“વૃધ્ધાશ્રમ” – માતા-પિતાનાં ચરણોમાં સ્વર્ગ,

સવાર નો સમય હતો વાતાવરણ થોડું ખૂશનૂમાં હતું, સૂર્ય નિકળવામાં હજી થોડી વાર હોય એવું લાંગતું હતું. પરંતું વાદળો ને ચીરી ને સૂર્ય નાં કિરણો એક સરસ મજા નું દ્રશ્ય ઉભું કરી રહ્યાં હતાં. પંખીઓ નાં કલરવનો અવાજ વાતાવરણ ની શોભા વધારી રહ્યો હતો. શાંત વાતાવરણ માં પંખીઓનો મધૂર કલરવ એક ખૂબજ સુંદર સંગીત ની માફક રેલાય રહ્યું હતું.

કુંજનાં માતા-પિતા પોતાના ધર “કૃષ્ણકુંજ” માં ઘરમાં મંદિર વાળા રૂમમાં બેસી પૂજા કરી રહ્યાં હતાં.
ધરમાં એક ને એક દિકરો “કુંજ” જેના હાલમાં જ લગ્ન થયાં હતાં, આશરે 3 મહિનાં થયાં હશે.

એટલાં માં જ કુંજની પત્નિ પ્રિયા નો અવાજ આવે છે…
“કુંજ આ લો તમારા બૂટ પહેરી લો. અને આ લો તમારું ટિફિન. અને હા, સાંજે ધરે વહેલાં આવી જજો. અને હા એક અગત્ય ની વાત “હું તમારા ધરમાં તમારા માતા-પિતા સાથે ના રહી શકું” મને એમની સાથે નથી ફાવતું. દરરોજ કોઈને કોઈ વાત ઉપર ઝગડાંઓ શરૂ કરી દે છે. સાચ્ચે કુંજ મેં તમારી સાથે લગ્ન કરી ને ખૂબ જ મોટી ભૂલ કરી છે. તમારે જે કરવું હોય એ કરો પરંતું તમે તમારા માં-બાપ ને “વૃધ્ધાશ્રમ”માં મૂકી આવો.
પ્રિયા નાં આ શબ્દો સાંભળી કુંજ ગુસ્સામાં બોલ્યો “તને ના પાડી છે કે આ વિષય પર વાત ન કરવાની, તને કેટલી વાર કહેવાનું, આજ પછી આ વિષય પર વાત ન થવી જોઇયે.

કુંજ નો ગુસ્સો સાતમાં આસમાને હતો, કુંજ પ્રિયાએ આપેલ ટિફિન ગુસ્સામાં મૂકી દે છે. અને ટિફિન વગર ઑફિસ જતો રહે છે.
આ બાજું કુંજ ના માતા-પિતાં આ બધું જોઈ રહ્યાં હતાં. તેમને પૂજા કરવામાં ખલેલ પહોંચતી હતી.
કુંજ અને પ્રિયા નાં ઝગડાંઓ દિવસે દિવસે વધી રહ્યાં હતાં.
પ્રિયા પણ કુંજ ના ગયાં બાદ પોતાનાં બેડરૂમ માં જઈ ને સુઈ જાય છે.
આ તરફ કુંજ પણ ઑફીસ પહોંચી જાય છે. ત્યાં તેના મિત્રો તેની રાહ જોઈને ઉભા હતાં.

કુંજ નો ચહેરો સાફ સાફ દેખાતો હતો કે તે આજે ખૂબ જ ઉદાસ છે. આવતાંની સાથે જ તેના એક મિત્ર એ કુંજ ને પૂછી નાંખ્યું “શું થયું કુંજ કેમ સવાર માં તારો ચહેરો એકદમ ઉદાસ છે?”
બીજા મિત્ર એ કહ્યું “કેમ આજે તો Lunchbox પણ નય, સાચું બોલજે શું થયું??”

કુંજ બોલ્યો “જવા દો મિત્રો સવાર સવાર માં જ પત્નિ સાથે ઝગડો થઈ ગયો.”

મિત્ર એ કહ્યું “અરે યાર! આવાં નાના-મોટાં ઝગડાં તો પતિ-પત્નિ વચ્ચે થયાં કરે, અને આવાં ઝગડાં માં તું આટલો બધો ઉદાસ થઈ ગયો!!
કુંજ આ સાંભળી બોલ્યો “અરે જવાં દેવ આ વાત જ જીવન ખૂબ જ અધરું થઈ ગયું છે, ચાલો છોડો બધી વાત કામ કરીયે.”
આ ચર્ચા પૂરી કરી ત્રણે મિત્રો પોતપોતાના કામ માં વ્યસ્ત થઈ ગયાં.
આખો દિવસ કુંજ નાં મન માં એક જ વાત રમતી હતી, એનું કામ કરવાં પણ મૂડ લાંગતું ન હતું.

સાંજ ના ૬ વાગતાં ની સાથે કુંજ ઑફિસ થી ધરે જવાં માટે નિકળે છે. રસ્તાં માં પણ તેનાં મન માં એક જ સવાલ ભમી રહ્યો હતો. કે “પ્રિયા ને સમજાવવી કઈ રીતે??”
કુંજ ધરે આવે છે, ગાડી પાર્કિંગ માં પાર્ક કરી કુંજ ડૉરબૅલ વગાડે છે, દરવાજો ખૂલતાં ની સાથે જ પ્રિયાનો લાલચોળ ચહેરો જોતાની સાથે જ સમજી જાય છે કે “પ્રિયા નો ગુસ્સો હજી શાંત નથી થયો.
કુંજ નાં ધરમાં પગ મૂકતાં જ વાર તરત જ પ્રિયા કુંજ ને બૅડરૂમ માં ખેંચી ને લઈ જાય છે.

માતા-પિતા સોફા પર બેઠાં છે, શાંત વાતાવરણ આખું ધ્રુજી ઉઠે છે, પ્રિયા અને કુંજ નાં ઝગડાં નો અવાજ ધરમાં ચાલતી T.V ના અવાજ ને ધીમો પાડી દે છે.. પ્રિયા ખૂબ જ ગુસ્સામાં બોલી રહી હતી.
પ્રિયા : કુંજ આજે આ ધરમાં મારો છેલ્લો દિવસ છે, હવે આ ધરમાં ક્યાં તો હું રહીશ, ક્યાં તમારા માં-બાપ, અને તમારે તમારાં માતા-પિતા સાથે રહેવું હોય તો મને આજે જ “છૂટાંછેડાં” આપી દેવ.
કુંજ આ સાંભળી વિચારમાં પડી જાય છે કે હવે કરવું શું?
કુંજ ની હાલત “કાપો તો લોહી ના નિકળે” તેવી થઈ ગઈ હતી. પરંતું એ કરે તો કરે શું? કારણ કે પ્રિયા ને પણ પોતાના માં-બાપ જેટલો જ પ્રેમ કરતો હતો.

આ બધું કુંજ ના માતા-પિતા સાંભળી રહ્યાં હતાં, અને ત્યારબાદ કુંજ ની માતા કુંજ ને બોલાવે છે.
માતા : કુંજ દિકરાં, આ બાજું આવ, શું થયું? આ તમારા દરરોજ વધતાં જતાં ઝગડાં અમે નથી જોઈ શકતાં, તારી અને તારી પત્નિ ની ખુશી માટે અમેં કંઈ પણ કરી શકીયે છીઅે, અમારા લીધે તમારાં બંન્ને ના જીવન માં આવી તકલીફ આવે એ અમે જોઈ શકતાં નથી, એમ પણ હવે અમે કેટલું જીવવાનાં,
તું અમને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ, ત્યાં અમે શાંતિ થી રહીશું તું અને તારી પત્નિ અહીંયાં શાંતિ થી રહેજો.

કુંજ ના પિતા “કુંજ” નો હાથ બંન્ને ના માથા ઉપર મૂકાવી કહે છે.,
પિતા: કુંજ તને અમારા કસમ છે. અમને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ..
આ બોલતાં ની સાથે જ ત્રણે ની આંખો ચોધાર આંસું એ ટપકવાં લાગે છે.
આખી રાત કુંજ ને ઉંધ નથી આવતી એક બાજું પ્રિયા અને એક બાજું માતા-પિતા શું કરવું એને સમજ નથી પડતી.
પ્રિયાની “છૂટાછેડાં આપવાની ધમકી” તો બીજી બાજું “માતા-પિતા એ વૃધ્ધાશ્રમમાં મૂકી આવવાં આપેલી કસમ કુંજ ના કપાળ પર પરસેવો ઓછો થવાં દેતી ન હતી.

છેવટે સવાર થઈ રવિવાર ની સવાર હતી કુંજ તો આખી રાત સૂતો નહતો, અને છેવટે એણે નક્કિ કર્યું કે માતા-પિતા ને વ્રૃધ્ધાશ્રમ માં મૂકી આવશે.
કુંજ માતા-પિતા નાં સામાન પૅક કરી વૃધ્ધાશ્રમ જવાં નિકળે છે,
પ્રિયાં શિવાય તમામની આંખો માંથી મોતી વહી રહ્યાં હતાં.
ગાડી નાં ટાયર છેક વૃધ્ધાશ્રમ આવી ને અટકે છે, બધાં ગાડી માથી નીચે ઉતરે છે.

પરંતું ત્યાં કોઈ દેખાતું નથી, ત્યાંનું દ્રશ્ય જોઈ ને લાગે છે કે તે વૃધ્ધાશ્રમ બંધ થઈ ગયો હોય, વૃધ્ધો બેસતાં એ બાકડાં અને ખુરશી શિવાય કંઈ નજરે પડતું નથી, કુંજ અને પ્રિયા વૃધ્ધાશ્રમની ઑફિસ માં પહોંચે છે.
ત્યાં એક મૅડમ ને જોઈ ને કુંજ પૂછે છે,
કુંજ: ક્યાં ગયાં બધાં? અહીં કોઈ દેખાતું નથી?
મૅડમ: તમારે કોનું કામ છે? અહીં શા માટે આવ્યાં છો?
કુંજ: હું મારા માતા-પિતા ને અહીં મૂકવાં આવ્યો છું. પણ અહીંયાં કેમ કોઈ દેખાતું નથી?

મૅડમ: ભાઈ, આજે Sunday છે, “જીવદયા ટ્રસ્ટ” નાં વ્યક્તિ ઓ આવે છે અને અહીં રહેતાં તમામ માતા-પિતાઓ ની સેવાં કરે છે, અને આજે તો તેઓ બધાં માતા-પિતા ને મંદિરે દર્શન માટે લઈ ગયાં છે. થોડી વાર બેસો એ લોકો આવતાં જ હશે.
કુંજ તેના માતા-પિતા સાથે બેસે છે, અને પ્રિયા સામે ની ખુરશી માં બેસે છે.
અને આ બીજી તરફ જીવદયા ટ્રસ્ટ નાં વ્યક્તિ ઓ આવતાં દેખાય છે.
જીવદયા ટ્રસ્ટ નો એક વ્યક્તિ કુંજ નો મિત્ર હોય છે.
કુંજ ને જોતાની સાથે જ,

રવિ : અરે કુંજ! અહીંયા શું કરે છે?
કુંજ : મારા માતા-પિતા ને અહીં મૂકવાં આવ્યો છું.
જય : તું ગાંડો તો નથી થઈ ગયો ને?
કુંજ : ના યાર, મારી પત્નિ ને એમની સાથે નથી ફાવતું, અને એ મને “છૂટાછેડાં” ની ધમકી આપે છે. એટલે હું એમને અહી મૂકવાં આવ્યો છું.
જય : તો તારા માતા-પિતા એ કંઈ કહ્યું નહીં??
કુંજ : એમણે તો કહ્યું કે “કુંજ તારી અને પ્રિયા ની ખુશી માટે અમે કંઈ પણ કરી શકીયે, અદે માતા-પિતા એ મને કસમ આપી કે હું એમને અહીં મૂકી આવું એટલે….
રવિ એ કુંજ ને બોલતાં અટકાવી ને કહ્યું.

રવિ : ખરેખર કુંજ તું ખુબ જ મોટી ભૂલ કરી રહ્યો છે.
મિતુલ : જે માં-બાપે તને જન્મ આપ્યો, તને આટલો મોટો કર્યો, તારી ખુશી માટે આખું જીવન કમાઈ ને આટલું બધું કર્યું, તને એક પણ દુઃખ આપ્યાં વિનાં તને 26 વર્ષનો કર્યો, અને એના પરિણામ રૂપે તું એમને અહીં મૂકવાં આવે તે ખરેખર જરાં પણ યોગ્ય નથી.
જય : તમને ખબર છે, જે વ્યક્તિ માં-બાપ ને વૃધ્ધાશ્રમમાં મૂકી આવે એ વ્યક્તિ મંદિરે જવાં ને લાયક નથી હોતો.

કુંજ : હું તો બધું સમજું છું પણ મારી હાલત જ “સૂડી વચ્ચે ની સોપારી જેવી થઈ ગઈ છે”, તવે મારી પત્નિ ને સમજાવો. તે સમજવાં તૈયાર નથી, અને મારી સાથે દરરોજ આજ વાત ઉપર ઝગડાં ઓ કરે છે.
મયૂર : તને તારાં માં-બાપે 26 વર્ષનો કર્યો, અને 3 મહિનાં થી આવેલી આ પત્નિ ની જીદ પૂરી કરવાં આ પગલું ભરે એ સારું ન કહેવાય.
રવિ : આજ સુધી તું એ તારા માં-બાપ માટે કંઈ કર્યું, એ લોકો ની એક પણ જીદ પૂરી કરી?

કુંજ: મારી પત્નિ ખૂબ જ જીદ્દી છે, તમે એને કંઈ સમજાવો.
રવિ : ભાભી અહીં આવો, કેમ તમારાં મનમાં આવાં વિચારો આવે ક્યાંથી? ટી.વી અને સિરિયલો માંથી બરાબર ને?
મિતુલ : ભાભી માની લો કે, કુંજ તમારા ઘરે “ધરજમાઈ” તરીકે રહેતો હોય, અને એને તમારાં માતાં-પિતા સાથે ન ફાવે તો શું તમે તમારા માંતાં-પિતા ને વૃધ્ધાશ્રમ માં મૂકવાં જાવ ખરાં??

આ સાંભળી પ્રિયા નિચું જોઈ જાય છે, તે કંઈ બોલી શકતી નથી, અને કોઈની સામું જોઈ પણ નથી શકતી.

જય : માં-બાપ વગર નું જીવન કેવું હોય એની તમને શું ખબર? અનાથ બાળકો ને પૂછી જુઓ ખબર પડી જશે.
રવિ : “માં-બાપનાં ચરણો માં તો સ્વર્ગ છે”, એમની સાથે સંપી ને રહેવાંની મજા જ કંઈક અલગ હોય છે.
પ્રિયાની આંખો આંસું થી ભરાય આવે છે, અને રડતાં રડતાં કહે છે.
પ્રિયા : હા, ભાઈયો મને મારી ભૂલ સમજાય ગઈ.
પ્રિયા માતા-પિતા ને પગે લાગે છે. અને કહે છે.
“મને માફ કરી દો, હું ખૂબ જ માટી કરવાં જઈ રહી હતી, હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું, અને મારા પોતાનાં માં-બાપ છે એ રીતે જ રહીશ, અને હા આજ પછી હું કોઈ દિવસ ઝગડો નહીં કરું, અને હા, બીજા કોઈ ને પણ આ કામ કરતાં અટકાવીશ,
અને હું “વૃધ્ધાશ્રમ ને તાળાં લાગે એવાં ઝુંબેશ કરીશ.”

ત્યાં રહેલ બધાં માતા-પિતા તેમજ કુંજ અને પ્રિયા પણ નાં તાળી નાં ગડગડાટ સાથે જીવદયા ટ્રસ્ટ નો આભાર માને છે. અને પ્રિયા અને કુંજ પોતાના માં-બાપ ને સાથે ખુશી નાં આંસું સાથે ધરે લઈ જાય છે.

જીવદયા ટ્રસ્ટ ના વ્યક્તિ ઓ પણ કંઈક સારું કર્યા નો વિચાર કરી ખૂબ જ ખૂશ થાય છે…

લેખક : કુંજ જયાબેન પટેલ

શેર કરો આ લાગણીસભર વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી