“ક્રિસમસ ડે” મિત્રો આજે 25 ડિસેમ્બર છે, એટલે કે “નાતાલ” અંગ્રેજી માં “ક્રિસમસ ડે” તો ચાલો એનો ઈતિહાસ જાણીએ

ક્રિસમસ ડે
મિત્રો આજે 25 ડિસેમ્બર છે, એટલે કે “નાતાલ” અંગ્રેજી માં “ક્રિસમસ ડે”.. પરંતું તમને ખબર છે નાતાલ વિશે કંઈ તો આજે થોડી માહિતી જાણો.
ખ્રિસ્તીઓનાં આ તહેવાર ને ગુજરાત માં “નાતાલ” તરીકે ઓળખવામાં આવે છે. આશરે ૨૦૦૦ વર્ષ પહેલાં બૅથલેહેમ શહેરનાં દાઉદ નગરનાં નાઝરેથ ગામમાં બાળ ઈસુંનો જન્મ સાધારણ ગભાણમાં થયો હતો. આ દિવસે કડકડતી ઠંડી હતી. માતા ‘મરિયમ’ અને પિતા ‘યુસુફ’ ઈસુ ખ્રિસ્તનાં જન્મ સમયે પ્રસુતિ માટે ધણી જગ્યાં એ ભટક્યાં હતાં, પરંતું તેઓને ક્યાંય જગ્યા મળી ન હતી. અને છેવટે તેઓ એ ગભાણમાં આશરો લીધો, અને ઈસુ ખ્રિસ્ત નો જન્મ થયો.
ક્રિસમસનો તહેવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં જન્મદિનનાં સ્મરણાર્થે કરવામાં આવે છે. ખ્રિસ્તી સમુદાયનાં લોકોનું એવું માનવું છે કે..
માનવ સમુદાય દ્વારા આચરવામાં આવેલાં પાપ ને સરભર કરવાં ઈશ્વરે પૃથ્વી ઉપર માનવરૂપે જન્મ લીધો. જેની તારીખ 25 ડિસેમ્બર માનવામાં આવે છે. અને આ જ “ક્રિસમસ ડે” ની ઉજવળી નું મુખ્ય કારણ છે.
“ક્રીસમસ ડે” ની પરંપરાગત ઉજવણી યુ.એસ નાં ફ્લોરિડા ખાતે આવેલાં “ટેલાંહાસી” ખાતે કરવામાં આવી છે.
તહેવાર ની પરંપરા અને ઉજવણી
– વર્ષ 336 માં રોમન દેવળ ખાતે પ્રથમ વખત જન્મદિનની ઉજવણી ની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.
– વર્ષ 354 માં રોજ લખવામાં આવેલાં કાલલેખમાં ઈસુ ના જન્મદિનની તારીખ 25 ડિસેમ્બર હોવાંનું જણાય છે.
ક્રિસમસ એટલે શું?
– નાતાલ એટલે કે ક્રિસમસ શબ્દ “ક્રાઈસ્ટસ માસ”નામ ઉપરથી ઉતરી આવ્યો છે. અને આ શબ્દ “ક્રાઈસ્ટેસ” શબ્દ ઉપરથી અસ્તિત્વમાં આવ્યો.
– ગ્રીક ભાષા માં ઇશુ ખ્રિસ્ત નાં નામ “ક્રાઈસ્ટ” નાં પ્રથમ અક્ષર તરીકે અંગ્રેજી આલ્ફાબૅટ ” X ” નો ઉપયોગ કયરવામાં આવે છે.
– 16મી સદી દા મધ્યભાગથી ક્રાઈસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તનાં નામનાં ટૂંકા નામ સ્વરૂપે ઉપયોગમાં લેવાની શરૂઆત થઈ.
– આ જ પરિણામે આજે આપણે ક્રિસમસને
“X-MAS”  લખીયે છીએ.
ઉજવણી
– આ તહેવારની ઉજવણી વિશ્વનાં તમામ દેશોમાં કરવામાં આવે છે, પહેલાં ના સમય માં જ્યાં ખ્રિસ્તીઓની સંખ્યા વધારે હોય ત્યાં જ થતી, પરંતું આજના સમયે જે દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યાં નહીંવત છે એવા દેશોમાં પણ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે.
– ગોવા જેવાં રાજ્યોમાં તો નાતાલની ઉજવણી લગભગ 10 દિવસ સુધી કરવામાં આવે છે.
– અલગ અલગ દેશોમાં ખ્રિસ્તી પરંપરા મુજબ વિવિધ રૂપે કરવામાં આવે છે.
– ઑસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપ જેવાં દેશો માં ક્રિસમસની ઉજવણી માં ધર, મકાનો તેમજ ચર્ચ ને લાઈટીંગ વડે શુશોભિત કરવામાં આવે છે.
– અમુક દેશોમાં આ દિવસે નાટકોમાં ભાગ લેવો, તેમજ દેવળોમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
– ધણાં દેશોમાં નાતાલના દિવસે લોકો ધાર્મિક સરધસોનું અને પરેડો નું આયોજન કરવામાં આવે છે.
– કૌટુંબિક મેળાવડો અને ભેટ-સોગાદોનું આદાન-પ્રદાન પણ ક્રિસમસની ઉજવણીનો એક હિસ્સો છે.
– વિશ્વનાં ધણાં દેશોમાં ક્રિસમસની અભિવાદન વ્યક્ત કરતી પત્રિકાઓની આપ-લે પણ આ તહેવારની આગવી ઓળખ છે.
– બાળકો ને ચોકલેટ, ગિફ્ટ તેમજ રમકડાં આપવાંની પરંપરાં ધણાં દેશોમાં પ્રચલિત છે.
– અવનવી વાનગી, કૅક, પ્રેસ્ટ્રી, તેમજ મીઠાઈ બનાવી ખાવી પણ ક્રિસમસ ડે ની ઉજવણી નો એક હિસ્સો છે.
– રમ જેવા પદાર્થો માંથી બનાવેલ પીણું તેમજ વાઈનની બૉટલો સાથે ની ઊજવણી હાલ ના સમયમાં દરેક દેશોમાં જોવાં મળી રહી છે.
ક્રિસમસ ટ્રી
– નાતાલ ના પહેલાં નાં સમયથી રોમન શાશન દરમિયાન ના લોકો કાયમ લાલાં રહેનારાં વૃક્ષની ડાળી ઓ ધરે લઈ આવતાં અને તેને સજાવી આ તહેવારની ઉજવણી કરતાં.
– ત્યારબાદ લંડન માં એવો રિવાજ પ્રચલિત બન્યો કે આ દિવસે તમામ ધરો અને દેવળો માં  સદાપર્ણી “ઓક” નાંમના વૃક્ષની ડાળીઓ લાવી તેની સજાવટ કરવી.
– 19 મી સદી માં “મૅક્સિકો” માં થતાં “પોઈન્સેટિયાં” નાંમનું વૃક્ષ “ક્રિસમસ ટ્રી” તરીકે ઓળખાય છે.
સાંન્તાક્લૉઝ
– આ એક એવું પાત્ર છે જેના વિશે દુનિયાનો એક પણ વ્યક્તિ અજાણ ન હોય…
– લાલ રંગનાં ઝભ્ભાદાર કપડાં લાંબી સફેદ દાઢી-મુંછ, માથા ઉપર ટોપી, બગલમાં એક મોટો થેલો આ છે એમની ઓળખ.
– સિન્ટરક્લાસ અથવા તો સંત નિકોલસ ને લોકો અસલ સાન્તાક્લોઝ તરીકે ઓળખે છે.
– સાન્તાકલોઝ ની રજુઆત સૌપ્રથમ ઈ.સ 1810 માં અમેરિકા ખાતે કરવામાં આવી હતી.
– આજે પણ ધણાં દેશોમાં ક્રિસમસ ડે નાં દિવસે બહુરૂપી કલાકાર સાન્તાક્લોઝ બની બાળકો ને ગિફ્ટ અને ચોકલેટ વહેંચી આ નાતાલ ની ઉજવણી કરે છે.
તમામ ને ક્રિસમસ ડે ની શુભેચ્છા.
marry Christmas.
સોર્સ:- ઈન્ટરનેટ
સંકલન :- કુંજ જયાબેન પટેલ

ટીપ્પણી