કૌન બનેગા કરોડપતિ – ૧૧ શરૂ થશે બહુ જ જલ્દી. અમિતાભે રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરી…

ટેલિવિઝન દુનિયાનો સૌથી લોકપ્રિય રિયાલીટી ક્વીઝ શો ફરી આવી રહ્યો છે નવા જ સ્વરૂપમાં અને એ પણ સૌના ચહીતા અમીતાભ બચ્ચન સાથે, જી હા કૌન બનેગા કરોડપતિ સિઝન ૧૧ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક નાના બ્રેક પછી તેની નવી સિઝન શરૂ કરવા જઈ રહ્યાની જાહેરાત સોની ટી.વી.ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં શેર થઈ ગઈ છે.

#KaunBanegaCrorepati #KBC11 return… 😍

A post shared by @GossipsTv 😊 (@gossipstv72155) on

સોની એન્ટરટેઈન્મેટ ટેલિવિઝનના અધિકારીક સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં એક વિડિયો સાથે સંપૂર્ણ માહિતી મૂકી છે. જેમાં રજિસ્ટેશનની તારીખ, સમય અને કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું સાથે બધી જ માહિતીનો ઉલ્લેખ કર્યો છે. વિડિયોમાં અમીતાભ બચ્ચને સૌને એક નવી આશા સાથે પ્રયત્નો કરવા પ્રોત્સાહિત કર્યા છે.

આ વિડિયો જોઈને સૌથી પહેલી ખુશીની વાત એ જ લાગે છે કે શોના હોસ્ટ સૌના મોસ્ટ ફેવરિટ સદીના મહા નાયક મેન ઓફ મિલેનિયમ શ્રી અમીતાભ બચ્ચન જી જ છે. તેઓએ પોતાના ખાસ અંદાજમાં સૌને આ શો ફરીથી આવી રહ્યાનું એલાન કર્યું અને રજિસ્ટ્રેશનની વિગતવાર માહિતી પણ આપી છે.

… shaded by colour ..

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અહીં ઉલ્લેખનીય છે કે તેમણે થોડા દિવસ પહેલાં જ એમના ટ્વીટ્ટર અને બ્લોગમાં ફેન્સને જણાવ્યું હતું કે તેઓ ‘કૌન બનેગા કરોડપતિઃ ૧૧’ નવી સિઝનની શુભ શરૂઆત કરવા શૂટિંગ પર જઈ રહ્યા છે. તેમણે લખ્યું હતું કે તે ૨૦૦૦માં શરૂ થયો હતો અને હવે ૨૦૧૯ ચાલી રહી છે.

આ સમયગાળા દરમિયાન ફક્ત બે વખત લાંબા અંતરાલનો બ્રેક લેવો પડ્યો હતો અને દર વર્ષે આ શોની સિઝન આવી છે અને દર વખત કરતાં બમણાં ઉત્સાહથી લોકોએ તેને વધાવી પણ છે.

આપને યાદ કરાવીએ કે આ ઓગણિસ વર્ષ દરમિયાન માત્ર એક જ વખત એ શોના હોસ્ટ તરીકે શાહરૂખ ખાને ફરજ નિભાવી હતી. આ શોમાં બોલિવૂડના અનેક લોકપ્રિય કલાકારો અને એવા અનેક સામાજિક ઉમદા કાર્યો સાથે જોડાયેલા લોકોએ હાજરી આપી છે અને આ શોના માધ્યમથી અનેકગણું સામાજિક ઉદ્ધારનું કાર્ય પણ થયું છે.

વિડિઓમાં, અમિતાભ બચ્ચન કહે છે કે શો માટેની નોંધણી ૧લી મેના રોજ નવ વાગ્યે શરૂ થશે. વિડિઓના કૅપ્શનમાં, સોની ટીવીએ લખ્યું હતું કે, “જો તમે પ્રયત્નો ચાલુ રાખશો, તો તમે ક્યારેય નિરાશ થશો નહીં.


તમે ૧લી મેથી શરૂ થતા કેબીસી ઓડિશનમાં પ્રયત્ન કરો અને હોટ સીટ સુધી જરૂર પહોંચશો.” વિડિઓમાં કૌન બનેગા કરોડપતિનું ઑડિશન પણ પાર્ટિસિપેન્ટ્સ માટે યોજવામાં આવશે. આ વિડિયોમાં ઓડિશનથી નિરાશ થયેલી એક મહિલા પણ દેખાય છે.

વિડિયોમાં મહિલા એવું કહેતી દેખાય છે કે આ વખતે પણ તેની પસંદગી નહીં થાય… ત્યારે અમીતાભ બચ્ચન તેમની પાસે આવે છે અને કહે છે કે પહેલેથી જ નિરાશ થઈ જશો તો કેમ ચાલશે? પ્રયત્ન કરશો તો સફળ થશો. અને તે મહિલા હોટ સીટ પર બેઠેલી દેખાઈ રહી છે.

દર વખતની જેમ નવા જ કોઈ કોન્સેપ્ટ સાથે અને ઉમદા સામાજિક કર્યોને આવરી લઈને મનોરંજન સાથે જ્ઞાન અને નાણાં કમાવવાની રીતનો અનોખા ગેમ શોનોની ઋતુ ફરી આવી ગઈ છે. તો થઈ જાવ તૈયાર અને હોટ સીટ પર આવવાના પ્રયત્નો પણ લોક કરી દો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ