જલ્સા કરોને જેંતીલાલ

49 લાખ શ્રદ્ધાળુઓની ડૂબકી બાદ ગંગાના પાણીથી ફેલાઈ શકે છે કોરોના મહામારી, જાણો કોણે કહ્યું

દેશમાં કોરોના સંક્રમણની વચ્ચે હરિદ્વારમાં હાલમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ સમયે લાખો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા પહોંચ્યા છે. તેના કારણે સંક્રમણ વધવાનો ખતરો બની રહ્યો છે. એક માહિતી અુસાર વૈજ્ઞાનિકોએ ગંગાના પાણીથી કોરોના વાયરસ ઝડપથી ફેલાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમનો દાવો છે કે ડ્રાય સરફેસ પર કોરોના સંક્રમણ પાણીમાં વધઆરે સમય સુધી એક્ટિવ રહે છે. તે અનેક ગણી ઝડપે અનેક લોકોને સંક્રમિત કરી શકે છે.

લગભગ 40 સાધુ સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

image soucre

હરિદ્વાર કુંભમાં સ્નાન કર્યા બાદ અનેક અખાડાના 40 સાધુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક એધિકારીએ કહ્યું કે મેડિકલ ટીમ અખાડામાં જઈ રહી છે અને સાધુઓના આરટી પીસીઆર ટેસ્ટ કરી રહી છે. ટેસ્ટિંગ 17એપ્રિલ સુધી કરાશે. જેઓ પોઝિટિવ છે તેમાં અખાડાના મહંત નરેન્ગ્ર ગિરિ પણ હોસ્પિટલમાં દાખલ છે. લાખો લોકો ગંગા સ્નાન માટે પહોચી રહ્યા છે.

image source

12 રિસર્ચની ટીમં વહેતા પાણીમાં કોરોના વાયરસ એક્ટિવ રહેવાની વાત પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું છે. તેમનું માનવું છે કે ડ્રાય સરફેસની તુલનામાં પાણીમાં વાયરસ વધારે સમય સુધી જીવિત રહે છે. આ વાત પર રિસર્ચ થઈ રહ્યું છે કે કોરોના વાયરસ પાણીમાં કેટલા સમય સુધી એક્ટિવ રહી શકે છે. રિસર્ચ ખતમ થયા બાદ તેનો ખુલાસો થઈ શકશે.

પાણીમાં લાંબા સમય સુધી એક્ટિવ રહે છે વાયરસ

image soucre

હરિદ્વારના મહાકુંભમાં 12-14 એપ્રિલમાં 49 લાખ શ્રદ્ધઆળુઓએ સ્નાન કર્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 2483 લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. કેટલાકની સ્થિતિ ગંભીર છે અને હજુ પણ સંખ્યા વધવાની શક્યતા છે. લોકોના પાણીમાં ડુબકી લગાવવાથી પણ બીમારી અન્ય વ્યક્તિઓમાં ફેલાઈ શકે છે.

આજે હરિદ્વારમાં આ વાતને ધ્યાનમાં રાખીને 17 એપ્રિલથી અનેક અખાડા બંધ કરી દેવાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version