કુંડળીના દોષ દૂર કરવા માટે પહેરો તાંબાની વીંટી, પણ કેવી રીતે જાણવા કરો ક્લિક

તાંબાની વીંટી પહેરવાના ચમત્કારીક ફાયદા

તાંબુ એક ધાતુ છે.તાંબા ની અંદર અન્ય ધાતુઓ ના મિશ્રણ થી વાસણો બનાવવામાં આવે છે. ઈલેક્ટ્રીક ના વાયરોમાં પણ તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે . પ્રાચીનકાળમાં તો તાંબાના ઉપયોગથી હથિયારો પણ બનાવવામાં આવતા હતા.કહેવાય છે કે લોખંડથી પણ પહેલા તાંબું અપનાવવાનું શરૂ થયું હતું.

image source

સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તાંબું આરોગ્યપ્રદ માનવામાં આવે છે.તાંબાના વાસણમાં પાણી ભરીને પીવાથી તામ્રવરની ત્વચા પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં પૂજામાં પણ સોના અને ચાંદી ઉપરાંત વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ધાર્મિક દ્રષ્ટિએ પણ તાંબાનું મહત્વ છે. આરોગ્યની સાથે સાથે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ તેનું વિશેષ મહત્ત્વ છે.

image source

ગ્રહદોષ, પિતૃદોષના નિવારણ માટે તાંબાનું દાન કરવામાં આવે છે અને તાંબાના દાગીના બનાવીને પણ પહેરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં તો નવગ્રહ મુજબ તમામ ગ્રહની અલગ અલગ ધાતુ પણ દર્શાવવામાં આવી છે. તાંબુ સૂર્ય અને મંગળ ની ધાતુ માનવામાં આવે છે.કહેવાય છે કે તાંબાની વીટી પહેરવાથી પણ ઘણા ચમત્કારિક લાભ થાય છે. સૂર્ય અને મંગળ દોષને કારણે થતા રોગના નિવારણ માટે તાંબાની વીંટી પહેરવામાં આવે છે.

આયુર્વેદિક દ્રષ્ટિએ પણ જોઈએ તો તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.તાંબાની વીટી સતત શરીરના સમ્પર્કમાં રહેતી હોવાથી તેના ઔષધિય ગુણો શરીરને મળે છે. તાંબામાં લોહીને સ્વચ્છ કરવાનો ઓષધીય ગુણ રહ્યો છે. તાંબુ ત્વચાની ચમક માં પણ વધારો કરે છે.

image source

તાંબાની વીંટી ધારણ કરવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે .હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડપ્રેશરના દર્દી એ તાંબાની વીંટી પહેરવી જોઈએ. કહેવાય છે કે તાંબુ શરીરમાં આવતા સોજા ને રોકવાનો ઔષધીય ગુણ ધરાવે છે. માટે તાંબાની વીંટી પહેરવાથી શરીરમાં સોજા ઓછા આવે છે.

તાંબાની વીંટી ધારણ કરવાથી શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે ઉપરાંત શારીરિક અને માનસિક તણાવ ઓછો થાય છે. તાંબાની વીટી પહેરવાથી ક્રોધ પર નિયંત્રણ રહે છે.મન પ્રફુલ્લિત રહે છે.

image source

તાંબાની વીંટી પહેરવાથી પેટને લગતી સમસ્યામાં પણ રાહત મળે છે. તાંબુ ત્વચાની ચમક પણ જાળવી રાખે છે. તાંબાની વીંટી પહેરવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ ઘટાડે છે.

તાંબુ શરીર માટે પણ મહત્વનું ખનિજ તત્વ છે. તાંબાની વીંટી કે તાંબાનું કડુ પહેરવાથી શરીરમાં કોપર ની ઉણપ પણ કેટલેક અંશે દૂર થાય છે.

image source

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો તાંબુ સૂર્ય અને મંગળ ગ્રહની ધાતુ છે. સૂર્યને યશ અને સન્માનનું પ્રતિક ગણવામાં આવે છે તેથી તાંબાની વીંટી પહેરવાથી વ્યક્તિને સમાજમાં આદર અને સન્માન પ્રાપ્ત થાય છે. સૂર્ય બધા ગ્રહોનો રાજા ગણાય છે અને તેથી સૂર્યના ગ્રહ ની ધાતુઓને ધારણ કરવાથી રાજશી વૈભવમાં વધારો થાય છે.

કુંડળી દોષના નિવારણ માટે તાંબાની વીંટી સૂર્યની આંગળી માં એટલે કે રિંગ ફિંગર માં પહેરવી જોઈએ.

image source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તાંબાની વીંટીમાં માણેક તથા રત્ન પણ પહેરી શકાય છે પરંતુ તે જ્યોતિષ નિષ્ણાતની સલાહ મુજબ પહેરવા હિતાવહ છે. પણ તાંબાની વીંટી પહેરવા માટે કોઈની સલાહ આવશ્યક નથી. તે ગમે ત્યારે ધારણ કરી શકાય છે. ભારતના વગર ની વીટી કોઈપણ હાથમાં પહેરી શકાય છે.ભારતના વગર પણ તાંબાની વીંટી ધારણ કરવાથી સૂર્ય અને મંગળના અશુભ પ્રભાવ ઓછો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ