વાંચો ખુબ જ સમજવા જેવી માઈક્રોસ્ટોરી

૧. અંધશ્રધ્ધા
દિપક ભાઈ મોટિવેશન વક્તા હતા. દરરોજ સ્કુલ, કૉલેજો માં જઈને અંધશ્રધ્ધા માં ન માનવા વિષય પર વાતો કરતાં…
એક દિવસ સવારે ધરેથી એક શાળામાં મિટીંગ માટે જવા નિકળ્યા, ધરની બહાર રસ્તે બિલાડી આવી ગઈ તેથી તે દિવસે દિપકભાઈ એ ધરની બહાર જવાનું ટાળી નાંખ્યું…
૨. વૃક્ષપ્રેમી
પર્યાવરણ દિન નિમિત્તે મુકેશભાઈ એ “વૃક્ષારોપણ કાર્યક્રમ” માં ગામમાં સવારથી સાંજ સુધી આખો દિવસ જમવા વગર હાજરી આપી.
સાંજે ધરે આવ્યા બાદ પોતાનાં ધરનાં પાર્કિંગને નડતરૂપ વૃક્ષને મજુરો પાસે કપાવડાવી નાંખયું…
૩.માતા-પિતાનો પ્રેમ
કૃણાલભાઈ આજે ૧૦ તારીખ અને રવિવાર હોવાથી વૃધ્ધાશ્રમમાં રાખેલ માતા-પિતા નાં ભરણપોષણ પેટે ની ફી ભરીને ધરે આવ્યાં.
પોતાના એકના એક દિકરાં હર્ષને એક પાઠ ભણાવતાં કહેવાં લાગ્યાં ” માતા-પિતા નાં ચરણોમાં સ્વર્ગ છે, એમને કોઈ દિવસ દુઃખી ન કરવાં.”
૪. વાસી ખોરાક
અનંત અને મિત જમવાં માટે હોટેલ જવાં રવાનાં થયાં.
અનંત પોતાનાં ખિસ્સાં માંથી માવો કાઢીને ખાવાં લાગ્યો, મિત પણ સિગરેટ કાઢી પિવાં લાગ્યો અને હોટલમાં પહોંચી ગયાં. હોટેલ માં જઈને વેઈટરને ઓર્ડર આપતાં કહ્યું “અમને તાજી વસ્તુંમાંથી બનેલ જમવાનું આપજો, અમને વાસી ખાવાથી અમારા શરીરને નુકસાન થાય છે.”
૫. પ્રદુષણ
શાળામાં વર્ગ શિક્ષક છેલ્લાં તાસ માં પ્રદુષણ અને તેનાથી થતાં નુકશાન અંગે નો પાઠ ભણાવી રહ્યાં. શાળા છુટવાંનો ધંટ સાંભળી તમામ બાળકો શાળાએથી જતાં રહ્યાં વર્ગશિક્ષક પોતાનાં એકદમ જુંનાં “અવાજ” કાઢતાં અને “ધૂમાડાં” કાઢતાં સ્કૂટર લઈને શાળાની બહાર જતાં રહ્યાં…
૬. પૈસાનો દુરઉપયોગ
તૃપ્તિ અને અશ્વિની રવિવાર હોવાથી બ્યુટીપાર્લરમાં ગયાં. વાળ કપાવતાં તૃપ્તિ એ કહ્યું “અશ્વિની ગઈ કાલે જ મેં વાંચ્યું “પૈસાનો દુરઉયોગ કરવાનું ટાળવું જોઈયે”… સરસ લેખ હતો.
“સાચ્ચી વાત છે તૃપ્તિ, મેં પણ વાંચ્યું છે ખૂબ જ સરસ હતું, અને હા ચાલ, હું જાઉં છું , આજે સાંજે કિટીપાર્ટી છે તું વહેલી આવી રહેજે…
૭. લાંચ
ધારાસભ્ય એ સભાની છેલ્લી મિનિટમાં લાંચ ને સંબોધન કરતાં કહ્યું કે “લાંચ લેનાર ને અમારી સરકાર માફ નહીં કરે”.
સભા પૂરી કરી ગાડીમાં જતાં હતાં અને ફોનની ધંટડી રણકી સામે છેડેથી અવાજ આવ્યો “સાહેબ, જેંતીલાલ બિલ્ડર બોલું છું તમે બિલ્ડીંગ પાસ કરાવવા માટે જે કર્યું એના ઈનામ પેટેની રકમ તમારા ધરે આજે પહોંચી જશે”…
૮. સજા
ચિરાગભાઈનો આજે જન્મદિવસ હોવાથી ગરીબો ને જમાડવાં મંદિરમાં ગયાં સૌને પ્રેમથી જમાડી ઘરે આવ્યાં અને ધરે આવતાં જોયું કે આજે તેનાં નોકર રાજું એ કામ કરતાં એક કાચ તોડી નાંખ્યો છે.
આવીને ખૂબ જ ગુસ્સામાં કહ્યું “આજે તને ખાવાનું નહીં મળે, ધરમાં નુકશાન કર્યું તેની તારી આજ સજા છે.”
૯. સેવા
નિકુંજભાઈ પોતાનાં ચેરિટેબલ સંસ્થા સાથે અપંગો ને ટ્રાઈસિકલ અને ધોડી વહેંચી ને પોતાની કારમાં ધરે આવી રહ્યાં હતાં. રસ્તા માં “ઝિબ્રા ક્રોસિંગ” ઉપરથી એક માજી ધોડી લઈને રસ્તો ક્રોસ કરતાં હતાં અને નિકુંજભાઈ ની ગાડી ની ઝડપ વધારે હોવાથી માજી કચડાઈ મર્યાં.
૧૦. માનવતા
મહેશભાઈને ૧૯ વર્ષ થઈ ગયાં પોતાની સંસ્થામાં ફરજ નિભાવતા, એમને હંમેશા લગાવ રહેતો, દરરોજ માનવ ઉત્થાન્ન સેવા સમિતિ દ્વારા કરવામાં આવતા પ્રવચનો માં “માનવતા” દર્શાવતાં.
ધરે ગયાં પોતાનાં ગધેડાં પીઠ ઉપર ૨ ની જગ્યા એ ૪ ગૂંણી લાદી દીધી…
લેખક :  કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર”
વાર્તાઓ વાંચવા તેમજ અવનવી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી