શું કૃતિ સેનન પ્રેગનન્ટ છે? જોઇ લો વાયરલ થયેલી આ તસવીર તમે પણ

એક્ટ્રેસ કૃતિ સેનનની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે. આ ફોટોમાં કૃતિ પ્રેગ્નેન્ટ જોવા મળી છે. હમેશા દૂબળી-પાતળી જોવા મળતી કૃતિ સેનન અચાનક થી ૧૫ કિલો વજન પણ વધારી દીધેલું જોવા મળી રહી છે. ખરેખરમાં કૃતિ સેનનની ફોટો તેની આવનાર ફિલ્મ ‘મિમી’ના સેટની છે, જેમઆ તે પોતાના બેબી બંપ સાથે જોવા મળી રહી છે.

image source

લક્ષ્મણ ઉટેકર (lakshman utekar)ની નિર્દેશિત ફિલ્મ ‘મિમી’માં કૃતિ સેનન એક સેરોગેટ મધરના પાત્રમાં જોવા મળી રહી છે. બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન (kruti senan) પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના અંદાજ માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં કૃતિની આવેલ ફિલ્મ ‘પાનીપત’ અને ‘હાઉસફુલ-૪’ માં પોતાના કિરદારને લઈને પણ ખૂબ ચર્ચામાં રહી હતી.

આ સિવાય સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની ના કેલેન્ડર શૂટમાં પણ કૃતિ સેનને પણ પોતાના પોઝથી બધાનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ આ બધાથી અલગ તાજેતરમાં જ એક્ટ્રેસની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. આ ફોટોમાં એક્ટ્રેસ કૃતિ સેનન ઉદાસ ચેહરા સાથે સીડીયો પર બેઠેલી જોવા મળી રહી છે. આ બધામાં જેણે બધાનું ધ્યાન ખેચ્યું છે, તે છે એક્ટ્રેસનું બેબી બંપ હતું. ફોટોમાં કૃતિ સેનન અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે.

ફિલ્મ’મિમી’માં કૃતિ સેનન સાથે પંકજ ત્રિપાઠી(pankaj tripathi), સુપ્રિયા પાઠક(supriya pathak) અને પાહવા (pahwa) જેવા અનુભવી કલાકારો પોતાની ઉમદા કલાનો જલવા વિખેરશે.

image source

ફિલ્મમાં પોતાના કિરદારને જીવંત કરવા માટે કૃતિ સેનનએ ૧૫ કિલો વજન વધાર્યું છે. કોઈપણ એક્ટ્રેસ માટે પોતાનું વજન વધારવુંએ ઘણી મોટી વાત હોય છે. પરંતુ કૃતિએ પોતાના કિરદારને ઉભારવા માટે આમ કર્યું છે. આ ફોટોમાં કૃતિનું બેબી બંપ જોવા મળી રહ્યું છે અને તે કોઈ લોનમાં બેઠેલી જોઈ શકાય છે. આ ફોટોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ કિરદાર માટે કૃતિએ ખૂબ જ મહેનત કરી છે.

ફિલ્મ ‘મિમી’માં કૃતિના રોલ વિષે વાત કરતાં એક સૂત્રનું કહેવું છે કે, “કૃતિએ આ ફિલ્મ માટે ૧૫ કિલોગ્રામ વજન વધારવું પડ્યું છે, કૃતિને પોતાના ભોજનમાં કાર્બ અને વસાનું વધારે પ્રમાણમાં સેવન કરવું પડી રહ્યું છે. વજન વધારવા માટે કૃતિને પનીર, મીઠાઈ, ઘી, જંકફૂડ, તળેલી વસ્તુઓ બટાકા અને કેટલીક અન્ય વસ્તુઓ ખાવી પડે છે. ઉપરાંત કૃતિએ પોતાના ભોજનનું પ્રમાણ પણ વધારી દીધું છે કેટલીક વાર તો વગર ભૂખ લાગીએ પણ ખાવું પડે છે.”

image source

ફિલ્મ’મિમી’ મરાઠી ફિલ્મ ‘મલા આઈ વ્હાયચંય’ની રીમેક બતાવવામાં આવી રહી છે. આ એક એવી મહિલાની વાર્તા છે જે એક દંપતી માટે સેરોગેટ માં બનવાથી ના પાડી દે છે. પરંતુ તેના એક ના પાડવાના કારણે તે મહિલાની જિંદગી હમેશા માટે બદલાઈ જાય છે.

આપને જણાવીએ કે આ ફિલ્મમાં કૃતિ સેનનની સાથે અક્ષય કુમાર(akshay kumar) પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. કૃતિ તેના આ રોલને લઈને ખૂબ ઉત્સાહિત જોવા મળી રહી છે. આપને જણાવીએ કે કૃતિ સેનન થી પહેલા ભૂમિ પેડનેકર (bhumika padnekar) પણ પોતાની ફિલ્મ ‘દમ લગા કે હૈઈશા’ માટે ૧૨ કિલો વજન વધાર્યું હતું.

image source

આપને જણાવીએ કે કૃતિ સેનન(kriti senan)એ ફિલ્મ ‘હીરોપંતી’ થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં કૃતિની સાથે ટાઈગર શ્રોફ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યારપછી કૃતિએ ‘દિલવાલે’, ‘બરેલી કી બરફી’, ‘લુકા છૂપી’, ‘હાઉસફુલ ૪’, અને ‘પાનીપત’ જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ