જલ્સા કરોને જેંતીલાલ

ક્ષણવારમાં રડી પડતાં લોકોમાં હોય છે આ વિશિષ્ટ ખાસીયતો…

કુદરતે હજાર પ્રકારના માણસો ઘડ્યા હોય છે. કેટલાક લોકો પોતાની વાણીથી લોકોને હસાવતા રહે છે. તો વળી કેટલાક લોકોની વાણીથી લોકોને રડી પડે છે તો કેટલાક લોકો માનસીક રીતે એટલા કૂણા હોય છે કે તેમને તરત જ રડવું આવી જાય છે તેઓ તરત જ ઇમોશનલ થઈ જાય છે. અને તેમની આંખમાંથી તરત જ આંસુ સરી પડે છે.

ગુજરાતીમાં આપણે તેવી વ્યક્તિને રોતડું કહીએ છીએ તો હીન્દમાં તેવી વ્યક્તિને રોંદુ કહીએ છીએ અને ઇંગ્લીશમાં તેવી વ્યક્તિને ક્રાઈ બેબી કહેવામાં આવે છે. પણ શું રડવું ખરેખર ખરાબ વાત છે ? જો કે આપણા સમાજમાં રડવાને માણસની નબળાઈ માનવામાં આવે છે. પણ તે સાચું હોય તે જુરુરી નથી. પણ તમને કદાચ આવા વાતેવાતે રડી પડતા ઇમોશનલ માણસોની ખાસીયત વિષે નહીં ખબર હોય છે.

વાસ્તવમાં જે લોકો અવારનવાર રડે છે તેમનામાં પોતાના જાતને અભિવ્યક્ત કરવાની ક્ષમતા જે લોકો નથી રડતા તેમના કરતા વધારે સારી હોય છે.

માનસિક તાણ સહન કરવાની અશક્તતા

રડવાથી તમારામાં રહેલી માનસિક તાણથી છૂટકારો મળે છે. માનસીક તાણ એ એક એવી બાબત છે જે વ્યક્તિના વ્યસ્ત જીવનની ઉપપેદાશ છે જેનો કોઈ અંત નથી. જ્યારે તમારા પરના મનસિક દબાણના કારણે તમે તમારી જાતને પકડી રાખો છો પણ રડવા નથી દેતા ત્યારે તમારામાં એક નકારાત્મકતા પેદા થાય છે.

અને આમ નહીં કરવાથી તમને લાંબા ગાળાની સમસ્યા જેમ કે , ડીપ્રેશન, ડાયાબીટીસ, હૃદય રોગ થઈ શકે છે. તેના કરતાં તો રડી લેવું તે જ યોગ્ય છે.

તેમની ઇમોશનલ ઇન્ટેલીજન્સ તમારા કરતા સારી હોય છે

ઇમોશનલ ઇન્ટેલીજન્સ કે પછી ઇમોશનલ ક્વોશન્ટ જેને આજની આધુનિક ભાષામાં EQ કહેવામાં આવે છે તે આજ કાલ એક મહત્ત્વનો માપદંડ છે. જો તમે તમારી જાતને જરૂર પડે ત્યારે રડવા દો તો તો તમારું ઇમોશનલ ઇન્ટેલીજન્ટ તમે નથી રડતાં તેની સરખામણીમાં સારું હોય છે. તેનો સામાન્ય અર્થ એ થાય છે કે તમે ખરેખર તમારી લાગણીને જાણો છો સમજો છો અને તેની પ્રતિક્રિયા આપો છે. અને તેમ કરવાથી તમારે તમારી મનમાં કંઈ દબાઈ નથી રાખવું પડતું.

તેઓ એક સારા મિત્ર હોય છે.

જે લોકો અવારનવાર આંસુ ટપકાવે છે તેઓ એક સારા મિત્ર હોય છે. હા મનોવૈજ્ઞાનિક તારણો તો તેમ જ કહે છે. મિત્રતા એ એક લાગણીથી તરદબોળ સંબંધ છે અને આ સંબંધમાં તમે તમારી લાગણીઓને યોગ્ય પ્રતિસાદ આપો તે જરૂરી છે. ઉપર આપણે જાણ્યું કે વધું રડનારા લોકોની EQ વધારે હોય છે તે પ્રમાણે તેઓ અન્યને પણ પોતાનામાં રહેલી લાગણીઓના સંપર્કમાં રહેવાનું પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત તેઓ અન્યની લાગણીઓને પણ સારી રીતે સમજી શકે છે.

તેઓ માનસિક રીતે મજબુત હોય છે.

જે લોકો રડીનેપણ પોતાની લાગણીને અભિવ્યક્ત કરી શકે છે તે લોકો માનસિક રીતે મજબૂત હોય છે. કારણ કે તેમને પોતાની લાગણીઓનો ભય નથી હોતો. તેઓ પોતાની લાગણી છુપાવવા નથી માગતા. જ્યારે તમે ખુશ થાઓ છો ત્યારે શું તમે તમારું હસવાનું છુપાવી શકો છો અથવા છુપાવો છો ખરા ? નહીંને તો પછી શા માટે તમારે તમારું રડવાનું છુપાવવું જોઈએ.

તેઓ આંસુની મનને રીલેક્સ કરવાની ક્ષમતા જાણે છે.

જે લોકો અવારનવાર રડતા હોય છે તેઓ જાણતા હોય છે કે રડવાથી તેમના મનને શાંતિ મળે છે અને રડ્યા બાદ તેઓ હળવાશ અનુભવતા હોય છે.

તેમને સમાજની કંઈ ખાસ નથી પડી હોતી

જે લોકો રડીને પોતાની લાગણી અભિવ્યક્ત કરે છે તેમને સમાજ શું કહેશે તેની કંઈ પડી નથી હોતી. ઘણા લોકો દુખી હોવા છતાં રડતા નથી કારણ કે તેમને બીજા લોકોની ચિંતા હોય છે કે હું રડીશ તો એ લોકો શું કહેશે. જ્યારે જે લોકો દુઃખમાં રડી નાખતા હોય છે તેમને તેવી કોઈ ચિંતા નથી હોતી.
તો હવે પછી ક્યારેય તમને રડવું આવે તો રડવાનું દબાવવું નહીં. તમારી લાગણીને માન આપો અને તમારી લાગણીને તેની જાતે જ અભિવ્યક્ત થવા દો પછી તે રડવું હોય કે હસવું હોય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version