કુદરતની રચનામાં તોળાઈ રહ્યું છે જોખમઃ નદી અચાનક બની સફેદ; જાણો અગમ્ય રહસ્ય…

અચાનક એવું દ્રશ્ય તમારી સામે આવે જ્યાં ખળખળ વહેતી નદીઓ સૂર્યના તાપથી સોનાની જેમ ચમકતી હોય. પરંતુ એક એવી ઘટના બને જ્યાં દુષ્કાળની સ્થિતિની અસર જણાતી જાય અને પાણીમાં રહેતાં જળચર અચાનક જ મરણ પામવા લાગે ત્યારે આ કુદરતી ઘટનાને પણ અચરજથી જોવાતી થવાય છે. આવું શાથી બનતું હશે એ એક વણઉકેલ્યો પ્રશ્ન થઈ રહે છે આસપાસના લોકોને માટે. અહીં બન્યું એવું છે કે એક નદીમાં દ્રશ્ય તદ્દન બદલાઈ ગયું. ચમકતું પાણી સફેદ દેખાવવા લાગ્યું અને જોતજોતાંમાં આખી નદી સફેદ દેખાવવા લાગી કારણ કે નિર્જીવ થઈને માછલીઓ સપાટી પર તરી આવી હતી. તેથી આવું દ્રશ્ય ત્યાંના સ્થાનિક લોકોના ધ્યાનમાં આવ્યું. ભલે આ એક ગંભીર સમસ્યા ન પણ હોય પરંતુ આ પ્રકારનો કુદરતી ફેરફાર ચોક્કસ નોંધનીય છે.

ઓસ્ટ્રેલિયાની પૃષ્ઠભૂમિ પર એક એવા બનાવથી લોકો આશ્ચર્યચક્તિ થઈ રહ્યાં છે. બન્યું એવું છે કે ત્યાંની એક મુખ્ય નદીમાં હજારો માછલીઓના મોત થઈ રહ્યાં છે જેનું મુખ્ય કારણ છે સતત વધતો જતો દુષ્કાળનો પ્રકોપ. એવું માનવામાં આવે છે કે જો ત્યાંનું વાતાવરણ પહેલાં જેવું સામાન્ય નહીં થાય તો હજુય વધુ  માછલીઓના આગળ પણ મોત થવાની શક્યતા યથાવત રહી શકે છે.

અહીંની ઓર્થોરિટીએ આ બાબતમાં જનતાને અગમચેતી આપી છે કે હજુએ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ અને મુશ્કેલી ઓછી થઈ નથી પરંતુ હજુએ આવું બની શકે એમ છે. અધિકારીઓ અને સ્થાનિક લોકોને ગત સોમવારે આ જાણકારી આપી છે.

આ વિસ્તારમાં છેલ્લ બે મહિનાથી પણ ઓછા સમયમાં ખૂબ મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હોવાની આ ત્રીજી ઘટના છે. આની જાણકારી થયા બાદ મત્સ્ય પાલન વિભાગના અધિકારીઓએ કહ્યું તે સુદૂરવર્તી પશ્ચિમ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના બહુ નાના શહેર મેનિન્ડીમાં આ ઘટના ડાર્લિંગ નદીની પાસે બનવા પામી છે. આ વિસ્તાર મુર્રે-ડાર્લિંગ નદી તંત્રનો ભાગ છે જે હજારો કિલોમીટર ફેલાયેલ છે, આને ઓસ્ટ્રેલિયાના કૃષિ વિસ્તારની જીવાદોરી મનાય છે.

રોબ ગ્રેગોરી જેઓ મેનિન્ડીના પર્યટન સંચાલક છે, તેમણે જણાવ્યું કે, વધુ સસંખ્યામાં નાની માછલીઓ મૃતક અવસ્થામાં મળી આવી છે, આ અગાઉ પણ બે વખત મોટી સંખ્યામાં માછલીઓના પહેલા પણ મોત થઇ ચૂક્યા છે. જ્યાં કાચ જેવું સ્વચ્છ પાણી વહેતું હોય નદીમાં ત્યાં આ રીતે ઓચિંતું અગમ્ય કારણે પરિસ્થિતિ બદલાય એ ખરેખર તો ચિંતા જેવું છે. છતાંય ત્યાંના પ્રસાશકોએ બાંયધરી આપી છે કે આ હાલત વધુ નહીં રહે.