જો કોઈ વ્યક્તિને બોલવામાં તકલીફ પડે કે ચહેરા પણ તણાવ જણાય તો હોઈ શકે કે છે સ્ટ્રોકનો ખતરો

World Stroke Day 2020: દર વર્ષે લાખો લોકો સ્ટ્રોકને કારણે મૃત્યુ પામે છે. જ્યારે લોહીનો પુરવઠો મગજના એક ચોક્કસ ભાગ સુધી પહોંચે છે ત્યારે સ્ટ્રોક આવે છે. આ રોગના લક્ષણો તે વાત પર આધાર રાખે છે કે આખરે લોહીની સપ્લાઈ મગજના ક્યા ભાદમાં બંધ થઈ છે. ન્યુરોલોજિક ડિસઓર્ડરને લીધે તમે શરીરમાં ઘણાં લક્ષણો જોઇને આ રોગનો ખ્યાલ મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિમાં સ્ટ્રોકની વોર્નિંગ સાઈન ઓળખી લેવામાં આવે છે, તો સમયસર તેનું જીવન બચાવી શકાય છે. તબીબી વિશ્વના લોકો તેને ટૂંકી ભાષામાં ‘FAST’કહે છે. ચાલો આપણે તમને વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિત્તે જણાવીએ કે આ રોગના સંકેતો અને લક્ષણો શું છે.

image source

F: ફેસ ડ્રુપિંગ- જો કોઈ વ્યક્તિનો ચહેરો હસતી વખતે એક બાજુ નિર્જીવ જેવો દેખાય છે અથવા જો ચહેરાનો એક ભાગ સુન્ન જોવા મળે તો ખતરો હોઈ શકે છે. તેના હાસ્યમાં પણ એક વિચિત્ર અસમાનતા જોવા મળે છે. કેટલીક વાર હસતી વખતે મોઢું ત્રાસુ લાગે છે.

image source

A: આર્મ વિકનેસ- કોઈને બંને હાથ ઉંચકવા કહો. જો તેના હાથ નબળા અથવા સુન્ન દેખાઈ રહ્યા છે, તો પછી આ મામલો ગંભીર હોઈ શકે છે. હાથોની વચ્ચે ખરાબ બેલેન્સ અથવા તેનું નિચેની તરફ વધારે ઝુકવું સ્ટ્રોક તરફ ઈશારો કરે છે.

image source

S: સ્પીચ ડિફિકલ્ટી – જો કોઈ વ્યક્તિને બોલવામાં તકલીફ થઈ રહી છે અથવા તે શબ્દોનો ઉચ્ચારણ યોગ્ય રીતે કરી શકતો નથી, તો તે સ્ટ્રોક સંબંધિત સમસ્યા હોઈ શકે છે. આવી વ્યક્તિને એક સરળ વાક્ય કહેવા માટે કહો. જો તે તેનો ઉચ્ચારણ યોગ્ય રીતે ઉચ્ચારણ નથી કરી શકતો તો સમસ્યા હોઈ શકે છે.

image source

T: Time to call- જો કોઈ વ્યક્તિમાં આવા લક્ષણો બતાવે અથવા લક્ષણો દેખાવાના અચાનક બંધ થાય તો પછી તુરંત જ આરોગ્ય વિભાગને કોલ કરો અને તરત જ તેમને જાણ કરો. જેથી સમયસર તેમનો જીવ બચાવી શકાય.

અન્ય લક્ષણો

image source

આ સિવાય સ્ટ્રોકના અન્ય ઘણા લક્ષણો છે. આમાં, માનવ શરીરના કોઈપણ ભાગ નબળા અથવા ખરાબ હોઈ શકે છે. તબીબીમાં તેને લકવો કહેવામાં આવે છે. આમાં, શરીરનો કોઈ પણ ભાગ અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. શરીરના કોઈપણ ભાગમાં નિષ્ક્રિયતા આવે છે અથવા ખાલી ચઢે. ચાલવામાં તકલીફ પડે અને શરીરને સંતુલિત કરવું મુશ્કેલ બને છે.

આની અસર લોકોની આંખો પર પણ પડે છે

image source

ઘણી આની અસર લોકોની આંખો પર પણ પડે છે. તેને એક અથવા બંને આંખો વડે જોવામાં તકલીફ થઈ શકે છે. તેને બધું અસ્પષ્ટ દેખાવાનું શરૂ થશે. આ સિવાય ચક્કર આવવા પણ આનું લક્ષણ છે. આ ઉપરાંત, માથાનો દુખાવો, મૂંઝારો, યાદશક્તિમાં ઘટાડો, વર્તણૂકમાં પરિવર્તન, માંસપેશિયોમાં ખેચાણ અને ખાવામાં તકલીફ એ પણ તેના લક્ષણો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ