કુંભમાં આજે પ્રથમ શાહી સ્નાન, આ લોકોને જ મળશે પ્રવેશ, જાણી લો કોરોના કાળમાં શું કરી છે ખાસ વ્યવસ્થા

કુંભનગરી હરિદ્વારમાં પ્રથમ શાહી સ્નાનને લઈને સાધુ-સંતોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે મહાશિવરાત્રિ નિમિત્તે તમામ સાધુ-સંતો શાહી સ્નાન કરશે. આ વખતે કોરોનાને કારણે સરકારનો કુંભના સમયને ચાર મહિનાથી ઘટાડીને એક મહિના કરી દેવામાં આવ્યો છે. સરકારની જાહેરનામા મુજબ, કુંભ 1 એપ્રિલથી 30 એપ્રિલ એપ્રિલ સુધી જ રહેશે, પરંતુ અખાડાઓની પરંપરા મુજબ પહેલું શાહી સ્નાન મહાશિવરાત્રિના દિવસથી શરૂ થઈ રહ્યું છે.હરિદ્વાર કુંભ મેળાના IG પોલીસ સંજય ગુંજ્યાલે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં લગભગ 22 લાખ ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવી છે. અખાડા શાહી સ્નાન માટે તૈયાર છે, તેથી હવે અમે હર કી પૌડી ઘાટને ખાલી કરવા જઈ રહ્યા છીએ.

image soucre

મત્સ્ય પુરાણ વર્ણિત સમુદ્ર મંથનની કથા અનુસાર અમૃત કળશને મેળવવા માટે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે 12 વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો.આ જ સંઘર્ષમાં ભારતનાં ચાર સ્થળો પર અમૃતના છાટા ઉડ્યા હતા. આ જ ચાર સ્થળો એટલે કે પ્રયાગરાજ (અલાહાબાદ), હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. અહીં નદીઓના કિનારે દર 12 વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે.જ્યોતિષ માને છે કે કુંભના આયોજનમાં ગુરુ ગ્રહની સ્થિતિ ખૂબ મહત્ત્વ ધરાવે છે. જ્યારે આ ગ્રહ મેષ રાશિમાં હોય છે પ્રયાગમાં પૂર્ણ કુંભ અને જ્યારે વૃશ્ચિક રાશિમાં હોય છે તો અર્ધ કુંભ. આ આધારે આ અર્ધ કુંભ છે.

આખી રાત ભક્તો ઊમટી રહ્યા હતા

image soucre

શાહી સ્નાન પૂર્વે આખી રાત ભક્તોએ બ્રહ્મકુંડ, હર કી પૌડીમાં સ્નાન કર્યું. સવારની આરતી સાથે સામાન્ય નાગરિકોને અહીં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અહીં ફક્ત સાધુ-સંતોને જ સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે અન્ય ઘાટ સામાન્ય લોકો માટે ખુલ્લા રહેશે. જોકે પરંપરા મુજબ બ્રહ્મકુંડમાં જ શાહી સ્નાનનું સૌથી વધુ મહત્ત્વ હોવાનું કહેવાય છે.

જૂના અખાડા સાથે આહ્વાન અને અગ્નિ અખાડા પણ

image soucre

શિવરાત્રિના દિવસે પ્રથમ શાહી સ્નાનમાં સૌપ્રથમ જૂના અખાડા ભાગ લેશે. જૂના અખાડાની સાથે તેના સાથી અખાડા આહ્વાન અગ્નિ અખાડા પણ શાહી સ્નાન કરશે. હરિદ્વાર કુંભમાં પ્રથમ વખત સામેલ થઈ રહેલા કિન્નર અખાડાને પણ આ વખતે જૂના અખાડા સાથે જ સ્નાન કરવાનો મોકો મળ્યો છે. આ પછી બીજા નંબર પર નિરંજની અને તેની સાથે આનંદ અખાડા શાહી સ્નાન કરવા જશે, ત્રીજા નંબર પર મહાનિર્વાણી અને અટલ અખાડા સ્નાન કરશે.

12, 14 અને 27 એપ્રિલે આગામી શાહી સ્નાન

image soucre

આગામી શાહી સ્નાન 12, 14 અને 27 એપ્રિલના રોજ થશે, તે શાહી સ્નાનમાં અખાડાઓનો ક્રમ બદલવામાં આવશે. નિરંજની અખાડા આગામી શાહી સ્નાનમાં પ્રથમ સ્નાન કરશે. અખાડા પરિષદની બેઠકમાં તમામ અખાડાઓ આ ક્રમ પર તૈયાર થયા છે અને દરેકને તેમના સ્નાન માટે અલગ સમય ફાળવવામાં આવ્યો છે.

ફક્ત સાધુ-સંતો જ સ્નાન કરી શકશે

image soucre

શાહી સ્નાનને ધ્યાનમાં રાખીને હરિદ્વારમાં તંત્ર અને જિલ્લા વહીવટની સાથે હજારો પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળને તહેનાત કરવામાં આવ્યા છે. મોટી કમર્શિયલ ટ્રકો અને ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અનેક સ્થળોએ રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. સામાન્ય જનતા માટે 10 માર્ચની રાતથી સવારે 8 વાગ્યા સુધી હર કી પૌડી અને માલાવીય દ્વીપ જેવા ઘાટ સ્નાન માટે ખુલ્લા હતા. સવારે આઠ વાગ્યા પછી ફક્ત સાધુ-સંતો જ આ ઘાટો પર સ્નાન કરી શકશે.

આરોગ્ય વિભાગ દ્વારા 20 ટીમની રચના કરવામાં આવી

image soucre

હરિદ્વારમાં મેળા-અધિકારી દીપક રાવત, જિલ્લા મેજિસ્ટ્રેટ સી. રવિશંકર અને કુંભ મેળા પોલીસ મહાનિરીક્ષક સંજય ગુંજ્યાલે મેળા નિયંત્રણ ભવનના સભાગૃહમાં બુધવારે મહાશિવરાત્રિ પર્વ અને શાહી સ્નાનને સકુશળ સંપન્ન કરાવવા માટે આયોજિત બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના સંબંધિત એસઓપીનું સંપૂર્ણ રીતે પાલન કરવાની વાત જણાવવામાં આવી હતી. કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવનારાઓને એન્ટ્રી આપવામાં આવશે. મેળા-અધિકારીએ એ પણ જણાવ્યું હતું કે મહાશિવરાત્રિના શાહી સ્નાનને ગંભીરતાથી લેતા હોટલ, ધર્મશાળાઓ, લોજ વગેરેમાં રોકાયેલા શ્રદ્ધાળુઓ માટે કોરોનાની તપાસ કરવામાં આવશે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા 20 ટીમ બનાવવામાં આવી છે. ટીમ સાથે સુરક્ષા માટે બે પોલીસ જવાનો પણ તહેનાત રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ