પ્રેમની વસંત બારેમાસ – કોલેજમાં સંઘર્ષ પછી શરૂ થયો સંવાદ ને મળી ગયો જીવનભરનો સંગાથ…

નદીમાંથી ખળખળ કરતુ નિર્મળ નીર વહી રહ્યુ છે અને વહેલી સવારથી જ લોકો નદી કિનારા પર લટાર મારવા માટે આવી રહ્યા છે. તેમાં પણ આજે રજાનો દિવસ હોવાથી નદિ કિનારા પર ચાલવા આવતા લોકોની સાથે કેટલાક પ્રેમી યુગલો પણ જોવા મળી રહ્યા છે. તેઓ કોઇની પણ શરમ રાખ્યા વગર પોતાની મસ્તીમાં પ્રેમનો આનંદ માણી રહ્યા છે. ભાગદોડ ભરી જીંદગીમાં રજાના દિવસનો પ્રેમી યુગલ સદઉપયોગ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. પરંતુ આ બધુ જોઇને નિષ્ઠા નામની યુવતિ ખુબ જ વ્યથીત થઇ જાય છે.

તે મનોમન વિચારે છે કે પ્રેમએ બે આત્માઓનું પવિત્ર મિલન છે અને આ રીતે નદી કિનારે લોકો જુએ તે રીતે ખુલ્લમખુલ્લા પ્રેમ કરવો સહેજ પણ યોગ્ય નથી. નિષ્ઠા નદી કિનારા પર બેઠેલા પ્રેમી યુગલોને સમજાવીને અને જે નથી સમજતા તેમને ધમકાવીને પણ ભગાડી મુકે છે. પરંતુ બીજા દિવસે જ્યારે નિષ્ઠા કોલેજ જાય છે ત્યારે જુએ છે કે કેટલાક છોકરાઓ જાણી જોઇને છોકરીઓનો પીછો કરે છે અને છોકરીઓને પોતાના તરફ આકર્ષિત કરવા માટે પ્રયાસો કરે છે. નિષ્ઠા શાંતિથી એક બાજુ ઉભા રહીને આ બધુ જોયા કરે છે.

થોડીવારમાં જ કોલેજ કેમ્પસમાં આનંદ આવતો દેખાય છે ત્યારે નિષ્ઠા કહે છે કે આનંદ જો તારા મિત્રો શુ કરી રહ્યા છે, છોકરીઓની આગળ પાછળ ફરીને પરેશાન કરી રહ્યા છે. તો એમા મારે શુ? મે કાંઇ આખી કોલેજની છોકરીઓની રક્ષા કરવાનો કાંઇ ઠેકો નથી લીધો તેમ આનંદે કહ્યુ. પણ મે ક્યાં કહ્યુ કે તે ઠેકો લીધો છે. એ બધા તારા મીત્રો છે અને તું બોલાવીશ તો તારી પાસે આવી જશે તેમ નિષ્ઠાએ જણાવ્યુ. હું કોઇની જીંદગીમાં કેમ દખલ કરૂ, હું તો મારી મૌજથી જીંદગી જીવી રહ્યો છું અને હા આ છોકરાઓ મારા મિત્રો છે મારા ગુલામ નથી કે મારા હુકમનું અક્ષરસહ પાલન કરે તેમ આનંદે સ્પષ્ટ જણાવી દિધુ.

આ સાંભળીને નિષ્ઠાને ગુસ્સો આવે છે અને તે કહે છે કે તારા જેવા છોકરાઓના પ્રોત્સાહનના કારણે જ કોલેજમાં ટપોરી જેવા છોકરાઓ છોકરીઓની મશ્કરી કરે છે. પરંતુ હવે આવું બહુ વધારે દિવસો નહી ચાલે, હું બધી છોકરીઓને સાથે લઇને ટપોરીઓને પાઠ ભણાવીશ. જા જા તારાથી થાય તેમ કરી લેજે એમ આનંદે નિષ્ઠાને મોઢા પર જ સંભળાવી દિધી. આનંદ અને નિષ્ઠા વચ્ચે ઘણા લાબા સમય સુધી ઉગ્ર બોલાચાલી ચાલ્યા કરે છે અને આખરે નિષ્ઠા જ્યારે આનંદ પર હાથ ઉપાડવા જાય છે ત્યારે આનંદના મિત્રો આવીને કહે છે કે તું પણ શું આનંદ છોકરીઓ સાથે લડ્યા કરે છે.

છોકરીઓ સાથે લડાય નહી પ્રેમ કરાય. આનંદ તો ત્યાથી જતો રહે છે પરંતુ આ કડવા શબ્દોના કારણે નિષ્ઠાને ખુબ જ ગુસ્સો આવે છે અને તે કોલેજમાંથી સીધી શહેરમાં ચાલતા કરાટેના ક્લાસ શોધવા માટે ફરી રહી છે. એકાદ ક્લાક શહેરમાં ફર્યા પછી નિષ્ઠા એક જાણીતા કરાટે ક્લાસમાં પહોચે છે અને ત્યા જઇને કહે છે કે છોકરીઓને પરેશાન કરતા છોકરાઓને મારવા માટે મારે કરાટે શીખવુ છે. આ સાંભળીને કરાટે ક્લાસનો સંચાલક ખડખડાટ હસી પડે છે અને કહે છે કે કરાટે કોઇને મારવા માટે નહિ પરંતુ આત્મરક્ષા માટે હું શીખવુ છુ. પણ હા જો તમે શક્તિશાળી હશો તો તમારી સામે લડવાની કોઇ ભુલ નહી કરે. નિષ્ઠા અહિ આત્મરક્ષા માટે કરાટે ક્લાસમાં જવાનું શરૂ કરે છે તો બીજી બાજુ કોલેજમાં બનેલી ઘટનાના કારણે આનંદને પણ ખુબ જ પસ્તાવો થાય છે અને તે પોતાના મિત્રોને સાથે લઇને આવે છે અને જે છોકરીઓને પરેશાન કરતા હતા તેમની માંફી મંગાવે છે.

આ વાતની જાણ નિષ્ઠાને થતા તે ખુબ જ ખુશ થઇ જાય છે. થોડીવારમાં જ આનંદ નિષ્ઠા પાસે આવી કહે છે કે ખરેખર તે આજે માંરી આંખો ખોલી નાખી છે હવે મારા મિત્રો તો શું કોઇ પણ વ્યક્તિ આપણા કોલેજની છોકરીઓ સામે આંખ ઉચી કરીને જોઇ શકશે નહી. મારી ભુલ માટે મને ક્ષમા કરજે. આનંદના પ્રાયશ્ચિતના શબ્દો સાંભળીને નિષ્ઠાની આંખોમાંથી પણ આંસુ આવી જાય છે અને કહે છે કે આજ સુધી હું એકલી આ લડાઇ લડતી હતી અને હવે તારો સાથ મળતા મારી શક્તી બે ઘણી થઇ ગઇ છે.

હું પ્રેમની વિરોધી નથી પરંતુ ખોટી રીતે છોકરીઓને પરેશાન કરવામાં આવે છે તેની વિરોધી છું. જે વ્યક્તિ સાથે કોલેજમાં સંઘર્ષ થયો હતો તે બન્ને વ્યક્તિઓ આજે એક સાથે આવી જતા કોલેજમાં પણ હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હવે કોલેજમાં કોઇ પણ પ્રકારના ભય વગર છોકરીઓ ફરી રહી છે. કોલેજમાં છોકરા તથા છોકરીઓ સાથે મળીને કોલેજની અભ્યાસ ઉપરાંતની ઇતર પ્રવૃતિઓમાં પણ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. કોલેજમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને દરેક છોકરા છોકરીઓ પોતાની સાથે વૃક્ષો લઇને કોલેજ આવે છે અને કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરે છે.

આ સમયે કોલેજમાં કેટલાક યુવકો બહારની કોલેજના પણ આવ્યા હોય છે અને તેઓ કોલેજની છોકરીની મશ્કરી કરવાની ગંભીર ભુલ કરી બેસે છે. આ જોતા જ નિષ્ઠા જાણે કોપાયમાન થઇ હોય અને પોતાના પરના તમામ નિયંત્રણો ગુમાવીને તે છોકરીઓની મશ્કરી કરતા બીજી કોલેજના છોકરાઓ પર તુટી પડે છે અને કરાટેના તમામ દાવ છોકરાઓ પર અજમાવીને ખુબ માર મારે છે. નિષ્ઠા સામે છોકરાઓ પણ લાચાર થઇ જાય છે અને છોકરીના હાથનો માર ખાઇને ચુપચાપ જતા રહે છે. થોડીવારમાં વરસાદ શરૂ થાય છે અને ચારેબાજુ પાણી ભરાઇ જાય છે.

વરસાદના કારણે વાહનોની અવર જવર પણ બંધ થઇ જાય છે. નિષ્ઠાને ઘરે પહોચવુ છે પરંતુ વરસાદમાં કઇ રીતે ઘરે જવુ તે અંગે ચિંતીત થઇ જાય છે. વરસતા વરસાદની મજા લેવાના બદલે તું કેમ આમ ચુપચાપ બેસી રહી છુ તેમ આનંદે કહ્યુ. મારે ઘરે જવુ છે પણ વરસાદના કારણે ઘરે કઇ રીતે જવ તેમ નિષ્ઠાએ કહ્યુ. જો તારે અત્યારે જ ઘરે જવુ હોય તો હું તારી સાથે આવીશ તેમ આનંદે કહ્યુ. નિષ્ઠા તથા આનંદ વરસતા વરસાદમાં ઘરે જવા નિકળે છે. બન્ને વાતચીત કરતા કરતા ઘરે પહોચે છે. નિષ્ઠાને ઘરે પહોચાડીને આનંદ પણ ઘરે જતો રહે છે. પરંતુ બીજા દિવસે સવારે આનંદ કોલેજ આવતો નથી અને તપાસ કરતા નિષ્ઠાને ખબર પડે છે કે આનંદને વરસાદમાં પલળવાના કારણે શરદી, તાવ આવ્યો છે.

નિષ્ઠા આનંદને ફોન કરીને ખબર અંતર પુછે છે અને જરૂર જણાય તો દવાખાને સાથે આવવાનું પણ જણાવે છે. આનંદે કહ્યુ કે નિષ્ઠા તું ચિંતા ન કર હું કાલે કોલેજ આવી જઇશ. બીજા દિવસે આનંદ કોલેજ આવે છે ત્યારે આનંદને સ્વસ્થ્ય જોઇને નિષ્ઠા ખુશ થઇ જાય છે. આનંદ તો નિષ્ઠાને મનોમન પ્રેમ કરે જ છે પરંતુ હવે નિષ્ઠાના મનમાં પણ પ્રેમના અંકુર ફુટવા લાગ્યા છે. બન્ને હવે વધારે સમય સાથે રહી રહ્યા છે અને સુખ દુઃખની વાતો કરી રહ્યા છે. થોડા મહિનાઓ પછી આનંદ હિમ્મત કરીને નિષ્ઠા સામે પ્રેમનો એકરાર કરે છે અને નિષ્ઠા પણ એકપણ ક્ષણનો વિચાર કર્યા વગર પ્રેમનો સ્વિકાર કરે છે. બન્ને પ્રેમી યુગલ પરીવારની મંજુરીથી લગ્ન કરે છે અને જીવનભરના સાથી બની જાય છે.

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ