કોમામાં હતા અને થઇ ગયું દેવું ૮ લાખનું અત્યારે કરોડોના માલિક છે…

લહરોસે ડર કર નૌકા પાર નહી હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી … આ લાઇનને સિદ્ધ કરતાં અમદાવાદનાં નરેશ પ્રજાપતિ 11 મહિના સુધી કોમમાં રહ્યા પછી બનાવી દીધો એક ઇતિહાસ!!


અમદાવાદના નરેશ પ્રજાપતિ શહેરના સફળ વેપારીઓમાંના એક ગણાય છે. દસ વર્ષ પહેલાં અમદાવાદમાં, એક સામાન્ય ટ્રક ડ્રાઈવર હતા નરેશ પ્રજાપતિ. આજે તેમના પોતાના 22 ટ્રક છે અને તેમનો આ વ્યવસાય 1 કરોડથી પણ વધુનો છે. પરંતુ નરેશ પ્રજાપતિની કામયાબીની સફર અહીંયા સુધી પહોંચવાની બેમિસાલ રહી છે.


બે મહિના રહ્યા હતા કોમમાં ને થયા 17 ઓપરેશન

થોડા સમય પહેલા નરેશ પ્રજાપતિ સાણંદ પાસેથી ટ્રકમાં જઈ રહ્યા હતા, ત્યારે 11,000 વૉટ પાવર લાઇન સાથેના અકસ્માતમાં તેમને કરંટ લાગ્યો. કરંટ એટલો તેજ હતો કે નરેશનું શરીરનો 50% ભાગ ગંભીર રીતે ઘવાઈ ગયો અને નરેશ કોમામાં બે મહિના સુધી રહ્યો. ને ત્યાં એમના એક કે બે નહી પણ સતર ઓપરેશન થયા.

જેવી નરેશની હાલાતમાં સુધારો થયો ક તરત જ તેમના પરિવારવાળાએ તેમના હોસ્પિટલના બિલ વિષે વાત કરી. ત્યારે નરેશે કહ્યું કે, મારા ખાતામાં ફક્ત દોઢ લાખ રૂપિયા જ છે. જેનો ઉપયોગ બીલ ચૂકવવા માટે કરી શકો છો. ત્યારે પરિવારજનોએ જણાવ્યુ કે, ખાતામાંથી પૈસા તો ઇલાજમાં વપરાઇ ગયા છે. એ ઉપરાંત 8 લાખનું દેવું થઈ ગયું છે. આ સાંભળી નરેશને દુખ થયું ને તે પાછો કોમમાં ચાલ્યો જાય છે.

ક્યારેય પોલીસવાળાને કરેલી મદદ અંતે આવી કામ –


નરેશ જણાવે છે કે, અંતે એક મહિના પછી એમની હાલતમાં ફરી સુધાર આવે છે. નરેશને પહેલા કરેલી કોઈને મદદ અંતે કામ આવે છે.

2002 માં ગુજરાતમાં થયેલા તોફાનના રાત દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મીઓને એ સમયે જમવાનું પહોચાડ્યું હતું. એમાના કેટલાક પોલીસ કર્મીને નરેશની આ હાલતની ખબર પડતાં જ તે નરેશની ખબર પૂછવા માટે આવે છે અને મેડિકલ બિલ ભરવામાં મદદ કરે છે. અને બાકીના થોડા પૈસા ઉધાર લઈને મેડિકલ બીલ ભર્યું હતું.

ઈલાજ સમયે થયેલ દેવું પણ ચૂકવ્યું –


હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી તરત જ નરેશે પોતાની ગાડીને ફરી પટરી ઉપર લાવવા માટે મહેનત શરૂ કરી. હવે તે તેમના ટ્રાન્સપોર્ટના ધંધાને જ આગળ વધારવાનું વિચારી રહ્યા હતા અને એ એમાં જ મહેનત કરવા લાગ્યા.

આ દરમ્યાન કંપનીના ડાયરેક્ટરના કોંટેક્ટમાં આવ્યા. અને તેમની કંપની માટે કંસલ્ટેંતી અને લીગલ લાઈજનીંગનું કામ શરૂ કર્યું.

ધીમે ધીમે તેમની પ્રગતી થવા લાગી. નરેશની મહેનત અંતે રંગ લાવી. કંપની તો આગળ નીકળી પરંતુ કંપની સાથે નરેશ પણ આગળ નીકળી જાય છે. જે અત્યારે એ જ કંપનીમાં જનરલ મેનેજરના પદે નિયુક્ત છે.


આજે નરેશ 2 કરોડની પ્રોપર્ટીનો માલિક છે ને સાથે સાથે તેનો ઉત્સાહ બુલંદ છે :

ઈલાજ સમયે જેટલો પણ કર્જ લેવામાં આવ્યો હતો એ બધો જ ચૂકવી દીધો અને હવે તે પૂરા 2 કરોડની પ્રોપર્ટીનો માલિક છે. જે નરેશ ક્યારેક ડ્રાઈવર હતો અને ટ્રક ચલાવતો હતો. આજે એ જ નરેશ એક નહી પણ અનેક ટ્રકનો માલિક છે અને આજે તેમની હેલ્થ પણ પહેલા કરતાં ખૂબ જ સરસ છે અને તે પહેલા કરતાં મજબૂત મનોબળના બની ચૂક્યા છે.