“પ્રેમનાં અઢી અક્ષરને ખોટા સાબિત કરતી એક સાચી પ્રેમ કહાની આજે જ વાંચો…

“પ્રેમનાં અઢી અક્ષર???”

ફાલ્ગુની નવસારીની સર્વશ્રેષ્ઠ કૉલેજમાં બીજા વર્ષમાં ભણતી હતી, હંમેશા અવલ્લ રહેતી, ભણવામાં ખુબ જ હોશિયાર હોવાથી તમામ શિક્ષકો તેમજ પ્રિન્સિપાલની માનિતી હતી, કૉલેજોના વાર્ષિક ઉત્સવમાં પણ તેણીને શહેરનાં નાંમાંકિત વ્યક્તિનાં હાથે ટ્રોફીઓ એનાયત થઈ હતી, ફાલ્ગુનીનો પ્રથમ વર્ષનો પ્રોજેક્ટ આખી યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે આવ્યો હતો. ક્લાસના ધણાં વિદ્યાર્થી કાયમ ફાલ્ગુનીની નોટ્સ કૉપી કરવાં લઈ જતાં, ભણતર તો શ્રેષ્ઠ હતું જ સાથે સાથે રૂપ પણ સારું હતું, મધ્યમ ધઉંવર્ણની, નાની આંખો, લાંબા વાળ જે પીઠની નીચે ઉતરે એટલાં, કાયમ ગુજરાતી ડ્રેસમાં મૅકઅપ વિના કૉલેજ આવતી, ચહેરો લંબગોળ, માથા ઉપર નાની અમથી બિંદી ચમકતી રહેતી, ખુબ જ સરળ સ્વભાવ, પહેરવાં સજવાનો એને જરાય શોખ નહીં, આટલી આગળ વધી ગયેલી ટેક્નોલોજી છતાં એની પાસે ફોન ન હતો, ખુબજ સમજું છોકરી, માતા પિતાની એક નવાઈની છોકરી, ભણવામાં તો હોશિયાર સાથે ધરકામમાં પણ આગળ પડતી હતી, મમ્મીને હંમેશા ધરકામમાં મદદ કરતી સાથે સાથે આખો દિવસ ભણવાં-વાંચવામાં સમય પસાર કરતી, પિતા ઍકાઉન્ટ્ન હતાં, પિતાને પણ હંમેશા ફાઈલો બનાવવામાં મદદ કરતી, હિસાબ કિતાબમાં મદદ કરતી. એટલું જ નહીં આજુબાજુ વાળાને પણ હંમેશા નિશ્વાર્થભાવે મદદ કરતી.

હંમેશા કૉલેજ જવા માટે મોપેડનો ઉપયોગ કરતી, આ મૉપેડ ફાલ્ગુનીને એના પિતા હરીશભાઈ એ એની બર્થ ડે ગિફ્ટમાં આપ્યું હતું ત્યારે તેણીએ પપ્પાને કહેલું કે “આની શી જરુર હતી?, મેં ક્યાં કંઈ માંગ્યું હતું? મારા માટે તો તમારો અને મમ્મીનો આ પ્રેમ જ સર્વશ્રેષ્ઠ ગિફ્ટ છે”

ત્યારે હરીશભાઈ એ ખુબ જ સુંદર જવાબ આપેલો કે “દિકરીની જાત તું ક્યારેય કંઈ માંગ્યું જ નથી, બસ, આ મારો અને તારી મમ્મી હંસાનો પ્રેમ જ છે, ગાંડી, તું અમને બંન્ને ને જીવથી ય વધારે વહાલી છે”

ખરેખર પિતા અને માતાની લાડકી આ ફાલ્ગુનીને માતાપિતા દ્વારા કરોડો રુપિયાનાં ખર્ચ કરતાં પણ ન મળે તેવા સંસ્કારો નાં લીધે આ ફાલ્ગુની આખી કૉલેજમાં સૌથી અલગ તરી આવતી, ધણી જીન્સ અને ટેટુંઓ વાળી છોકરીઓ આ ફાલ્ગુનીને જોઈને બળી મરતી, અને ધણી છોકરીઓ હંમેશા તેણીની પીઠ પાછળ અભિમાની, હલકટ આવા બધાં નામો બોલી નાંખતી, છતાં ફાલ્ગુની આવી બધી બાબતોમાં ધ્યાન ન આપતી કે ન તો આવી છોકરીઓને જવાબ આપતી. ઉલ્ટું ફાલ્ગુની એ વાતનું હંમેશા ધ્યાન આપતી કે એના દ્વારા કોઈ વ્યક્તિને નુકશાન ના પહોંચે, ક્યારેય ચહેરાં ઉપર અભિમાનનો છાંટો પણ નજર ન આવતો, ખરેખર તેણી હસતી ત્યારે તેના ડાબા ગાલ ઉપર પડતાં ખંજનને જોઈને એમ જ લાગતું કે આ છોકરીને ભગવાને વૅકેશનમાં ક્યાં પછી રજાનાં દિવસોમાં ધડી હશે.

ફાલ્ગુનીની કૉલેજમાં એનાં જ ક્લાસમાં ભણતો વિદ્યાર્થી સોરી સોરી “તોફાની વિદ્યાર્થી” એટલે “અંકિત”
ખુબ જ મસ્તીખોર, ક્લાસમાં ક્યારેક જ પગ મુકતો, જ્યારે અંકિત ક્લાસમાં આવતો તો ધણાં નબીરાં મિત્રો કહેતાં “આજે તો ભગવાન પધાર્યા ક્લાસમાં” અને સૌ ખડખડાંટ હસી પડતાં, ક્લાસમાં ટિચરોને હેરાન પરેશાન કરવાનો ફાળો હંમેશા અંકિતનાં માથે જતો, ખુબ જ મસ્તીખોર, પણ હા, ભલે આટલો મસ્તીખોર હોય, ક્યારેય અંકિત છોકરીઓ સાથે મજાકમસ્તી કે એમને હેરાન કરવાંનું ટાળતો કારણ કે અંકિતનાં મનમાં એક વાત હતી કે “મારી આંખોની ઓકાત નથી કે કોઈ છોકરીને ખરાબ નજરે જોઈ શકે, કારણ કે ખુદાએ મને પણ એક બહેન આપી છે”

એક માત્ર સદગુણ હોય તો એ આ હતો, ક્યારેક કોઈ છોકરીને હેરાન કરવાંનું એના મનમાં પણ ન હતું આવતું, આજ કારણે ધણી છોકરીઓ સાથે અંકિતને સારી એવી મિત્રતા હતી, ધણીવાર મિત્રો સાથે નવસારીનાં દાંડી દરિયાકિનારે ફરવાં જતાં, તો ક્યારેક નવસારીની સારી હૉટેલોમાં જમવાં જતાં, ક્યારેક કૉલેજોથી બૉર થઈ જતાં તો નવસારી રૅલ્વેસ્ટેશનનાં છેલ્લાં બાકડે બેસી સૌ પોતપોતાનાં સુખ-દુઃખની આપ-લે કરતાં, અંકિત ભલે મસ્તીખોર હોય પણ ભણવામાં મધ્યમ હતો, ક્લાસ માં ન આવતો, પણ થોડું ધણું વાંચીને પરીક્ષાઓમાં હંમેશા એટીકેટી વિના પાસ થઈ જતો, અને હંમેશા સબમીશનમાં તેની ફાઈલો અને કોપીઓ કાયમ આ ફાલ્ગુની પાસે લઈને લખી નાંખતો…

આ બંન્ને નો પરિચર આમ, જોવાં જઈયે તો કૉલેજમાં થયેલો પણ ગાઢ પરિચય તો જ્યારે કૉલેજ દ્વારા એક નાનાં પ્રવાસ સાપુતારાનું આયોજન થયું હતું, ત્યારે ફાલ્ગુનીની થોડી પણ ઈચ્છા ન હોવાં છતાં માતા-પિતાનાં આગ્રહથી જવું પડ્યું, અને અંકિતે પણ કહ્યું કે શું આમ આખો દિવસ ચોપડાંઓમાં ડૂબી રહે છે, કુદરતનાં સૌંદર્યને તો કોઈ દિવસ માણવાંની કોશીશ કર.

સમયમુજબ સૌ સાપુતારાનાં પ્રવાસે નિકળ્યાં, મોટી વૉલ્વો બસ, ક્લાસનાં તમામ વિદ્યાર્થીઓ એ લાભ લીધો, સૌ અંતાક્ષરી રમતાં રમતાં, બસ પણ વાંકાંચૂકાં રસ્તાઓ ઉપર જાણે દોડતી દોડતી કુદરતી સૌંદર્ય, ડાંગનાં લીલાછમ જંગલો, ગીરાધોધનો ધોધ, અને અંતે બસ ગુજરાતનાં હિલસ્ટેશન સાપુતારાં પહોંચી, સૌ બસ માંથી ઉતરી પોતપોતાનાં ગૃપ સાથે મસ્તી કરતાં કરતાં આ કુદરતી અને ઠંડા એવાં સાપુતારા હિલસ્ટેશને ફરવાં લાગ્યાં.
ફાલ્ગુનીની કોઈ બૅસ્ટ ફ્રેંન્ડ હતી નહીં કે ન હતું કોઈ ગૃપ એટલે અંકિતે કહ્યું કે “મીસ, હોશીયાર ગર્લ, તું અમારી સાથે અમારા આ નાના ગૃપને જોઈન કરી શકે છે,” અને ફાલ્ગુની પણ અંકિતનો સ્વભાવ જાણતી હતી કે ગમે તેટલો મસ્તીખોર હોય ક્યારેય તે છોકરી તરફ આંખ ઉઠાવીને પણ નથી જોયું, તેથી ફાલ્ગુનીએ અંકિતનાં ગૃપ સાથે ફરવાંનું નક્કી કર્યું…

સૌ ફરવાં નિકળી પડ્યાં, સાપુતારાનાં મ્યુઝીયમની મુલાકાત લીધી, માછલીધરમાં જઈ અવનવી માછલી તેમજ દરિયાયી જીવો જોયાં, ત્યાંની પ્રખ્યાત “મેગી” અને “પોંવા” ની મજા લીધી, આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલ જાતજાતની લાકડાં અને વાંસમાંથી બનાવેલ વસ્તુંઓ તેમજ અવનવી ચૉકલેટોની ખરીદી કરી, બધાં ખુબ જ ખુશ હતાં કારણ કે શહેરની કાગઝાળ ગરમી અને અહીંની આબોહવા માં જાણે આસમાન-જમીનનો ફરક હતો, બપોરનાં સમયમાં પણ અહીંનું વાતાવરણ તાજગી ભર્યું હતું, સાપુતારાનાં તળાવમાં બોટિંગ કરવાની મજા કંઈક અનેરી હતી, અંકિત અને ફાલ્ગુનીએ પણ મિત્રો સાથે બોટિંગની મજા લીધી, સનસેટ પોંઈન્ટ ઉપર પહોંચ્યાં તો ત્યાંનું વાતાવરણ કંઈક અલગ જ હતું, કારણકે અહીં આભ જાણે નીચું આવી ગઈ હોય એવી અનુભૂતિ થતી હતી, ખુબ જ ઠંડો પવન ગાલ ઉપર અથડાતોં હતો, આટલી ઉંચાઈથી સાપુતારાની આસપાસનાં જંગલો અને સર્પાકાર રસ્તાઓ ખુબ જ સુંદર લાગતાં હતાં, કિડીદર માણસો સૌ પોતપોતાની મસ્તીમાં ખોવાયેલાં હતાં, કોઈ ધોડેસવારી તો કોઈ સૅલ્ફી લેવામાં મશગૂલ હતાં, તો કોઈ મક્કાઈ ખાવામાં વ્યસ્ત, નાના ટાબેરીયાં બાળકો ખુબ જ મસ્તીથી રમી રહ્યાં હતા, ધણાં લોકો રોપ-વે ની મદદ થી એક પોંઈન્ટ ઉપરથી બીજી પોંઈન્ટ ઉપર હવામાં લટકીને જઈ રહ્યાં હતાં, ખરેખર આજે ફાલ્ગુનીને કુદરતનાં આ સ્વરૂપવાન સૌંદર્યનાં પહેલી વખત દર્શન થયાં હતાં, કારણકે એ કદી આવી રીતે ફરવા ન હતી નિકળી, આજે ફાલ્ગુની દિલ ખોલીને હસી રહી હતી, ખુબ જ ખુશ હતી, ત્યાં જ અંકિતે કહ્યું કે ચાલ ફાલ્ગુની તારો એક મસ્ત ફોટો લઉં જે તને તારા જીવનનનાં આ યાદગાર પ્રવાસની હંમેશા સાક્ષી રહેશે, જેવી ફાલ્ગુની ફોટા પડાવવા માટે ઉભી રહી કે ફાલ્ગુનીનો પગ લપસી પડ્યો, નીચે સરકવા લાગી, નીચે ઉંડી ખીણ હતી, અંકિત અને સાથી મિત્રો એ બુમાબુમ કરી નાંખી લોકોનું ટોળું થઈ ગયું, ફાલ્ગુની નીચે સરકી ગઈ પણ એક વૃક્ષની ડાળી પકડાઈ ગઈ અને તે હવામાં લટકી રહી હતી, ખુબજ ગભરાઈ ગઈ હતી, શું કરવું શું ન કરવું એને સમજ ન હતી આવતી, આ તરફ અંકિત પણ રોપ-વેની ઑફિસમાંથી દોરડું લઈ આવ્યો અને પોતાની જાનની બાજી લગાવી ફાલ્ગુનીને મોતનાં મુખમાંથી બહાર કાઢી લાવ્યો, ફાલ્ગુની ખુબ જ રડતી હતી, એક પણ શબ્દ બોલતી ન હતી, ખુબ જ ગભરાઈ ગઈ હતી, અને અંકિતને જઈને વળગી પડી, અંકિતે પાણી પીવડાવ્યું, હજી ફાલ્ગુનીનાં ચહેરાં ઉપર ડર દેખાતો હતો, તમામ મિત્રો સાંત્તવનાં આપી રહ્યાં હતાં, જેમતેમ કરી બે ક્લાક બાદ ફાલ્ગુની સ્વસ્થ થઈ, તમામ નીચે ઉતર્યા, બસ ક્યારની એમની રાહ જોઈ રહી હતી. બસ, ફરી સર્પાકાર રસ્તાઓ વટાવટી વટાવટી છેક નવસારી પહોંચી ગઈ, ફાલ્ગુનીને એના પિતા લેવા આવ્યાં હતાં. પિતા સાથે ધરે ગઈ, આટલી થાકી ગઈ હોવાં છતાં ઉંધ ન હતી આવતી, આજે જે થયું એ ડર હજી મનમાંથી દુર થયો ન હતો, અંકિતનાં વિચારો સતાવતાં હતાં, કે એને કંઈ થયું ન હોય ને? તમામ વાતો વાગોળતી વાગોળતી એ સોફા ઉપર જ સુઈ ગઈ.

બીજા દિવસે કૅલેજમાં પહોંચ્યાં બાદ ફાલ્ગુની એ અંકિત પાસે જઈને કહ્યું, “આભાર અંકિત, તું એ તારો જીવ જોખમમાં મુકી મને બચાવી લીધી, ગઈ કાલે હું કંઈ કેહવાને યોગ્ય ન હતી, એટલે આજે કહું છું, ખુબ ખુબ આભાર તારો”
“અરે, માનવતાનાં નાતે કોઈની પણ મદદ કરવી એ તો મારી ફરજ છે, અને તું તો મારી મિત્ર છે, મારાં કોઈ પણ મિત્ર તકલીફમાં હોય અને હું કંઈ ન કરું એવું આજદિન સુધી બન્યું નથી,” અંકિતે ફાલ્ગુનીને સમજાવતાં કહ્યું.
ફાલ્ગુનીએ કહ્યું “અંકિત આખી રાત હું તારા વિચારો કરતી હતી, તને કંઈ થયું તો નથી ને બસ, આખી રાત તારા વિચારો સતાવતાં હતાં, અને હા, અંકિત તું મને પહેલેથી પસંદ હતો જ પણ ગઈકાલે તું એ મારા માટે કર્યું ત્યારથી તું મારા દિલમાં વસી ગયો છે, મારાં જીવનમાં તું મારી ઉપર કોઈ દિવસ આંચ ન આવવા દેશે, તેથી જ મેં તને મારા જીવનસાથી તરીકે પસંદ કરૂં છું. આઈ લવ યું અંકિત.”

સૌ મિત્રો ચોંકી ગયાં કે એક છોકરી અને એ પણ ફાલ્ગુની અંકિતને સામેથી પ્રપોઝ કર્યો, અંકિત ખુશ હતો કારણકે એ પણ ફાલ્ગુનીને ખુબ જ પસંદ કરતો હતો, પણ ડર હતો, કે ક્યાંક એને ખોઈ નાંખશે, એ ડરથી ક્યારેય આ વાત કોઈને કરી નહતી, પણ આજે ખુશ હતો, અંકિતને પ્રેમ જ નહીં પણ પોતાની જીવનસાથી મળી ગઈ હતી, કોઈપણ જાતનાં વિલંબ વિના અંકિતે ફાલ્ગુનીનાં પ્રેમનો પ્રસ્તાવ સ્વિકારી લીધો.

હવે, તો અંકિત પણ દરરોજ ક્લાસમાં આવવાં લાગ્યો, ટીચરોને હેરાન કરવાનું બંધ કરી દીધું એટલું જ નહીં ભણવામાં પણ ખુબ જ ધ્યાન આપવાં માંડ્યો, ફાલ્ગુની પણ અંકિતને શિખવવાં લાગી અને અંકિતની ભણતરમાં રુચી લાવવાં માંડી, બંન્ને ખુબ જ ખુશ હતાં, અંકિત હવે, બદલાઈ ગયો હતો, તમામ સ્ટાફ હવે, અંકિતનાં વખાણ કરતાં હતાં, એને મળેલું તોફાનીનું બિરુદ હટાવી લેવાયું હતું.

અંકિત અને ફાલ્ગુની ખુબ જ ખુશ હતાં, ફાલ્ગુની ને પણ પોતાની જાત કરતાં વધારે પ્રેમ કરનાર જીવનસાથી મળી ગયો હતો, અંકિત પણ ખુબ જ ધ્યાન રાખતો કે ફાલ્ગુનીદે ક્યાંક કોઈ આંચ ન આવે. બંન્નેનો પ્રેમ ગાઢ બનતો જતો હતો. કાયમ એકબીજાનાં સુખ-દુઃખોની આપલે કરતાં, એકબીજાને મંતવ્યો આપતાં, એકબીજાને ખુબ જ ખુશ રાખતાં.
જોતજોતામાં કૉલેજનાં ચાર વર્ષ પુરા થઈ ગયાં બંન્નેનાં હાથમાં એમ.બી.એ ની ડિગ્રી હતી, બંન્નેને કૉલેજ નાં કૅમ્પસ ઈન્ટરવ્યું માં સુરતની એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારની નોકરી મળી ગઈ, સંજોગો પણ એવાં હતાં કે બંન્નેને એક જ જગ્યાએ નોકરી મળી તેથી બંન્નેની ખુશી ફુલી ન સમાતી હતી.

બંન્નેનાં સબંધથી બંન્નેનાં ધરનાં અજાણ હતાં, બંન્ને એ નક્કિ કરી એક સાથે જ ધરનાં સભ્યોને વાત કરી, જમાનો બદલાઈ ગયો હતો, જાત-પાત માં ક્યાં હવે, લોકો માને છે, બસ, દિકરીનાં બાપને શું જોઈયે? એમણે જેવો પ્રેમ દિકરીને આપ્યો એવો જ પ્રેમ કોઈ છોકરો આપે તો અનાંથી વધું શું જોઈયે, ફાલ્ગુનીનાં પિતા અને માતા બંન્ને એ અંકિત સાથે લગ્ન કરવાંની મંજુરી આપી દીધી. અંકિતનાં ધરે પણ નિશ્વાર્થ લગ્નમાટે હા કહી દીધી. બંન્ને પરીવારોએ ભેગા મળી નક્કી કરેલ સ્થેળે બંન્નેને સાત જન્મનાં બંધનમાં બાંધી દીધાં, વિદાય વેળાં એ ફાલ્ગુની અને માતા-પિતા ખુબ જ રડ્યાં ત્યારે અંકિતે કહ્યું ” ફાલ્ગુની, હું બધું જોઈ શકું છું, સિવાય તારી આંખમાં આંસું” અને ફાલ્ગુનીનાં માતાપિતાને કહ્યું “તમે ચિંતા ના કરશો, હું મારા જીવથી ય વધારે સાચવીશ, કોઈ દિવસ ફાલ્ગુની ઉપર આંચ ન આવવાં દઈશ.”

વિદાઈ થઈ ગઈ, બંન્ને ધરે આવી ગયાં, અંકિતનાં મિત્રોએ અંકિતનો બેડરુમ મસ્તમજાનાં ફુલોથી શણગાર્યો હતો, આજે અંકિત અને ફાલ્ગુની આજે ખુબ જ ખુશ હતા કારણકે એમનાં પ્રેમને ક્યારેય આંચ ન આવી અને આજે બંન્ને એક થઈ ગયાં, બૅડરુમમાં પ્રેવેશી ફાલ્ગુની એ અંકિતનો હાથ પકડી કહ્યું “અંકિત, થૅક્યું સો મચ, મારા જીવનસાથી બદવાં બદલ, લોકો કહે છે કે પ્રેમનાં અઢી અક્ષર હોય છે, પણ આજે તમે એ કહેવતને ખોટી પાડી દીધી, પ્રેમનાં અઢી નહીં ત્રણ અક્ષર છે અને એ છે અં…કિ…ત…, પ્રેમનું બીજું નામ એટલે અંકિત. આઈ લવ યું સો મચ”
અને બંન્ને એકબીજામાં ખોવાઈ ગયાં…

લેખક : કુંજ જયાબેન પટેલ

રોજ આવી એક નહી પણ અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર..

ટીપ્પણી