600 વર્ષ જૂના આ મંદિરમાં પગે લાગવાથી અનેક દુખો થઇ જાય છે દૂર, જમીન પર નથી પડતો શિખરનો પડછાયો

દક્ષિણ ભારતમાં આવેલ ૬૦૦ વર્ષ જુનું કુડલ અજગર મંદિર, આ મંદિરના શિખરનો ઓછાયો પણ જમીન પર પડતો નથી.

તમિલનાડુ રાજ્યમાં આવેલ મદુરાઈ શહેર પોતાના પ્રાચીન મંદિરો માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત કુડલ અજગર મંદિર તમિલનાડુ રાજ્યના મદુરાઈ શહેરમાં આવેલ છે. કુડલ અજગર મંદિર દક્ષિણ ભારતમાં આવેલ મુખ્ય પ્રાચીન મંદિરો માંથી એક મંદિર છે. ભગવાન વિષ્ણુના આ મંદિરને અત્યંત સુંદર પદ્ધતિથી અને અલગ અલગ રંગોની મદદથી સુશોભિત કરવામાં આવ્યું છે.

image source

મદુરાઈ શહેરના કુડલ અજગર મંદિરમાં પ્રાપ્ત થયેલ શિલાલેખોમાં જણાવ્યા મુજબ મદુરાઈ શહેરમાં આવેલ કુડલ અજગર મંદિર આજથી ૬૦૦ વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર માંથી મળેલ શિલાલેખો પરથી એવું માનવામાં આવે છે કે, મદુરાઈમાં આવેલ કુડલ અજગર મંદિર દક્ષિણ ભારતના મૂળ પંડ્યા વંશના રાજાઓ દ્વારા ૧૨મી સદી અને ૧૪મી સદીમાં નિર્માણ કરાવવામાં આવ્યું છે. ત્યાર પછી વિજય નગર અને મદુરાઈ શહેરના રાજાઓ દ્વારા ૧૬મી સદીમાં કુડલ અજગર મંદિરના મુખ્ય હોલ સહિત અન્ય મંદિરોનું પણ નિર્માણ કરાવવામાં આવ્યું છે.

image source

૬ ફૂટની મૂર્તિ.:

મદુરાઈ શહેરમાં આવેલ કુડલ અજગર મંદિર ભગવાન વિષ્ણુનું વૈષ્ણવ મંદિર છે. આ મંદિરમાં અંદરની તરફ ભગવાન વિષ્ણુની બેસી રહેલ મુદ્રામાં, ઉભા રહેલ મુદ્રામાં આને આરામ કરી રહેલ અવસ્થામાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ ગ્રેનાઈટ માંથી બનાવવામાં આવી છે. આ મંદિરમાં બેસી રહેલ મુદ્રામાં સ્થાપિત મૂર્તિની ઉંચાઈ અંદાજીત ૬ ફૂટ જેટલી છે.

image source

ભગવાન વિષ્ણુની મૂર્તિની બંને તરફ શ્રીદેવી અને ભૂદેવીની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે. મદુરાઈના કુડલ અજગર મંદિરની અંદર બાજુ લાકડાની કોતરણી કરીને તેને સુશોભિત કરવામાં આવ્યું છે. આ મંદિરમાં લાકડા પર કરવામાં આવેલ કોત્ર્નીમાં ભગવાન રામના રાજ્યાભિષેકનો સમારોહનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. કુડલ અજગર મંદિરની ખાસિયત એવી છે કે, આ મંદિરના શિખરનો પડછાયો જમીન પર પડતો નથી.

સોમકા રાક્ષસનો વધ કરવા માટે કુડલ અજગરનું રૂપ ધારણ કર્યું.:

image source

કુડલ અજગર મંદિરને ભગવાન વિષ્ણુના ૧૦૮ દૈવી સ્થાનો માંથી એક સ્થાન છે. આ મંદિર વિષે એવી માન્યતા છે કે, બ્રહ્મ દેવ દ્વારા નિર્માણ કરવામાં આવેલ ચાર વેદોની ચોરી કરનાર રાક્ષસ સોમકાનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુ આ સ્થાન પર કુડલ અજગરનું રૂપ ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા. કુડલ અજગર મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ બ્રહ્માંડ પુરાણના સાતમાં અધ્યાયમાં કરવામાં આવ્યો છે.

પંચસ્તરીય રાજગોપુરમ:

image source

કુડલ અજગર મંદિરની આસપાસ ગ્રેનાઈટની દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગ્રેનાઈટની દીવાલની અંદરની તરફ જ બીજા અન્ય મંદિરો પણ આવેલ છે. આ મંદિરમાં પાંચ સ્તરના ગોપુરમ બનાવવામાં આવ્યું છે. કુડલ અજગર મંદિરનું નિર્માણ આઠ ભાગમાં કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ઋષિ. દશાવતાર, લક્ષ્મી નરસિંહ, લક્ષ્મી નારાયણ અને નારાયણની મૂર્તિના ચિત્રો બનાવવામાં આવ્યા છે. આ સહિત મંદિરમાં નવગ્રહ એટલે કે, નવ ગ્રહ દેવતાઓની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે. એવી માન્યતા છે કે, આ નવ ગ્રહો બ્રહ્માંડમાં આવેલ તમામ પદાર્થોને અસર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ