” હેપ્પી બર્થ ડે ” – વાંચો આ વાર્તા તમને તમારું બાળપણ ને દાદા દાદી જરુર યાદ આવી જશે !!!!

” હેપ્પી બર્થ ડે “

“ચાર્મી દિકા ક્યાં સંતાઈ ગઈ, બેટા ચાલ, નાસ્તો કરી લે” હિનાબહેને એકદમ લાડકાં સ્વરોમાં પોતાની એકની એક દિકરી ને કહ્યું.
“અરે, મમ્મા મેં આજે મારી ફ્રેંન્ડ જાનવીની બર્થ ડે છે એનાં ધરે પાર્ટી છે” ચાર્મી બંન્ને નાના ચોંટલા હલાવતી હલાવતી આવી.આ ચાર્મી એટલે નામ પ્રમાણે જ ખુબ જ પ્યારી પરી જેવી, હજી નવ વર્ષની છોકરી, ખુબ જ શાંત અને સરળ સ્વભાવની, ખુબ જ સમજું છોકરી, બે ચોટલાં વાળી છોકરીને જોઈને સૌ કોઈને પોતાનાં સ્કુલોનાં દિવસો યાદ કરાવી નાંખે, યુનિફોર્મ પહેરીને જ્યારે સ્કુલે જાય તો સો ટકા લોકોની નજર ચાર્મી ઉપર થંભી જતી, સોસાયટીમાં સૌની ફેવરીટ એટલે આ ચાર્મી,

હિનાબહેન અને મનિષભાઈની એકની એક દિકરી. બંન્નેનાં લગ્નનાં સાત વર્ષ પછી આવી હતી, તેથી જ બંન્નેની લાડકવાયી હતી, દિકરા-દિકરી નાં ભેદભાવ વિના ખુબ જ લાડકોડથી ઉછરેલી, અને ખુબ જ સારા સંસ્કરોથી ભરપુર, ફક્ત નવ વર્ષની હોવાં છતાં જાણે લોકાનાં દુઃખો પણ જાણી લેતી, તેમજ સૌને હસાવી જાણે એવી ગજબની શક્તિ હતી, ભણવાંથી લઈને રમત-ગમત બધાં માં એ અવલ્લ રહેતી, ખુબ જ આનંદમાં રહેતી ચાર્મી પણ ક્યારેય કોઈનાં વિશે ખરાબ ન ઈચ્છતી કે ન કરતી, હંમેશા લોકોની મદદ કરતી.

આજે રવિવાર હોવાથી ચાર્મી પોતાની જ સોસાયટીમાં રહેતી પોતાની બૅસ્ટ ફ્રેંન્ડ જાનવીનાં ધરે ગઈ, બર્થ ડે હોવાથી જાદવી પરી જેવી તૈયાર થઈ હતી, સૌ ભેગા મળીને કૅક કાપી, સૌ એ મસ્ત મજાની ગિફ્ટ આપી, જાનવીનાં દાદાએ જાનવીને મોટું ટૅડી ગિફ્ટમાં આપ્યું, દાદા સાથે ખુબ જ વહાલથી ચાર્મી અને જાનવી મસ્તી કરી, સૌ એ નાસ્તો કર્યા બાદ બંન્ને પોતાના રુમમાં જઈ હસતાં-રમતાં વાતો કરવાં લાગી, થોડીવાર પછી જાનવીને મમ્મીએ બંન્ને ને મોસંબીનું જ્યુશ આપ્યું અને ફરી બંન્ને વાતોમાં તલ્લીન થઈ ગઈ, દરરોજ સ્કુલ સાથે જ જતાં છતાં બંન્નેની વાતો પુરી ન થતી હતી, અચાનક શું થયું ચાર્મી અચાનક બોલી “મારે ધરે જવું છે?જાનવી અને મમ્મીએ કહ્યું કે થોડીવાર બેસ છતાં એક ની બે ન થઈ, ચાર્મી ધરે જવાની જીદ પકડી લીધી.
બપોર થઈ ગઈ હતી, સૂરજ માથા ઉપર હોવાં છતાં ચાર્મી ઉધાડાં પગે ધરે પહોંચવાં રીતસરની દોડ લગાવી. ન જાણે કેમ આજે એનું મોં ઉતરેલું હતું, ચહેરાંનાં હાવભાવ થોડાં બદલાયેલાં હતાં, થોડી દુઃખી માલુમ પડતી હતી.
ધરે જઈને સીધી રુમમાં જતી રહી, રડવાં લાગી.રડવાંનો અવાજ સાંભળતાં જ હિનાબહેન અને મનિષભાઈ દોડતાં દોડતાં રુમમાં આવ્યાં…

“શું થયું ચાર્મી દીકા, કેમ રડે છે?” બંન્ને એ સાથે જ પૂછ્યું

મનીષભાઈ એ ચાર્મીને ગોદમાં લઈ લીધી.

“અરે, બકા બોલને તને શું થયું, આજે પહેલીવાર તને આટલી ઉદાસ જોઉં છું, તારી ફ્રેન્ડે કંઈ કહ્યું? શું થયું બોલને બકા?

“અરે કંઈ નથી થયું બસ, કોઈકની યાદ આવી ગઈ એટલે રડું છું.” ચાર્મી નાં આંસું આંખમાંથી ઝરી રહ્યાં હતાં.

“પણ, તને કોણ યાદ આવ્યું કે તું રડી પડી બકા, કોઈકની યાદમાં રડવાંનું ના હોય, ચાલ, બોલ તને કોની યાદ આવી ગઈ? હું ફોન લગાવી આપું તેને” ચાર્મીનાં આંસું સાફ કરતાં હિનાબહેને કહ્યું.

“અમે, તારા આંસું ન જોઈ શકીયે, ગાંડી, બોલ શું થયું? મનિષભાઈએ ચાર્મીનાં માથા ઉપર હાથ ફેરવતાં કહ્યું.
“તમને ખબર છે, મારી બૅસ્ટફ્રેંન્ડ જાનવીનો બર્થ ડે હતો, જાનવીનાં ધરે અમે કૅક કાપી, બધા એ એને ગિફ્ટ આપ્યાં,પણ જાનવીને સૌથી વધારે તેના દાદા એ આપેલું ગિફ્ટ ગમ્યું, જાનવીનાં દાદા ખુબ જ સારા છે, કેટલી મસ્તી કરી અમે લોકોએ, જાનવીનાં દાદાએ કેટલી બધી વાર્તાઓ કરી, કાશ, મમ્મી મારા પણ દાદા હોત? પપ્પા મારા દાદા ક્યાં છે? મારે પણ એમની સાથે રમવું છે! ખુબ જ મસ્તી કરવી છે, મારી પણ કાલે બર્થ ડે છે, મને પણ દાદા જોઈયે, મને આપણો આ પરિવાર દાદા વિના અધૂરો લાગે છે,” ચાર્મી એકી શ્વાસે આટલું બોલી ગઈ.

મનિષભાઈ અને હિનાબહેન એકબીજા સામું જોતા જ રહી ગયાં, બંન્ને ના ચહેરાં ઉતરી ગયાં.. છતાં ચાર્મીને મનીષભાઈ એ કહ્યું.

“દિકા, હું છું ને હું વાર્તા કરીશ તને, હું તારી સાથે મસ્તી કરીશ”“હું પણ તને તારી ફ્રેંન્ડ જાનવી કરતાં મોટું ટૅડીબિયર આપીશ, લે હવે, તો ખુશ ને?” હિનાબહેને પ્રેમથી કહ્યું.
“ના, મમ્મા મારે દાદાના જ જોઈયે, મને પણ દાદાનો પ્રેમ જોઈયે, મારે પણ બીજા બાળકોની જેમ દાદા સાથે રમવું છે, ફરવું છે, એમની સાથે મોર્નિંગ વૉક ઉપર જવું છે. બસ, મને પણ એમનો નિઃશ્વાર્થ પ્રેમને માણવો છે,” ચાર્મીની આંખમાંથી ફરી પાછા આંસું વહેવાઘ માંડ્યાં.

“અરે, બકા તારા દાદા નથી, તને કઈ રીતે સમજાવીયે” મનિષભાઈ એ ચાર્મીને ચૂપ રાખતાં કહ્યું.
“જ્યારે પણ હું બહાર કોઈને પોતાનાં દાદા સાથે રમતાં જોંઉં છું તો, મારી આંખો ભરાઈ જાય છે, હું કેટલીયવાર આ આંસુંઓ છુપાવી લઉં છું,” ચાર્મીનો આંખો ભરાઈ ગઈ.

બંન્ને એ ચાર્મીને સાંતવના આપી અને એક જાણે ટાઈમશનીશ આવી ગયું હોય એમ વર્ષો પહેલાં નાં સમયમાં જાણે ભૂતકાળમાં જતા રહ્યાં.બંન્ને એક સાથે કૉલેજ કરતાં હતાં, એકમેકને ખુબ જ પ્રેમ કરતાં હતાં, બંન્ને લગ્ન કરવાં માંગતાં હતાં, પણ હિનાબેન એ એક ખુબ જ કપરી શરત રાખી હતી કે “જો મનિષ તમારે મારી સાથે લગ્ન કરવાં હોય તો, તમારે તમારા પિતાજીને એકલાં મૂકી મારી સાથે નવી જીંદગી એમના વિના ગુજારવી પડશે.

ધણી ના હોવાં છતાં ડરતાં ડરતાં મનિષે પોતાના પિતાને કહ્યું ત્યારે તેના પિતાએ ફક્ત એટલું જ કહ્યું કે “જા, બેટા તું તારી હિના સાથે ખુશ રેહજે, મારું શું? થોડું જ જીવદ બચ્યું છે, એ તો ગમેતેમ નિકળી જશે”

આટલું કહી મનિષનાં પિતાજી ધર છોડી જતાં રહ્યાં, અને મનિષ અને હિના પણ લગ્ન જીવનનાં બંધનમાં બંધાઈ ગયા.

પણ આજે વર્ષો બાદ પોતાની દિકરી થકી આજે પોતાના પિતાના પ્રેમનો અહેસાસ થયો, હિનાબહેનને પણ ખુબ જ પસ્તાવો થયો, કે આટલી નાના બાળા સમજી શકે છે, તો મેં આટલી મોટી ભૂલ કરી નાંખી, બંન્નેની આંખોમાં પસ્તાવાનાં આંસું હતાં, અને બંન્ને એ નક્કિ કર્યું કે કંઈ પણ થાય હવે, દાદાને એટલે કે મનિષનાં પિતા સાથે જ રહેશે.. અને પોતાની દિકરીની જીદ પુરી કરશે, અને ચાર્મીને દાદાજીનો પ્રેમ આપશે.

ચાર્મીને શાંત રાખી કહ્યું કે ચાર્મી દિકરાં આવતીકાલે તારી બર્થ કે ઉપર તારા જીવનની સૌથી બૅસ્ટ ગિફ્ટ આપીશું.

બીજા દિવસે મનિષભાઈ અને હિનાબહેન પોતાના પિતા પાસે ગયાં, બંન્ને એ માફિ માંગી અને ધરે આવવાં માટે મનાવી લીધાં.

સાંજે ચાર્મીને પરીની જેમ તૈયાર કરી, મોટી કૅક ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ, સોસાયટીનાં ટાબેરીયાં આવી ગયાં, પણ ચાર્મીનાં ચહેરાં ઉપર ખુશી દેખાતી ન હતી, એટલાંમાં જ અવાજ આવ્યો “હેપ્પી બર્થ ડે, ચાર્મી”
ચાર્મીએ પાછળ ફરીને જોયું, તો આશરે સાંઈઠ વર્ષનાં એક દાદા હતાં, એમનાં હાથમાં એક મોટું ટૅડિબિયર હતું, હિનાબહેને કહ્યું લે ચાર્મી તારું સરપ્રાઈઝ, તારા દાદા.

ચાર્મી, આજે ખુબ જ ખુશ હતી, જાણે સર્વસ્વ ખુશી મળી ગઈ, દોડતી દોડતી દાદાને જઈને ભેટી પડી… અદે બોલી ઉઠી “થૅક્યું, સો મચ, દાદાજી, થૅક્યું સો મચ મોમ-ડૅડ.”

મનિષભાઈ અને હિનાબહેની આંખમાં ખુશીનાં અને પસ્તાવાંનાં આંસું હતાં અદે એ આંસું ફક્ત ચાર્મીનાં દાદાજી જ ઓળખી શકતાં હતાં.

માન તમને હૃદયથી દઉં હું દાદાજી,
ચરણે તમારાં નમન કરું હું દાદાજી.
ઉપકાર જીવનમાં ન ભૂલાય તમારાં,
આશિષથી જ ઉજ્જવળ હું દાદાજી.
                                        – ક્રિતિ

લેખક : કુંજ જયાબેન પટેલ

રોજ આવી રસપ્રદ વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ” 

ટીપ્પણી