જલ્સા કરોને જેંતીલાલ

આંકડો ચિંતાજનક: અહિં કુંભમાંથી પાછા આવતા લોકોને 14 દિવસ માટે થવું પડશે હોમ ક્વોરેન્ટાઇન, દર કલાકે થઇ રહ્યા છે 1000 લોકો સંક્રમિત

ભારતમાં શનિવાર કોરોનાના સંક્રમણના નવા કેસ રોજ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્રની છે અને ત્યારબાદ દિલ્હીનો ક્રમ આવે છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી કહ્યું હતું કે, સામાન્યથી વધુ ઉપયોગના કારણે દિલ્હીને ઓક્સીજનનો જથ્થો વધુ આપવા માંગ કેન્દ્ર સરકારને કરી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ કહેવું છે કે દિલ્હીની સ્થિતિ કોરોનાના કારણે વધુને વધુ ખરાબ થઈ રહી છે. દિલ્હીમાં સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અહીં દર કલાકે 1000 લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 24,000થી વધુ કેસ નવા નોંધાયા હતા. અહીં સ્થિતિ ગંભીર અને ચિંતાજનક છે.

image source

આ વધતા કેસને ધ્યાનમાં લઈ દિલ્હી સરકારે વધુ એક નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે હરિદ્વારના કુંભ મેળામાંથી દિલ્હી જે પરત ફરશે તેને 14 દિવસ ફરજિયાત કોરોન્ટાઈન થવું પડશે. દિલ્હીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે 4 એપ્રિલથી લઈ હાલ સુધી કુંભ મેળામાં ગયા હશે કે પછી 18 એપ્રિલથી 30 એપ્રિલ સુધી કુંભ મેળામાં જવાના હોય તેવા લોકોએ પોતાની તમામ જાણકારી જેમાં નામ, દિલ્હીનું સરનામું, ફોન નંબર, આઈડી પ્રુફ, દિલ્હીથી જવાની અને પરત આવવાની તારીખ જણાવવા આદેશ કરવામાં આવ્યા છે. આ માહિતી તમામ લોકોએ www.delhi.gov.in પર અપલોડ કરવાની રહેશે. જે લોકો કુંભ મેળામાં ગયા અને પરત ફર્યા બાદ તેમણે 14 દિવસ હોમ કોરોન્ટાઈન થવું પડશે.

image source

જણાવી દઈએ કે કુંભ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ જમા થવાનું અને તેનાથી દેશમાં સંક્રમણ વધી શકે છે તેવી ભીતિ છે. કુંભ મેળા દરમિયાન બે શાહી સ્નાનમાં સાધુ સંતો સાથે લગભગ 50 લાખ શ્રદ્ધાળુ ગંગામાં સ્નાન કરવા પહોંચ્યા હતા. પહેલા શાહી સ્નાનમાં જ્યાં 31 લાખ લોકોએ ગંગા સ્નાન કર્યું હતું. બીજા શાહી સ્નાનમાં 14 લાખ શ્રદ્ધાળુ જોડાયા હતા. શાહી સ્નાન બાદ હરિદ્વાર સહિત પુરા ઉત્તરાખંડમાં હજારો કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા.

image source

આ કારણે મોટા ભાગના રાજ્યોએ કુંભ મેળામાંથી આવતા લોકો માટે 14 દિવસનું આસોલેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ હવે સ્થિતિ વણસી રહી છે. દિલ્હીમાં પણ હવે ઓક્સીજનનો જથ્થો ખુટી રહ્યો છે.

image source

કોરોનાથી બગડતી સ્થિતિમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 24,000 કેસ નોંધાયા છે. તેના પરથી કહી શકાય છે કે સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધી અને 30 ટકા થઈ ગયું છે. 24 કલાક પહેલા આ રેટ 24 ટકા હતું. દિલ્હીમાં આઈસીયૂ બેડ્સ પણ ઘટી પડ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version