કુમકુમ’ની આ તસવીરો જોઇને તમે પણ નહિં ઓળખી શકો તેને, જોઇ લો Before And After PHOTOS

૧૭ વર્ષ પહેલાં જુહી પરમારે સ્ટાર પલ્સની ‘કુમકુમ-એક પ્યારાસા બંધન’ થી લોકોના ઘરોમાં દસ્તક દીધી હતી. ‘કુમકુમ’ સીરિયલમાં જુહીને એક સારી દીકરી, વહુ, પત્ની અને માં બનીને એક મિશાલ કાયમ કરી હતી. ત્યારપછી લોકો જુહીને રિયલ લાઈફમાં પણ કુમકુમના નામથી જ બોલાવતા હતા. ‘કુમકુમ-એક પ્યારાસા બંધન’ આ સિરિયલને ઓફ એર થયાને વર્ષો થઈ ગયા છે. જુહી પરમારે કરિયરની શરૂઆત ઝી ટીવી પર એક હોરર શો ‘વો’થી કરી હતી. આજે એજ કુમકુમ એટલે કે જુહી પરમારનો હેપી બર્થ ડે છે.

image source

‘કુમકુમ-એક પ્યારાસા બંધન’ આ સિરિયલ વર્ષ ૨૦૦૨માં ટેલિવિઝન પર શરૂ થઈ હતી. આ શોમાં જુહીની સાથે હુસૈન કુવાજરવાલા, અરુણ બાલી અને રીતા ભાદુરી પણ હતા. આ શો દર્શકોને ખૂબ પસંદ હોવાથી સાત વર્ષ સુધી ઓન એર રહ્યો હતો. આ શો પછી જુહી કેટલીક અન્ય સિરિયલ્સમાં પણ જોવા મળી. એમાં ‘વિરાસત’, ‘કુસુમ’, ‘દેવી’, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ , ‘તેરે ઇશ્ક મેં’, ‘સંતોષી માં’ અને ‘કર્મફલ દાતા શનિ’ માં પણ જોવા મળી હતી.

image source

આ સિવાય તે કેટલાક રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. જેમ કે ‘પતિ, પત્ની ઔર વો’ અને ‘કિચન ચેમ્પિયન’માં પણ જોવા મળી હતી. ખાસ વાત એ છે કે જુહી પરમાર ‘બિગબોસ સિઝન 5ની વિનર’ રહી ચુકી છે. ‘કુમકુમ’ સિરિયલથી અત્યાર સુધીમાં જુહીના લુકમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. વચ્ચે જુહીનું વજન ખૂબ બધી ગયું હતું. આ વાતનો ખુલાસો તેને ‘બીગબોસ સિઝન 5’ દરમિયાન કર્યો હતો.

image source

કેટલાક વર્ષ પહેલાં ઇકોનોમિક્સ ટાઈમ્સમાં ઇન્ટરવ્યૂમાં જુહીએ પોતાના વધી ગયેલા વજનની વાત કરી હતી. જુહીએ કહ્યું હતું કે ‘ તે ફરીથી કામ શરૂ કરવા ઈચ્છે છે પણ મારુ વધેલું વજન સૌથી મોટી મુશ્કેલી છે. જે મેડીકલ કારણોના લીધે વધી ગયું છે. જોકે ઇન્ડસ્ટ્રીમાં કોઈ તર્ક ચાલતો નથી’. જુહી પરમારે હવે વજન ઘણું ઓછું કરી લીધું છે તેમજ તે હવે ફિટ દેખાઈ રહી છે. જુહીએ ૧૭ કિલો વજન ઓછું કરીને ‘કર્મફલ દાતા શનિ’માં જોવા મળી હતી. આ શો વર્ષ ૨૦૧૮માં ઓફ એર થયો હતો. જુહી છેલ્લીવાર ‘તંત્ર’ સીરિયલમાં જોવા મળી હતી.

image source

જુહી પરમારે એક્ટર સચિન શ્રોફ સાથે વર્ષ ૨૦૦૯ માં લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૨માં જુહી પરમાર ‘બીગબોસ સિઝન5’ની વિનર બની હતી. ત્યારબાદ તેને સમાયરાને જન્મ આપ્યો હતો. તેના થોડા સમય પછી જુહી અને સચીનના સંબંધમાં દરાર પડી ગઈ અને વર્ષ ૨૦૧૮માં બન્નેએ તલાક લઈ લીધા. હાલમાં જુહી તેની દીકરી સમાયરાનો ઉછેર કરી રહી છે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ