઈ મહિનામાં ઇંદોર ખાતે રહેતા સંદીપ ચૌબે પર એક વ્યક્તિનો ફોન આવ્યો. તેણે પોતાની જાતને કોઈ ઓનલાઈન ફુડ ઓડરિંગ કંપનીનો કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ છે તેવું જણાવ્યું. અને તેની પાસેથી છેતરપિંડી કરીને આ કેહવાતા એક્ઝીક્યુટીવે સંદીપના ખાતામાંથી 2.28 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી લીધી. તો વળી થોડા સમય પહેલાં મુંબઈ ખાતે રહેતા ધનનંજય જોશી નામના વ્યક્તિ પાસેથી પણ આવી જ રીતે છેતરપિંડી કરીને ખાતામાંથી દોઢ લાખ રૂપિયા ઉઠાવી લેવામાં આવ્યા.

જાણો આ છેતરપિંડી કેવી રીતે કામ કરે છે

image source

પ્રથમ ચરણઃ તમારા પર અજાણી વ્યક્તિનો ફોન આવે છે જે તમને જે તે બેંક કે પછી કોઈ ઓનલાઈન કંપનીનો એક્ઝિક્યુટીવ હોવાનો ડોળ કરીને તમારી બેંકનું KYC ઇનવેલિડ હોવાનુ કહે છે.

બીજુ ચરણઃ ફોન કરનાર તમને કહે છે કે તેને તમે ઓનલાઈન પણ વેલિડેટ કરાવી શકો છો અને તેમ કરવાથી તમારું એકાઉન્ટ ફરી એક્ટિવ થઈ જશે.

image source

ત્રીજુ ચરણઃ આ બે વાત તમે માની જાઓ ત્યાર બાદ તે તમને એક એપ ડાઉનલોડ કરવાનું સુચન કરે છે જેથી કરીને તે તમને એક પછી એક માર્ગદર્શન આપી શકે

ચોથુ ચરણઃ આમ કર્યા બાદ તમે જ્યારે તે એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, કે તરત જ તમારા ફોનનો સ્ક્રીન તે સ્કેમરના ફોનમાં આવી જાય છે. એટલે કે તે તમારા ફોનનો સ્ક્રીન જોઈ શકે છે.

image source

પાંચમું ચરણઃ આમ કર્યા બાદ તે તમને નાનકડી રકમ તમારા ઇ વોલેટમાં ટ્રાન્સફર કરવા જણાવે છે.

છઠ્ઠુ ચરણઃ જ્યારે તમે આમ કરો છો ત્યારે તે તમારો પાસવર્ડ અને બીજી વિગતો જાણી લે છે.

સાતમું ચરણઃ બસ અહીં તમારું કામ પુર્ણ થાય છે અને તેનુ કામ શરૂ થાય છે. તે તરત જ આ વિગતોનો ઉપયોગ કરીને તમારા ખાતામાંથી લાખો રૂપિયા ઉઠાવી લે છે.

image source

આઠમું ચણઃ આ બધા જ ટ્રાન્ઝેક્શન વખતે તમારા પર બધા જ OTP આવે છે પણ તમારી સાથે સાથે પેલો છેતરપિંડિયો માણસ પણ આ બધા જ ઓટીપી જોઈ શકે છે. અને તમે કંઈ વિચારો તે પહેલાં તો તમારા ખાતામાંથી રૂપિયા ગાયબ થઈ જાય છે.

નવમું ચરણઃ ગણતરિની મિનિટોમાં તમારું ખાતુ ખાલી થઈ જાય છે અને તે વ્યક્તિ માલામાલ થઈ જાય છે.

માટે આવા કોલ્સથી ચેતતા રહો. સુરક્ષિત બેંકિંગ પદ્દતિ તેમજ વેબસાઇટ્સનો ઉપયોગ કરો. અને હર હંમેશ સજાગ રહો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ