આ અંડરગ્રાઉન્ડ ગામમાં થયું છે અનેક ફિલ્મોનું શૂટિંગ, તસવીરો જોઈને તમે પણ કહેશો ‘જન્નત’

તમે દિલ્હીના કનૌટ પ્લેસ સ્થિત પાલિકા બજાર વિશે તો સાંભળ્યું જ હશે, જ્યાં આખી બજાર ભૂગર્ભ એટલે કે જમીનની અંદર છે. ઠીક, આ એક બજાર છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં એક એવું ગામ પણ છે જ્યાં આખી વસ્તી જમીનની અંદર રહે છે.

ધા લોકો ભૂગર્ભ મકાનોમાં રહે છે

image source

આ અનોખા ગામનું નામ ‘કુબર પેડી’ છે, જે દક્ષિણ ઔસ્ટ્રેલિયામાં સ્થિત છે. આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંના લગભગ બધા લોકો ભૂગર્ભ મકાનોમાં રહે છે. બહારથી જોવામાં આવે ત્યારે આ ઘરો સામાન્ય લાગે છે, પરંતુ અંદરનો નજારો હોટલ કરતા ઓછો નથી. વાસ્વવમાં, આવિસ્તારમાં ઓપલની ઘણી ખાણો છે. લોકો અહીં આ ઓપલની ખાલી ખાણોમાં રહે છે. તમને જણાવી દઈએ કે ઓપલ એક દુધિયા રંગનો કિંમતી પથ્થર હોય છે. કૂબર પેડીને વિશ્વની ઓપલ રાજધાની પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં વિશ્વમાં સૌથી વધુ ઓપલ ખાણો છે.

ખાણકામનું કામ વર્ષ 1915 માં શરૂ થયું હતું

image soucre

મીડિયા અહેવાલો અનુસાર, કુબેર પેડી ખાતે ખાણકામનું કામ વર્ષ 1915 માં શરૂ થયું હતું. ખરેખર, આ એક રણ વિસ્તાર છે, તેથી અહીં તાપમાન ઉનાળામાં ખૂબ ઉંચું અને શિયાળામાં ખૂબ ઓછું નિચુ રહે છે. આને કારણે અહીં રહેતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તેનું સમાધાન એ નિકળ્યું કે ખાણકામ બાદ લોકો ખાલી પડેલી ખાણમાં રહેવા માટે જતા રહ્યા.

એડિલેટથી લગભગ 850 કિલોમીટર દુર છે

image source

તમે જો આ જગ્યાને દૂરથી જોશો, તો આ જગ્યા પર માટીનો સંગ્રહ કરેલો હોય એવી લાગશે. પણ હકીકતમાં આ જમીનના નીચે મહેલોની જેમ ઘરો બનેલા છે. અહિયાં જમીનના નીચે લગભગ 3500 લોકો રહે છે. આ જગ્યા એડિલેટથી લગભગ 850 કિલોમીટર દુર છે.

1500 થી વધુ મકાનો આવેલા છે ભૂગર્ભમાં

image source

કૂબર પેડીના આ ભૂગર્ભ ઘરોમાં ઉનાળામાં એ.સી. અથવા શિયાળામાં હીટરની જરૂર પડતી નથી. આજે, આવા 1500 થી વધુ મકાનો છે, જે જમીનની અંદર છે અને લોકો અહીં રહે છે. જમીનની નીચે બાંધેલા આ મકાનો તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. જો વાસ્તુના હિસાબથી જોવા જઈએ તો અહીંના બધા ઘર સુંદર અને પ્રભાવશાળી છે. જામીનના નીચે વસેલ આ ગામમાં ઘણી બધી સુવિધા જોવા મળે છે. અહીંયા તમને હોટેલ, ચર્ચ, સ્પા, પબ, કેસીનો અને અનેક મ્યુઝીયમ પણ જોવા મળશે.

2000 ની ફિલ્મ ‘પિચ બ્લેક’ના શૂટિંગ અહિ થયું હતું

image source

અને અહીના ઘરો જમીનની અંદર બનેલા હોવાને કારણે પ્રવાસીઓનું અહીંયા આવવા જવાનું શરુ જ રહે છે. અને એટલું જ નહિ, આ જગ્યા કોઈ અજુબાથી ઓછી નથી. ફરવા માટે પણ આ જગ્યા ઘણી સારી છે, અહીં લોકોને પોતાની આસપાસના વાતાવરણથી એકદમ અલગ જ અનુભવ થાય છે. અહીં ઘણી હોલીવુડ ફિલ્મ્સનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. 2000 ની ફિલ્મ ‘પિચ બ્લેક’ના શૂટિંગ બાદ પ્રોડક્શને ફિલ્મમાં વપરાયેલ સ્પેસશીપ અહિ જ છોડી દીધી હતા, જે પ્રવાસીઓ માટે હવે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. લોકો અહીં ફરવા માટે આવતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ