આ સરળ રેસિપીથી કૂકરમાં બનાવો ખાંડવી

કુકરમાં ખાંડવી….

સામગ્રી:-

 • 1- વાટકી ચણાનો લોટ,
 • 2- વાટકી છાશ,
 • 1- વાટકી પાણી,
 • 1- નાની ચમચી હળદર,
 • મીઠું સ્વાદ પ્રમાણે,
 • 2- ચમચી તેલ વઘાર માટે,
 • 2- ચમચી રાઈ,
 • ૧,- ચમચી તલ,
 • ચપટી હિંગ,
 • કોથમીર સજાવટ માટે,
 • લીલા કોપરા નું છીણ સજાવટ માટે.

બનાવવા માટે

સૌ પ્રથમ આપણે ખાંડવી નું બેટર તૈયાર કરીશું…

તેના માટે આપણે એક બાઉલ માં ચણા નો લોટ, છાશ, પાણી, હળદર અને મીઠું ઉમેરી ખીરું તૈયાર કરિશું…

અહી આપડે કૂકર માં ખાંડવી બનાવવા ના છીએ એટલે પેલા કૂકર માં પાણી મૂકી કાઠો મુક્સુ તેને ગરમ કરીશું…

હવે પાણી ગરમ થાય જાય પછી કૂકર માં ખીરા વાળો વાટકો કૂકર માં મૂકી ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી ગેસ બંધ કરી લેશું.

હવે આપડે ખીરા ને એક વાર હલાવી ફરીથી કૂકર બંધ કરી એક સીટી વગાડી ગેસ બંધ કરો.

હવે આપડે ફરી ચેક કરીશું કૂકર ખોલી જોઈએ જો ખાંડવી થાય ગય છે એટલે ખીરા ને તેલ લગાડેલ ઉંધી થાળી ઉપર પાતળું પાતળું પાથરો.

હવે તેને થોડું ઠરી જાય પછી તેને કાપી રોલ વળી લો…
તેને સર્વિગં પ્લેટ માં ગોઠવી દેશું…

હવે આપડે વઘાર કરીશું એક કડાઈમાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઇ તતળે પછી ગેસ બંધ કરી તેમાં હિંગ ઉમેરો પછી વધાર ને રોલ કરેલી ખાંડવી ઉપર રેડી દો….

ઉપર થી કોથમીર ભભરાવી સર્વ કરીશું તો તૈયાર છે એક દમ સ્વાદિષ્ટ ખાંડવી…

નોંધ:-

કૂકર માં ખાંડવી જલ્દી થી તૈયાર થઈ જાય છે…

કૂકર માં બનાવતી વખતે સમય નું ચોક્ક્સ ધ્યાન રાખવું…

ખાંડવી બનાવતી વખતે ધ્યાન રહે કે કૂકર માં બધી સિટી એક સાથે નહી કરવી જેથી તે નીચે બેસી ન જાય

ખાંડવી નું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેવી જેથી તેના રોલ પ્રોપર બને..

આવી જ બીજી રેસિપી લઈને આવીશ ત્યાં સુધી આવજો…

 

રસોઈની રાણી : મયુરી ઉનડક્ટ (જૂનાગઢ)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે..

ટીપ્પણી