કાળ ભૈરવનાં આ પ્રસિદ્ધ મંદિરમાં દર્શન કરનાર ભક્તોનાં બધા વિઘ્ન અને ગ્રહદોષ થાય છે દૂર…

વ્યકિત લગભગ રોજ ભગવાનની પૂજા કરી પોતાના જીવનનાં તમામ સંકટોથી મુક્તિ મેળવવા માટે પ્રાથના કરે છે, તેના સિવાય એવા ઘણાબધા લોકો છે જે તેમના જીવનનાં તમામ વિઘ્નથી છૂટકારો મેળવવા માટે ઘણાબધા મંદિરોમાં ભગવાનનાં દર્શન કરવા માટે જતા હોય છે, લોકોની એવી ધારણા છે કે જો ભારતનાં પ્રસિદ્ધ મંદિરોમાં ભગવાનનાં દર્શન કરવામાં આવે તો તેનાથી જીવનની દરેક તકલીફો દૂર થાય છે. આમ જોવામાં આવે તો આપણા ભારતમાં એવા ઘણાબધા મંદિર સ્થિત છે જેના પ્રતિ લોકોનો વિશ્વાસ જોવા મળે છે અને આ મંદિરોની અંદર ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવે છે, આ જ મંદિરોમાંથી એક ઉત્તરપ્રદેશનાં કાશીમાં બાબા ભૈરવનાથનું મંદિર વિશ્વભરમાં ખૂબ પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે, જેમ કે મોટાભાગનાં લોકો જાણે છે બાબા વિશ્વનાથની પાવન નગરી કાશી ભગવાન ભોળાનાથની નગરી છે, પરંતુ અહીં પર બાબા ભૈરવનાથ કોતવાલનાં નામથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાબા વિશ્વનાથનાં દર્શન કરવા જે પણ શ્રધ્ધાળુ આવે છે તેમને ભૈરવનાથનાં દર્શન કરવા ખૂબ જ આવશ્યક છે, જો ભક્ત ભૈરવનાથનાં દર્શન નથી કરતા તો વિશ્વનાથનાં દર્શન સફળ નથી માનવામાં આવતા, કાલાષ્ટમી દરમિયાન ભૈરવનાથનાં આ મંદિરની અંદર મોટી ધૂમધામ જોવા મળે છે અને અહીં પર ભૈરવનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે, આ મંદિરનાં અંદર ભક્તોની ભારે ભીડ ઉમટી રહે છે. આ મંદિર વિશે એવું જણાવવામાં આવે છે કે ૧૭૧૫માં બાજીરાવ પેશવા એ આ મંદિરનું નિર્માણ બીજીવાર કરાવ્યું હતું, જો આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ જોઇએ તો આ મંદિર આજ સુધી એવું જ છે અને તેની બનાવટમાં કોઈપણ પરિવર્તન નથી આવ્યું, આ મંદિર તંત્ર શૈલીનાં આધાર પર બનેલું છે, આ મંદિરનાં ઈશાન ખૂણા પર તંત્ર સાધના કરવાનું મહત્વપૂર્ણ સ્થાન છે.કાશી ભગવાન શિવજીની નગરી કહેવામાં આવે છે અને અહીં પર બાબા ભૈરવનાથ કોતવાલનાં રૂપમાં છે, ભૈરવનાથજીને કાશીનાં કોતવાલ કહેવામાં આવે છે, જો આપણે જુની વાર્તાઓ મુજબ જોઈએ તો કાળ ભૈરવે બ્રહ્મ હત્યાનાં પાપથી છૂટકારો મેળવવા માટે કાશીમાં રહીને તપસ્યા કરી હતી ત્યારે ભગવાન શિવજી એ કાળ ભૈરવને આશિર્વાદ આપ્યા હતા કે તમે આ નગરીમાં કોતવાલનાં નામથી ઓળખાવામાં આવશો, એ જ સમયથી કાળ ભૈરવ આ નગરીની રખવાળીમાં લાગેલા છે, આજ એ જ સ્થાન પર ભૈરવનું આ મંદિર સ્થિત છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં પર યમરાજને પણ કાળ ભૈરવની અનુમતિ લેવી પડે છે, કાળ ભૈરવની અનુમતિ વગર કાશીની અંદર યમરાજ પણ કંઈ નથી કરી શકતા, જો કોઈ વ્યકિતનાં જીવનમાં ગ્રહોની સ્થિત ખરાબ ચાલી રહી છે કે પછી તેના લાખ પ્રયાસો કરવા છતા પણ સફળતા મળવામાં સમસ્યા ઉદભવી રહી છે તો એવું જણાવવામાં આવે છે કે કાળ ભૈરવનાં દર્શન માત્રથી જ વ્યકિતની બધી બાધા-આખડી દૂર થાય છે અને વ્યકિતનાં જીવનમાં ખુશીઓ આવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ