આમ જો જોવા જઈએ તો ભેટ આપવાનો ટ્રેન્ડ ખૂબ જ લાંબા સમયથી ચાલતો આવ્યો છે, તમે તમારા મિત્રો અથવા કુટુંબના સભ્યોને પણ ભેટ અવશ્ય આપી હશે. કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈનો જન્મદિવસ હોય,આવા કોઈ ખાસ પ્રસંગે વ્યક્તિ કોઈને કોઈ ભેટ લઈને અવશ્ય જાય છે. વ્યક્તિ ગિફ્ટમાં વિવિધ વસ્તુઓ લઈને આવે છે. જો તમે તમારા મિત્ર અથવા પરિવારના સભ્યોને ગિફ્ટ આપો છો તો તે ખાસ પળોને યાદગાર બનાવે છે. આજે અમે તમને આ લેખ દ્વારા કેટલીક એવી ગિફ્ટ્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમને આ ભેટ મળે, તો તે શુભ માનવામાં આવે છે. જો તમને આ વસ્તુઓ ભેટ તરીકે મળે, તો પછી તમે તમારા ખરાબ સમયનો અંત આવે છે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. ચાલો જાણીએ આ ખાસ ઉપહાર ક્યા ક્યા છે
બે ગણેશવાળી મૂર્તિ

જો કોઈ વ્યક્તિને એવી પ્રતિમા અથવા ચિત્ર મળે કે જેમાં બે ગણેશજી હોય તો આ ભેટ તમારા માટે ખુબ ફાયદા કારક સાબિત થશે અને સારૂ ફળ મળશે. પરંતુ તમારે ભેટ તરીકે મળેલ આ તસવીરમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપહારમાં મળેસ ચિત્રમાં બંને બાજુ ગણેશજીનો ચહેરો દેખાવો જોઈએ પીઠનો ભાગ નહીં.
હાથીની જોડી

જો કોઈ વ્યક્તિને શુભ પ્રસંગે હાથી અથવા હાથીની જોડી ભેટ તરીકે મળે છે, તો તે શ્રેષ્ઠ ઉપહાર માનવામાં આવે છે, હાથીની જોડીને ભેટ તરીકે આપવી અને તેને ભેટ તરીકે પ્રાપ્ત કરવી એ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ચાંદી, સોનુ, પિત્તળ અથવા લાકડાની બનેલી હાથીની જોડી પણ શુભ માનવામાં આવે છે.
ચાંદીની કોઈ વસ્તુ

હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર, ચાંદીથી બનેલી કોઈપણ વસ્તુ ભેટ તરીકે મળવી તે મંગલમય માનવામાં આવે છે, આમ ચાંદીની કોઈ પણ વસ્તુ ભેટ તરીકે આપી શકાય છે અને લઈ શકાય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ચાંદીનો સિક્કો અથવા તેમાંથી બનાવેલી કોઈપણ વસ્તુ ભેટ તરીકે મળી જાય તો ધનની દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
સાત ઘોડાઓનું ચિત્ર

જો કોઈ વ્યક્તિને ભેટ તરીકે સાત ઘોડાઓની તસવીર મળે, તો તે તેના માટે ખૂબ જ શુભ છે. આવી તસવીર કે શો પીસ ફેંગ શુઇ ને શુભ માનવામાં આવે છે, જો તમને આ ચિત્ર ભેટ તરીકે મળે છે, તો તેનાથી આવકનું સાધન વધે છે.
માટીથી બનેલી વસ્તુઓ

જો કોઈ વ્યક્તિને ગિફ્ટમાં માટીનો બનેલો શો પીસ મળે છે, તો સમજો કે આવનારા સમયમાં તમને પૈસા મળવાના છે. જો તમને આવી કોઈ ભેટ મળે છે, તો તમારા રોકાયેલા પૈસા ધીમે ધીમે પરત આવવા લાગશે અને તમારી આવક પણ વધશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!