કુત્રિમ બીજદાનથી ૭ મેલ લેબરડોગને આપ્યો જન્મ જુનાગઢની કૂતરીએ, વાંચો ડોકટરે કરી કમાલ…

સામાન્ય રીતે માનવજાતિ કે પ્રાણીઓ માં કુત્રિમ બીજદાન શક્ય હોય છે..પણ શ્વાન માં ક્યારે કુત્રિમ બીજદાન થતું નથી.જૂનાગઢ માં એક પશુ ડોકટર એ લેબરડોગ હની નામની ફિમેલ 6 વર્ષની હતી તેને ગત જાન્યુઆરી માં કુત્રિમ બીજદાન કરવામાં આવ્યું હતું જે હની એ ગઈકાલે 7 મેલ બચ્ચાંને જન્મ આપ્યો..

જૂનાગઢ ના મિથુન ખટારીયા નામના પશુ ડોકટર પોતાની કુનેહ અને કંઈક નવું નવું કરવાની ઇચ્છા ધરાવતા રહયા શ્વાન માં રહેલ અનેક રોગો માટે તેવો સેવા કરી રહયા છે જ્યારે શ્વાન માં બ્લડ ટ્રાન્સફર પણ કરી શ્વાન ને નવી જિંદગી આપી શ્વાન પ્રેમીના શ્વાન બચાવ્યા છે.જ્યારે ઇતિહાસ ની પ્રથમ ઘટના કહેવાય કે ગત 14 જાન્યુઆરીના એક 6 વર્ષની હની ફિમેલ શ્વાન ને કુત્રિમ બીજદાન કરવામાં આવ્યું.

એક લેબરડોગ નું સિમેન નું સિલેક્ષ કરી કુત્રિમ બીજદાન કરવામાં આવ્યું 12 માર્ચના રોજ આ હની નામની લેબરડોગ એ 7 મેલ બચ્ચાને જન્મ આપ્યો..આ ઘટના પણ રેર ઘટના કહેવાય કારણ કે મેલ ફિમેલ બને ને જન્મ આપી શકે પણ આ હની એ એક સાથે 7 મેલ ને જન્મ આપ્યો અને ડોક્ટર એ શ્વાન માં કુત્રિમ બીજદાન કરી એક દાખલો બેસાડયો..

સામાન્ય રીતે માનવજાતિ કે પ્રાણીઓમાં કુત્રિમ બીજદાન કરવામાં આવે છે જેવા કે ગાય ભેંસ જેવા પ્રાણીમાં કુત્રિમ બીજદાન કરવામાં આવે છે શ્વાનમાં કુત્રિમ બીજદાન શક્ય નથી કારણ કે કૂતરા નો સ્વભાવ રમતિયાળ હોય જેના થી કુત્રિમ બીજદાન થઈ શકે નહીં પણ ડોક્ટરની મહેનત શ્વાન માલિક ની મહેનત ના કારણે આ કુત્રિમ બીજદાન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું અને હની નામની ફિમેલ શ્વાન એ 7 બચ્ચાને જન્મ આપ્યો..

જે રીતે માનવજાતી નો વંશ વારસો જાળવવા માટે દીકરા દીકરી ની આશા રાખતા હોય છે એવીજ રીતે જૂનાગઢ ના શ્વાન પ્રેમી અને શ્વાન માલિક પોતાની હની નામની ફિમેલ ડોગ નો વારસો રાખવા માટે કુત્રિમ બીજદાન કરી જે હની એ 7 મેલ બચ્ચાને જન્મ આપ્યો શ્વાન માલિકે ખુશી વ્યક્ત કરવામાં આવી.

લેખન સંકલન : વિજયસિંહ પરમાર

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.