કોણીની કાળાશને દૂર કરવા આ ઘરેલું ઉપાયો છે અસરકારક, અજમાવો તમે પણ

મિત્રો, યુવતીઓ પોતાના ફેસને અટ્રેકટીવ બનાવવા માટે અનેકવિધ ઉપાયો અજમાવે છે અને તેની ખુબ જ વધારે પડતી સાર-સંભાળ પણ રાખે છે પરંતુ, આપણે આ સિવાય શરીરના બીજા ભાગ જેમકે, કોણી અને ઘૂંટણની પણ સાર-સંભાળ રાખવી જોઈએ. જો તમે તેની યોગ્ય સાર-સંભાળ નથી લેતા તો ઘુંટણ અને કોણીની કાળાશ તમારા વ્યક્તિત્વને ખરાબ પણ કરી શકે છે પરંતુ, તેને સુંદર બનાવવુ કોઇ મુશ્કેલ કામ નથી. આજે અમે તમને અમુક એવા અસરકારક ઉપાયો વિશે જણાવીશુ કે, જે તમારી આ બ્લેકનેસની સમસ્યાને તુરંત દૂર કરી દેશે.

image source

જો તમે તમારી ત્વચાની કાળાશને દૂર કરવા ઈચ્છતા હોવ અને ત્વચા સુંદર બનાવવા ઈચ્છતા હોવ તો હળદર, દૂધ અને મધ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે ત્રણ ચમચ હળદરમાં એક ચમચી મધ અને બે ચમચ દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ૨૦ મિનિટ તમારી કાળી ત્વચા પર લગાવી પાણીથી સાફ કરી લો તો તમારી ત્વચા સુંદર અને આકર્ષક બને છે.

image source

તમારી ત્વચા પર રહેલી બ્લેકનેસને દૂર કરવા માટે એલોવેરા જેલ પણ લાભદાયી સાબિત થઇ શકે છે. હવે એક ચમચી જેલમા એક ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટથી કોણી પર મસાજ કરો અને ત્યારબાદ કોણીને ઠંડા પાણીથી ધોઇ લો. તો તમારી કોણી પરની કાળાશ તુરંત દૂર થઇ જશે.

image source

આ ઉપરાંત કોણીને સાફ કરવા માટે લીંબુ એક ક્લીંઝર તરીકે કાર્ય કરે છે. જો તમે રાત્રે સૂતા પહેલા કોણીના ભાગ પર લીંબુ રગડો અને ત્યારબાદ તે ભાગની મસાજ કરો તો તે ત્વચાની બ્લેક્નેસ દૂર કરવા ફાયદારૂપ સાબિત થઇ શકે છે. કોકોનટ ઓઈલના ઉપયોગથી પણ ત્વચાની બ્લેકનેસને દૂર કરી શકાય છે. કોકોનટ ઓઈલમા પુષ્કળ માત્રામા વિટામિન-ઈ સમાવિષ્ટ હોય છે, જે સખ્ત ત્વચાને મુલાયમ બનાવવાનુ કામ કરે છે અને ત્વચા પર ગંદકી એકત્રિત થવા દેતી નથી.

image source

આ ઉપરાંત સંતરાની છાલના પાવડરમા થોડુ ગુલાબજળ અને દૂધ ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને કોણી અને ગોઠણના ભાગ પર લગાવો અને થોડા દિવસ સુઘી આ ઉપાય અજમાવો તો સ્કીનની કાળાશ તુરંત દૂર થાય છે. આ સિવાય સ્કીનની બ્લેકનેસ દૂર કરવા માટે બટેટુ એક રામબાણ ઈલાજ સાબિત થાય છે. જો તમે બટેટાનો ટુકડો કોણી અને ગોઠણ પર પાંચ મિનિટ સુધી ઘસો અને ત્યારબાદ ગરમ પાણીથી ધોઈ લો તો તમારી સ્કીનની કાળાશ તુરંત દૂર થઇ જશે.

image source

કાકડી પણ તમારી ત્વચાને આકર્ષક બનાવવા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. તેના ઉપયોગથી અંડર આર્મ્સની બ્લેકનેસને દૂર કરે છે. આ સબજીના જ્યુસમા હળદર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને અડધો કલાક લગાવો અને ત્યારબાદ ગરમ પાણીથી સાફ કરો તો તમારી ત્વચા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત