કોઈપણ રત્ન ધારણ કરતાં પહેલા આ વાતોનું રાખવું જોઈએ ધ્યાન…

જ્યોતિષમાં કુંડળીનું વિશેષ સ્થાન છે. વ્યક્તિની કુંડળીનું અધ્યયન કરવાથી ગ્રહોની સ્થિતી અંગે જાણી શકાય છે અને જો કોઈ ગ્રહ નબળો હોય તો તેને બળવાન બનાવવા માટે અને અશુભ પ્રભાવ આપતાં ગ્રહને શુભ ફળ આપતો કરવા માટેના ઉપાય પણ કરી શકાય છે. ગ્રહોના પ્રભાવને શુભ બનાવવા માટે દાન-પુણ્ય, મંત્ર જાપ ઉપરાંત રત્ન ધારણ કરવા જેવા ઉપાય પણ કરી શકાય છે. જો કે દાન કરવામાં અને મંત્ર જાપ કરવાનો ઉપાય કોઈપણ કરી શકે છે પરંતુ રત્ન ધારણ કરવા માટે ખાસ તકેદારી રાખવી પડે છે. રત્ન કઈ આંગળીમાં ધારણ કરવો, ક્યારે ધારણ કરવો અને કેવી રીતે ધારણ કરવો તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે…

1. જે રત્ન તમે ધારણ કરો તે વીંટીમાં નીચેનો ભાગ ખુલ્લો હોવો જોઈએ જેથી રત્ન આંગળી પર સ્પર્શતો રહે. જો રત્ન આંગળીને સ્પર્શ કરતો હશે તો જ તેનાથી લાભ થશે.

2. રત્ન ધારણ કરતાં પહેલા તેનું શુદ્ધીકરણ કરવું અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. તેનાથી રત્નની સકારાત્મક અસર થાય છે.

3. વીંટી પહેરતાં પહેલા તેને 24 કલાક માટે ગંગાજળમાં અથવા કાચા દૂધમાં ડૂબાડીને રાખવી જોઈએ. આ પાત્રને 24 કલાક સુધી પૂજાઘરમાં રાખવું.

4. રત્નની વીંટી ધારણ કરવાનો ઉત્તમ સમય સૂર્યોદય પહેલાનો હોય છે. આ સમયમાં સ્નાનાદિ કર્મ કરી જે રત્ન ધારણ કરતાં હોય તેના બીજ મંત્રનો જાપ કરી અને વીંટીને ધારણ કરવી.

5. એક કરતાં વધારે રત્નની વીંટી પણ ધારણ કરી શકાય છે પરંતુ તેમાંથી કેટલાકને એકસાથે ધારણ ન કરવી.

– માણેક સાથે નીલમ કે ગોમેદ ધારણ ન કરવો.

– પોખરાજ સાથે હીરો, ગોમેદ અને નીલમ ધારણ ન કરવા.

– મોતી પહેર્યું હોય તો હીરો કે પન્ના ન પહેરવો જોઈએ.

– નીલમ ધારણ કરો તો માણેક કે મોતી ન પહેરવું.

નોંધ- જો તમે વીંટીમાં જડેલો રત્ન પહેરતાં હોય અને સાથે ગળામાં રત્નનું પેન્ડટ પહેરો તો પણ ઉપરનો નિયમ લાગૂ પડે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર, બીજા મિત્રો સાથે આ માહિતી અચૂક શેર કરજો.

ટીપ્પણી