આજે માણો લેબેનીઝ વાનગી રસોઈની રાણી સાથે… શેર કરો લાઇક કરો…

લેબનીઝ વાનગી, ઈજીપ્તની નેશનલ ડીશ

કોશરી (koshari)

સામગ્રી:

૨ કપ આખા મસુર,

ભાત માટે:

૨ કપ ચોખા,
૧ સમારેલી ડુંગળી,
૩ ચમચા તેલ,
૩ કપ પાણી,
મીઠું,

સોસ માટે:

૨ કપ ટોમેટો પેસ્ટ,
૧ કપ પાણી,
૧ સમારેલ ટમેટું,
૨ ચમચી ધાણાજીરું,
૧ ચમચો ખાંડ,
મીઠું,
૨ ચમચી વાટેલ લસણ,

ડ્રેસિંગ માટે:

૧ કપ પાણી,
૧/૨ કપ વિનેગર,
૨ ચમચી ધાણાજીરું,
૧ ચમચી લાલ મરચું,
૧/૨ ચીલી ફ્લેક્સ,
૨ ચમચી વાટેલ લસણ,

ટોપિંગ માટે:

૨ કપ પાસ્તા,
૧/૨ કપ સ્પગેટી,
૧ કપ બાફેલા કાબુલી ચણા,
૬-૭ મોટી ડુંગળી લાંબી સુધારવી,

રીત:

ફ્રાય ડુંગળી:

– સૌ પ્રથમ ૬-૭ ડુંગળીમાં મીઠું અને ૧ ચમચો વિનેગર નાખી કલાક માટે ઢાંકીને રાખી મુકવું.
– કલાક પછી ડુંગળીને ઠંડા પાણી વડે ધોઈ નીતારી લેવી.
– એક વાસણમાં તેલ મૂકી ડુંગળીને ડીપ ફ્રાય કરી લેવી.
– ડુંગળી ગોલ્ડન તળવાની છે.
– ઈન્સ્ટન્ટ ફ્રાય કરવા ડુંગળીમાં કોર્ન ફ્લોર ભભરાવી તળવું.
– ડુંગળી તળી પેપર પર પાથરી દેવી.

સોસ:

– હવે એક વાસણમાં ટોમેટો પેસ્ટ લઇ તેમાં લસણ, ધાણાજીરું, ખાંડ, મીઠું, ૧ ચમચો તેલ નાખી મિક્ષ કરી લઇ તેમાં ટમેટું મિક્ષ કરી ઢાંકી દેવું.
– ઘીમાં ગેસે ૧૦ મિનીટ ચડવા દેવું. (વચ્ચે હલાવી લેવું.)

ડ્રેસિંગ:

– એક વાસણમાં વિનેગારમાં ધાણાજીરું, લાલ મરચું, ચીલી ફ્લેક્સ, લસણ, મીઠું અને પાણી નાખી બરાબર હલાવી લેવું.
– એક વાસણમાં પાણી લઇ ઉકલે એટલે તેમાં મીઠું અને મસુર નાખી ઢાંકીને બાફી લેવા(દાણો છુટ્ટો રહેવો જોઈએ).
– એક વાસણમાં પાણી અને તેલ લઇ ઉકલે એટલે તેમાં પાસ્તા અને સ્પગેટી બાફી લેવા.

ભાત:

– એક વાસણમાં પાણી અને મીઠું લઇ ઉકળવા મુકવું.
– ત્યાંસુધીમાં બાજુના ગેસ પર એક વાસણમાં તેલ લઇ તેમાં ડુંગળી નાખી ચપટી મીઠું નાખી ગુલાબી બ્રાઉન થાય ત્યાંસુધી હલાવું.
– પછી ભાત ઉમેરી ૨ મિનીટ હલાવી પેલું ઉકળેલું પાણી ઉમેરી ધીમા ગેસે ૧૨ મિનીટ ઢાંકી શીજવા દેવું.
– એક પ્લેટમાં ભાત અને મસુર મિક્ષ કરી તેનું લેયર કરી, તેના પર પાસ્તા, સ્પગેટી અને કાબુલી ચણા મૂકી, ફ્રાય ડુંગળી મૂકી, સોસ અને ડ્રેસિંગ જોડે સર્વ કરવું.
– તો તૈયાર છે કશોરી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

થોડી મેહનત કરવી પડશે પણ વાનગી સુપર બનશે.

ટીપ્પણી