ઓળખી લો તમારી બોડીના સિગ્નલ્સ, અને જાણી લો તમારે ડાયટિંગની જરૂર છે કે નહિં…

આપણું શરીર જાતે જ આપણને ઘણી વાતોના સંકેત આપે છે, બસ જરૂર છે તો એ સંકેતને ઓળખવાની. એવી જ રીતે જ્યારે આપણું વજન વધવા લાગે છે તો પણ શરીર સંકેત આપે છે, સમય પર એને ઓળખીને ધ્યાન આપો નહિ તો સ્વાસ્થ્ય પર ગંભીર પ્રભાવ પડી શકે છે.

સૌથી પહેલો સંકેત છે કે તમને જાતે જ તમારું શરીર ભારે લાગે છે. તમે વિચારવા લાગો છો કે મારું વજન વધી તો નથી રહ્યું ને.

image source

તમારા કપડાં તમને ટાઈટ થવા લાગે જુના કપડાં ન આવે.

તમે નસકોરા બોલાવવા લાગો છો. જો કોઈ તમારી નજીકની વ્યક્તિ તમે કહે છે આજકાલ તમે નસકોરા બોલાવવા લાગ્યા છો તો નારાજ થવાને બદલે એને ગંભીરતાથી લો એ વાત ને કારણ કે સૂતી વખતે અનિયમિત શ્વાસથી આવું થાય છે..જ્યારે શરીરમાં ફેટ વધે છે તો ગરદનની આસપાસ પણ ફેટ વધી જાયછે જેનાથી શ્વાસનળી સાંકળી થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.

image source

થોડી શારીરિક ગતિવિધિથી તમને શ્વાસ ચડવા લાગે, હરવા ફરવામાં પણ શ્વાસ ચડવા લાગે તો સમજી જાઓ કે ડાયટિંગ કરીને હેલ્ધી લાઇફસ્ટાઇલથી વજન કન્ટ્રોલ કરવામાં આવે.

રૂટિન ચેકઅપ પરથી ખબર પડે કે બ્લડપ્રેશર વધેલું છે. જો તમે વજન ઓછું કરશો તો બ્લડપ્રેશર પણ ઓછું થઈ જશે કારણ કે તમને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને શરીરમાં ઓક્સિજન સપ્લાય કરવા માટે ઓછી મહેનત કરવી પડશે.

જો તમારું વજન વધતું હોય તો તમે ટાઈપ 2 ડાયાબિટીસના રિસ્ક પર આવી જાવ છો. ખૂબ જ વધુ તરસ લાગવા લાગે, વારંવાર યુરિન માટે જવું પડે અને છેલ્લા થોડા સમયમાં ફેટ્સ પણ વધ્યું હોય તો સતર્ક થઈ જાવ.

કોલેસ્ટ્રોલનું વધવું પણ મોટો સંકેત છે અને એ માત્ર વજન ઓછું કરવારથી ઓછું નહિ થાય પણ હેલ્ધી ઇટિંગ, ડાયટિંગ અને એક્સરસાઇઝથી ઓછું થશે.

image source

પરિવારમાં બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી છે તો તમારે શરૂઆતથી જ ડાયટિંગને તમારી આદતમાં વણી લેવી જોઈએ કારણ કે આ રીતના કેન્સરનો મેદસ્વીતા સાથે ગાઢ સંબંધ હોય છે.

ડાયટિંગનો અર્થ ખાવાનું નહિ એવો નથી પ હેલ્ધી ખાવું છે.ઘણીવાર લોકોના મનમાં એ ધારણા હોય છે કે ડાયટિંગનો અર્થ જમવાનું બંધ કરી દો કે પછી એકદમ ઓછું કરી દો. પણ આ વિચાર એકદમ ખોટો છે, ડાયટિંગનો અર્થ છે અનહેલ્ધી વસ્તુઓ છોડીને હેલ્ધી વસ્તુઓ ખાઓ. ફ્રાઈડ વસ્તુઓને બેક કર કરીને ખાઓ. ખાંડ અને સ્ટાર્ચનું સેવન ઘટાડી દો. મીઠું ઓછું કરી દો. ગ્રીન ટીનું સેવન કરો એમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.

પ્રોટીનનું સેવન ખૂબ જ જરુરી છે. પ્રોટીનના સોર્સ જેવા કે દાળ, ડ્રાયફ્રુટ, બીન્સ, લીલા શાકભાજી, દહીં, ફિશ, સોયાબીન, ઈંડા વગેરેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે.

image source

ફાઈબરનો વધુ ઉપયોગ કરો. ફળ અને શાકભાજીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. કાકડી, ગાજર, સલાડ અને લીલા શાકભાજી અચૂક ખાઓ.

ભરપૂર પ્રમાણમાં પાણી પીવો. એ ટોક્સિકને બહાર કાઢે છે, અને મેટાબોલિઝમને સુધારે છે..હુંફાળું પાણી પીવો. બની શકે તો સવારે મધ અને લીંબુ હુંફાળા પાણીમાં લો.

હેલ્ધી બ્રેકફાસ્ટ લો, રિસર્ચ પ્રમાણે સવારનો નાસ્તો તમને ડાયાબિટીસના જોખમથી બચાવે છે. જે લોકો નાસ્તો કરે છે એમને ડાયાબિટીસનું જોખમ જે લોકો નાસ્તો નથી કરતા એની સરખામણીએ ઓછું રહે છે.

image source

એટલું જ નહીં બ્રેકફાસ્ટ તમને મેદસ્વીતાથી પણ બચાવે છે. જે લોકો નાસ્તો નથી કરતા એમની વેસ્ટ લાઇન નાસ્તો ન કરતા લોકોની સરખામણીએ વધુ હોય છે. ભલે લન્ચ સરખું ન કરો પણ નાસ્તો હેલ્ધી કરશો તો ફેટથી બચશો.

જે લોકો નાસ્તો કરે છે એમનું એનર્જી લેવલ વધુ હોય છે અને એ આખો દિવસ એક્ટિવ રહે છે.નાસ્તાથી પાચન તંત્ર સંતુલિત રહે છે. એ ક્રેવિંગથી બચાવે છે. જે લોકો નાસ્તો નથી કરતા એમને આખા દિવસમાં ગળ્યું ખાવાની, જંક ફૂડની અને ચા વગેરેની તલબ વધુ લાગે છે જેના કારણે એ વધુ કેલેરીનું સેવન કરી લે છે અને મેદસ્વીતાનો શિકાર થવા લાગે છે એક જ વારમાં વધુ ખવાને બદલે તમારા મિલ્સને ડીવાઇડ કરો. દિવસમાં 4 5 વાર થોડું થોડું જમો.

હેલ્ધી સુપ્સ અને સલાડને સામેલ કરો.

image source

રાત્રે હળવો ખોરાક લો અને સુવાના બે કલાક પહેલાં ડિનર કરો. ખોરાકની હેલ્ધી ઓપશનનું લિસ્ટ બનાવી લો જેમ કે ખીચડી, ઓટ્સ, બ્રાઉન બ્રેડ સેન્ડવીચ, બ્રાઉન રાઇસ, દાળ ઈડલી, સાદા ઢોસા, ઉપમા, પૌઆ વગેરે.

ડાયટ સિવાય રોજ અડધો કલાક એક્સરસાઇઝ, વોક કે યોગા કરો.

પૂરતી ઊંઘ લો અને સ્ટ્રેસ ઓછું લો.

image source

સૌથી વધુ જરૂરી છે કે વજન વધવાના કારણે જ્યારે કપડાં ટાઈટ થવા લાગે તો નવા કપડાં લેવાને બદલે પોતાનું ફિટનેસ લેવલ વધારીને, હેલ્ધી ઇટિંગ કરો, ડાયટ અને કસરતથી વજન ઓછું કરવા પર ફોક્સ કરો અને એ જ કપડામાં ફિટ થવા પર ધ્યાન આપો. કારણ કે સ્વાસ્થ્યથી મોટું કોઈ ધન નથી, વજન વધવાથી ઘણી બીમારીઓ એકસાથે આવી જાય છે અને એમાંથી ઘણી બીમારીઓ ગંભીર અને જીવલેણ પણ હોઈ શકે છે. એટલે આજ થી જ નહીં પણ હમણાંથી જ પોતાની બોડીના સંકેતોને ઓળખો અને એના પર ધ્યાન આપો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત