કુંભના મેળામાં સ્નાન કરવા જાવ તો સાથે સાથે દર્શન કરો આ શકિતપીઠના…

પ્રયાગરાજ ફક્ત ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમસ્થાન જ નથી પણ શક્તિનું મુખ્ય કેન્દ્ર છે. પ્રયાગરાજમાં શક્તિની સાધનાના ઘણા મુખ્ય મંદિર આવેલ છે. જેમ કે અલોપશંકરી, કલ્યાણ દેવી, લલીતા દેવી વગેરે જેવા મંદિર.

આ બધા મંદિરમાં લલિતાનું મંદિર શક્તિના સાધકો માટે વિશેષ ધ્યાન મહત્વનું છે. કારણ કે આ ૫૧ શક્તિપીઠમાંથી એક છે. આ સ્થાન એ સંગમ તટ થી લગભગ ૫ કિલોમીટર દૂર છે. માન્યતા છે કે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી એ માતા લલિતાના પગે સ્પર્શ કરીને વહે છે. આ જ કારણ છે કે સંગમ સ્નાન કર્યા પછી આ પવન શક્તિપીઠના દર્શન કરવા જ જોઈએ.

દુર્ગાસપ્તશતીઅ હૃદયે લલીતા દેવી એવું કહેવાયું છે. આનો અર્થ એ છે કે લલિતા દરેક પ્રાણીઓના હૃદયમાં વસતી હોય છે. પૌરાણિક કથા અનુસાર સતી જયારે પોતાના પિતા પ્રજાપતિ દક્ષ દ્વારા ભગવાન શિવનું અપમાન સહન નથી કરી શકતા અને તેમનાથી દુખી થઈને તેઓ યજ્ઞકુંડમાં આત્મદાહ કરી દે છે. જયારે આ વાત એ પ્રભુ શિવજીને ખબર પડી તી તેઓ સતી માતાના શબને લઈએ ગુસ્સામાં બધે ફરવા લાગે છે.

માતા સતીના મોહથી ભગવાન શિવને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુ એ પોતાના સુદર્શન દ્વારા સતીના શરીરના ટુકડા કરે છે અને જ્યાં જ્યાં માતા સતીના શરીરના અંગો જ્યાં પણ ધરતી પર પડે છે ત્યાં તેમનું એક શકિતપીઠ બનતા ગયા. પ્રયાગમાં માતા સતીના હાથની આંગળીઓ પડી હતી એટલે રાજરાજેશ્વરી, શિવપ્રિયા, ત્રિપુર સુંદરી એવા માતા લલીતા દેવાના પ્રાદુભાર્વ ભય-ભૈરવથી સાથે થાય છે. અહિયાં માતા મહાકાલી, મહા લક્ષ્મી અને મહાસરસ્વતીના સ્વરૂપે વિરાજમાન છે.

૧૦૦ ફૂટ ઊંચું છે માતાનું મંદિર, જે સ્થાને માતાની આંગળીઓ પડી હતી ત્યાં આજે ૧૦૮ ફૂટ ઊંચું બહુ જ વિશાળ મંદિર છે. પ્રયાગરાજ શહેર મધ્યમાં યમુના નદીના કિનારે મીરાપુર સ્થિત જગ્યાએ આવેલ છે. આ મંદિરએ શ્રીયંત્ર પર આધારિત છે. નવરાત્રીના સમયે અહિયાં અનેક ભક્તો બહુ દૂર દુરથી આવતા હોય છે. નવરાત્રીના ૯ દિવસ દરમિયાન અહિયાં માતાને દરરોજ અલગ અલગ સણગાર કરવામાં આવે છે.

મંદિરના આંગણામાં એક બહુ જૂનું પીપળાનું ઝાડ છે, તેના થડ પર દોરો બાંધીને માનવામાં આવતી માનતા પૂર્ણ થાય છે.અહિયાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ, સીતા અને રાધા કૃષ્ણની સાથે સાથે હનુમાનજી પણ મૂર્તિ સ્વરૂપે વિરાજમાન છે.