ક્યારે પણ ના જતા ભારતની આ 7 જગ્યા પર, નહિં તો થશે ના થવાનુ બધુ જ…

આજે અમે આપને ભારતની એવી ૭ રહસ્યમય જગ્યાઓ વિશે જણાવીશું જેના વિશે જાણીને આપના રુવાટાં ઉભા થઇ જશે…

ભારત એક રહસ્યોથી ભરેલો દેશ છે. ભારતમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં સમયથી વધારે કે અંધારું થતા પેહલા એ જગ્યા છોડી દેવી પડે છે. જો એમ ના કરવામાં આવે તો આપની સાથે કોઈપણ દુર્ઘટના થવાની ભીતિ રહે છે. આ રહસ્યોને ઉકેલવા માટે ઘણા પ્રયત્નો થયા છે પણ સફળતા મળી નથી. ઉપરાંત આના કોઈ વૈજ્ઞાનિક કારણો પણ મળી શક્યા નથી. તો આજે જાણીશું ભારતમાં આવેલી એવી જ ૭ રહસ્યમયી જગ્યાઓ વિશે…..

ભાણગઢ કિલ્લો, અજબગઢ, રાજસ્થાન:

image source

રાજસ્થાનમાં આવેલ અજબગઢનો આ કિલ્લો ભાણગઢનો કિલ્લો ઘણી ડરામણી જગ્યા તરીકે જાણવામાં આવે છે. ભાણગઢનો કિલ્લો જંગલોની વચ્ચે આવેલો છે. આ કિલ્લાને ડરામણો બનાવવા પાછળ અહીંયા એક લોકવાયકા પ્રચલિત છે. એક લોકવાયકા મુજબ એક જાદુગર ભાણગઢની રાજકુમારીના રૂપની પાછળ પાગલ થઈ જાય છે અને રાજકુમારીને મેળવવા કાળાજાદુનો સહારો લે છે. ભાણગઢની રાજકુમારીને આ વાતની જાણ થઈ જાય છે તો આ વાતની જાણ થતાં જ રાજકુમારી એવું કંઈક કરે છે કે જેનાથી જાદુગરનો કાળુજાદુ જાદુગર પર જ ઉલટી કરે છે.

image source

આમ કાળાજાદુની ઊંઘી અસરથી જાદુગર મૃત્યુ પામે છે. પણ જાદુગર મૃત્યુ પામતા પેહલા ભાણગઢ અને તાંત્રિકને શ્રાપ આપે છે કે ભાણગઢ કિલ્લામાં રહેનાર દરેક વ્યક્તિ જલ્દીથી જ મરી જશે અને તેમની આત્મા આ જ કિલ્લામાં મૃત્યુપર્યંત ભટકતી રહેશે. આ લોકવાયકા મુજબ ભાણગઢ કિલ્લામાં આજે પણ તેઓની આત્મા ભટકે છે.

કુલધરા, રાજસ્થાન:

image source

કુલધરા ગામ ભૂતોનું ગામ કહેવાય છે. કુલધરા ગામમાં લગભગ ૧૮૦૦ના વર્ષથી કોઈ વ્યક્તિ આ ગામમાં રહેતું નથી. કુલધરા ગામ જૈસલમેરથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલું છે. કુલધરા ગામ ઇ.સ.૧૨૯૧માં પાલીવાલ બ્રાહ્મણો દ્વારા વસાવવામાં આવ્યું હતું, પરંતુ એક દિવસ અચાનક કુલધરા ગામ અને તેની આસપાસના લોકો રાત્રે અંધારામાં ગાયબ થવા લાગ્યા.

image source

તેમજ ત્યારબાદ આ ગામમાં કોઈ રહેવા જઇ શકતું નથી ને જો કોઈ રહેવા જાય તો આ ગામમાં તેમની સાથે એવું કંઈક થાય છે કે તેઓ મૃત્યુ પામે છે. ઉપરાંત કોઈ તેમના વિશે કોઈ જાણકારી મળતી નથી. આ કારણે કુલધરા ગામને ભૂતિયું ગામ માનવામાં આવે છે. તેની આસપાસ રહેતા ગામના લોકોએ આ ગામમાં ભૂત જોવા મળે છે તેવો દાવો કર્યો છે.

કોદિન્હી, કેરળ:

image source

કેરળમાં આવેલ કોદીન્હી ગામ આવેલું છે. આ ગામને ટ્વીન્સ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામમાં ૨ હજાર ફેમિલી રહે છે આ બધી ફેમિલીમાં એક અંદાજ મુજબ ૨૨૦ જુડવા લોકો રહે છે. આપને જણાવી દઈએ કે આખી દુનિયામાં જેટલાં જુડવા બાળકોનો જન્મ થાય છે તેના કરતાં ૬ ગણાં વધારે જુડવા બાળકો કોદિન્હી ગામમાં જન્મ લે છે.

image source

આ ગામના લોકોના કહેવા મુજબ ગામમાં જુડવા બાળકોના જન્મની શરૂવાત ૩ પેઢી પેહલા એટલે કે ૬૦ થી ૭૦ વર્ષ પહેલાં થઈ હતી. આમ થવાની પાછળ સંભવિત અહીંના લોકોની ખાણીપિણી હોઈ શકે છે. પરંતુ તેઓ જેનેટિક કારણને આ પાછળ જવાબદાર ગણાવતા નથી.

નિધિવન, મથુરા:

image source

નિધિવન વૃંદાવનમાં આવેલું છે. વૃંદાવનના સ્થાનિક લોકોના કહેવા મુજબ ભગવાન કૃષ્ણ અહીંયા રાધારાણી અને ગોપીઓ સાથે રાસલીલા રમવા આવે છે. નિધિવનમાં કોઈપણ વ્યક્તિ સાંજે ૭ વાગ્યા પછી રોકાતું નથી, કારણ કે જે વ્યક્તિ ત્યાં રોકાઈ જાય છે અને રાસલીલા જોઇ લે છે તો તેઓ ક્યાંક તો અંધ થઈ જાય છે અથવા તો પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે છે. નિધિવનમાં કોઈ પશુ કે પક્ષી પણ રોકાતા નથી.

ડુમમ્સ બીચ:

image source

ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલ ડુમમ્સ બીચ તેની કાળી રેતી અને વિચિત્ર ગતિવિધિઓ માટે જાણીતું છે. સ્થાનિક લોકોના કહેવા અનુસાર રાત્રીના સમયે ડુમમ્સ બીચ પરથી અજીબોગરીબ અવાજો આવતી હોય છે.

image source

લોકો રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ જાય છે. ડુમમ્સ બીચ પર પહેલાના સમયમાં હિંદુ લોકો આ જગ્યા પર દફનવિધિ કરવામાં આવતી હતી. ડુમમ્સ બીચ આત્માઓનું વિશ્રામ સ્થાન માનવામાં આવે છે. ડુમમ્સ બીચ પર કોઈ વ્યક્તિ એકવાર ગાયબ થઈ જાય છે તો તે ક્યારેય પણ પાછા મળી શકતા નથી.

કચ્છનું ઘાસનું મેદાન:

ઘાસના મેદાનમાંથી પ્રકાશનું નીકળવું? આ વાત ખરેખર નવાઈ પમાડે તેવી છે. ગુજરાત રાજ્યના કચ્છમાં આવું જ એક ઘાસનું મેદાન આવેલું છે. જ્યાં વરસાદ દરમિયાન રાતના સમયે ચમકતો પ્રકાશ જોવા મળે છે. સ્થાનિક લોકોના કહ્યા મુજબ આ પ્રકાશ લાલ, પીળા અને વાદળી રંગનો હોય છે. આ જોઈને એવું લાગે છે કે ત્યાં કોઈ ડિસ્કો લાઈટ ફરી રહી હોય છે.

image source

સ્થાનિક લોકોના કહેવા મુજબ ઘણીવાર આ પ્રકાશ પાછળ ફરી રહ્યો હોય તેવું પણ લાગે છે. આ પ્રકાશ વિશે ફક્ત સ્થાનિક લોકો જ નહીં પણ બોર્ડર સિક્યોરિટી અને પ્રવાસીઓએ પણ આ વિશે જણાવે છે. વૈજ્ઞાનિકો મુજબ કાદવમાંથી નીકળતો આ પ્રકાશ મિથેન ગેસ અને ઓક્સીકરણને કારણે દેખાય રહ્યો છે.

હિમાલયમાં રહે છે હિમમાનવ:

image source

હિમાલયમાં ઘણા બધા રહસ્યોથી ભરેલું છે. જેમાંથી સૌથી મોટી વાત હિમ માનવને લઈને પ્રચલિત છે. કહેવાય છે કે હિમાલયની ગુફામાં આજે પણ હિમ માનવો રહે છે. હિમાલય પર રહસ્યમયી રીતે બરફ પડવો અને બરફ પર લાલ નિશાન જોવા મળે છે. ઉપરાંત કહેવાય છે કે હિમાલયની ગુફાઓમાં આજે પણ ઘણા યોગીઓ અને તપસ્વીઓ પોતાની તપસ્યા કરી રહ્યા છે. આ વાત કેટલી સત્ય છે તે વિશે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ