કુંવારા માટે ખાસ ઉપાયો જલદી મળશે મનપસંદ જીવન સાથી જે મિત્રોને મદદ મળી રહે તેમની સાથે જરૂર શેર કરજો.

જો કોઇ વ્યક્તિના લગ્ન થવામાં વિલંબ થઇ રહ્યો હોય અથવા લગ્નની વાતમાં કોઇના કોઇ બાધા આવી રહી હોય તો સપ્તમ ભાવ, સપ્તમેશ ગ્રહ સંબંધી વિચાર કરીને ઉપાયો કરવા જોઇએ. અહીં કેટલાક ઉપયોગી ઉપાયો બતાવવામાં આવ્યા છે જેનો પ્રયોગ કરીને તેનો પ્રભાવ ઓછો કરી શકાય છે.

જે યુવતીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય તો તેને ગુરુ પુષ્ય, રવિ પુષ્ય, અક્ષત તૃતિયા, શ્રાવણ માસમાં , વસંત પંચમી અથવા નવરાત્રીમાં નિમ્નલિખિત મંત્રનો પાઠ આરંભ કરીને યથેષ્ઠ સંખ્યામાં 51 હજાર અથવા સવા લાખની સંખ્યામાં નિયમિત રીતે શિવ-પાર્વતી અથવા માતાના મંદિરમાં ધૂપ, દીવો પ્રગટાવી લાલ પુષ્પ ચઢાવીને યોગ્ય સમયે નિયમિત રીતે સંકલ્પપૂર્વક તેમજ વિધિવત રીતે જાપ કરવો જોઇએ. જેનાથી દેવીની કૃપા વરશે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

જે યુવકોના લગ્ન થઇ રહ્યા નથી અથવા તો અનેકવાર નક્કી થયા બાદ કોઇ વિઘ્ન આવી રહ્યા હોય અથવા તો મનપસંદ યુવતી સાથે લગ્ન કરવા માટે વહેલી સવારે સ્નાન કર્યા બાદ દુર્ગા માતાજીની મૂર્તિ પર લા પુષ્પ સમર્પિત કરવા જોઇએ. દીવડો પ્રગટાવીને પૂજન કરવું જોઇએ તથા નિમ્ન મંત્રને ઓછામાં ઓછી 5 માળા દરરોજ કરવી જોઇએ. સાથે દુર્ગાસપ્તશતી મંત્રનો 18 પાઠ કરવા જોઇએ.

તુરંત લગ્ન માટે શુક્લ પક્ષના પ્રથમ સોમવારે ભગવાન શંકરનું વ્રત રાખો અને શ્વેતાર્કના વૃક્ષ નજીક ધૂપ અને દીપનું પાણી અર્પિત કરો અને હાથ ધોઇને 8 પત્તા તોડીને લાવો. 7 પત્તાની પ્લેટ બનાવો અને સાત પત્તા પર પોતાનું નામ લખીને ભગવાન શંકરને અર્પિત કરો. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આ ક્રિયા કરો. પૂર્ણિમાના દિવસે વડના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરનારી યુવતીઓના લગ્ન જલદી થાય છે.

દરરોજ અનેક ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી