ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ નદીના પાણીમાં તરીને પહોંચે છે પૂજારી પાસે, તમે પણ કરી શકશો દર્શન…

જે ભગવાનને શરણે છે, તેમની પાસે ભગનવાન ગમે તે ભોગે પહોંચે છે! રાજસ્થાનના આ કૃષ્ણ મંદિરમાં દર જન્માષ્ઠમીએ થાય છે આ ચમત્કાર, તમને પણ વિશ્વાસ નહીં આવે… જુઓ વીડિયો, અદભુત દ્રશ્ય! ભગવાન તેના ભક્ત પાસે સામે કાંઠે અને ઊંધા વહેણ હોવા છતાં તરીને પહોંચે છે…

image source

રાજસ્થાનના કંખરોલી ગામના દ્વારકાધીશ મંદિરમાં દર જન્માષ્ટમીએ થાય છે, એવો ચમત્કાર જે જોઈને સૌ કોઈને અચરજ થાય છે. કહેવાય છે કે જો તમે તમારા ભગવાનના સંપૂર્ણપણે શરણે થઈ જાવ તો ભગવાન પોતે તમારી ભક્તિને સ્વીકારીને તમારી પાસે કોઈપણ સંજોગોમાં પહોંચી આવે છે. આવો જ એક ચમત્કાર બને છે, છેલ્લા કેટલાય વર્ષોથી રાજસ્થાનના આ કૃષ્ણ મંદિરમાં, જાણીએ શું છે આખી હકીકત…

image source

કંખરોલી મંદિરની મૂર્તિ સાથે જોડાયેલું છે અદભુત રહસ્ય…

જેમાં રાજસ્થાનના કંખરોલી ખાતેના દ્વારિકાધિશ મંદિરની મૂર્તિને લઈને દર વર્ષે એક વખત જન્માષ્ટમી દરમિયાન થાય છે અહીં દરવર્ષે સર્જાય છે ચમત્કારિક દ્રશ્ય. જેમાં અહીંના, સ્થાનિક કૃષ્ણ મંદિરના પૂજારી ભગવાન કૃષ્ણની મૂર્તિને ઘણી વખત નદીના વહેણમાં છોડે છે. આ શ્રી કૃષ્ણની મૂર્તિ નદીના પાણીના વહેતા પ્રવાહની વિરુદ્ધ તરીને થોડી જ સેકંડમાં જ તે પૂજારીની પાસે પહોંચી પર જાય છે.

image source

આ દ્રશ્ય જ્યારે સર્જાતું હોય છે, ત્યારે અનેક ભક્તોની ભીડ ત્યાં હાજર રહીને ભગવાનના ચમ્ત્કારિક પરચાને નિહાળે છે અને તેમના નામનો જય પોકારે છે. ભક્તો ભાવુક થઈને જય શ્રી કૃષ્ણ કે પછી દ્વારિકાધિશ કી જય એવું બોલીને આસપાસના વાતાવરણને ગજાવી દે છે.

image source

પૂજારી મૂર્તિને મૂકે છે, નદીમાં તરતી…

સહુના ઉત્સાહની સાથે મંદિરના મુખ્ય પૂજારી બેથી ત્રણ વખત મૂર્તિને છેક વચ્ચે જઈને તરતી મૂકે છે અને કાંઠા તરફ વિરોધી દિશાએ જઈ પહોંચે છે. તેમ છેતાં આશ્ચર્ય થાય એ રીતે મૂર્તિ તે પૂજારી પાસે ખૂબ જ ઝડપથી તરતી – તરતી તેમના હાથ સુધી પહોંચી જાથ છે. પહેલી નજરે જોઈએ તો એવું પણ લાગે કે નંદલાલ તેમના જન્મજાત શિશુને નદીના કાંઠેથી પસાર થઈને પેલે પાર જઈ રહ્યા હોય. પરંતુ આખું દ્રશ્ય જ્યારે જોઈએ અને ભક્તોનો આ ચમત્કાર જોઈએ થતો આનંદિત અવાજ સાંભળીએ ત્યારે ખરેખર રોમાંચ અનુભવાય છે.

મંદિરમાં બારેય માસ રહે છે, ભક્તોની ભીડ…

એવું નથી કે આ મંદિરમાં માત્ર જન્માષ્ઠમીના સમયે ભક્તોની ભીડ જામેલી રહે છે. આ મંદિર રાજસ્થાનમાં આવેલું છે અને ગુજરાત રાજ્યને અડીને અરવલ્લી પર્વતીય હારમાળાના વિસ્તારમાં બનાસ નદીના કાંઠે આવેલું છે અને તેની નજીકમાં નવચૂકી ડેમ પણ બંધાયેલો છે. જેને કારણે અનેક કૃષ્ણ ભગવાનના મંદિરો પૈકી આ પણ એક જાણીતું મંદિર છે. તે સિવાય મેવાડનું મહત્વનું કૃષ્ણ મંદિર અને ખાસ કરીને વૈષ્ણવો માટેનું તિર્થ સ્થાન નાથદ્વારા પણ અહીંથી નજીક છે. તેથી યાત્રાળુ અહીં પણ દર્શને આવે છે.

image source

આ મંદિરમાં પ્રવેશીને દર્શનાર્થીઓ પરમ શાંતિનો અનુભવ કરે છે. કારણ કે તે મંદિરનું બાંધકામ ખૂબ સુંદર છે અને મંદિરમાં સ્થાપિત ભગવાની મૂર્તિ પણ અતિ સૌમ્ય છે. આ મંદિર ઉદયપુરથી નજીક પડે છે, તેથી અનેક ટૂરિસ્ટ અહીં આવે છે. મંદિરના પ્રાંગણમાં બગીચો છે, તેમજ લાઈબ્રેરી પણ છે. કુદરતી સૌંદર્ય સાથે અહીં આબોહવા પ્રવાસીઓને પ્રસન્ન કરે છે.

image source

મંદિરનો છે રાજાશાહી ઇતિહાસ… 

image source

મંદિરમાં રહેલ મુખ્ય મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર છે. આ મૂર્તિ મહારાણા રાજસિંહે ૧૬૭૧ સી.ઇ.માં મથુરાથી મંગાવવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ તે જ સમયે કરવામાં આવ્યું હતું જ્યારે રાજસમંદ તળાવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું – જે ૧૬૭૬ની સદીમાં કરાયેલ છે. વલ્લભાચાર્યના પૌત્ર શ્રી બાલ કૃષ્ણ જીએ ભગવાન શ્રી કૃષ્ણની આ મૂર્તિની સંભાળ લેવાની જવાબદારી લીધી.

image source

તે પછીથી જ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ માટે આ મંદિર એક સૌથી મહત્વપૂર્ણ પૂજા કેન્દ્રો પૈકીનું એક બની રહ્યું છે. અન્ય તમામ વલ્લભાચાર્ય મંદિરોમાંથી આ મંદિરનું સ્થાન સર્વોચ્ચ ક્રમે આવે છે. આ મંદિરમાં દર્શન કરશો ત્યારે તમને નાથદ્વારા મંદિરની યાદ જરૂર અપાવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ