જલ્સા કરોને જેંતીલાલ

ફિલ્મી દુનિયાના આ  કલાકારોએ સમાજ કલ્યાણ માટે જે કામ કર્યા છે તેને હજુ સુધી આપણે નથી જાણતા

કોઈપણ જાતના દેખાડા વગર લોકોની મદદ કરતા ફિલ્મી સિતારાઓ..

આપણા મગજમાં એવા કેટલાક ખોટા ખ્યાલો હંમેશા ઘર કરીને બેસી જતા હોય છે કે ફિલ્મી હસ્તીઓ માત્રને માત્ર ફિલ્મો કરે છે પાર્ટીઓ કરે છે અને ઓટોગ્રાફ્સ આપીને મજા કરે છે. પણ આ ઉપરાંત પણ તેમનું જીવન છે.


આપણને જે અહીં દૂરથી દેખાય છે તે ઉપરાંત પણ તેમના જીવનમાં બીજું ઘણું બધું ચાલતું હોય છે. સમાજ સેવાની તેમની એક અલગ શૈલી હોય છે. તેઓ કોઈને કોઈ રીતે પોતાની આસપાસના વંચિત, પછાત જરૂરિયાતવાળા લોકોના જીવનને સુખમય બનાવવાનો પ્રયાસ કરતા રહે છે.

આજે અમે તમને એવી જ કેટલીક ફિલ્મી હસ્તીઓ વિષે તેમજ તેમના કાર્યો વિષે જણાવીશું જેમણે સેવા ભાવના સાથે ઘણા બધા કામ કર્યા પણ ક્યારેય તેનો ઢંઢેરો નથી પીડ્યો.


1. નાના પાટેકર

નાના પાટેકરની અદ્ભુત અભિનય ક્ષમતા વિષે તો કોઈને પણ પરિચય આપવાની જરૂર નથી રહેતી. પણ આ મહાન અભિનેતા પોતાની એક્ટિંગ સીવાય જરૂરિયાત ધરાવતા લોકો માટે ઘણું બધું કરે છે. નાના પાટેકર આપણને ઘણું બધું શીખવી શકે તેમ છે કે કેવી રીતે તે ગરીબ લોકોની સેવા કરવી જે ક્યારેય મદદ માટે પોતાના હાથ નથી ફેલાવતા.


એક અહેવાલ પ્રમાણે નાના પાટેકરે પોતાના જીવનની 90 ટકા કમાણી ખેડૂતોના ઉદ્ધાર માટે દાનમાં આપી દીધી છે. નાના પાટેકર એક સંપૂર્ણ સાદગીસભર વ્યક્તિ છે. તે આજે પણ સામાન્ય ભોજન જ લે છે અને તે પણ જમીન પર બેસીને. નાના પાટેકર હંમેશા તે દુઃખી ખેડૂતોના કુટંબ સાથે ઉભા રહ્યા છે જેમના ઘરના એકનાએક કમાઉ વ્યક્તિએ સંજોગોથી હાર માનીને આત્મહત્યા કરી લીધી હોય. નાનાએ આવા 62 કુટુંબને 15-15 હજાર રૂપિયાનું દાન કર્યું છે. અને તેમની આ પ્રવૃત્તિ હજુ ચાલુ જ છે.


2. કમલ હસન

એક અસામાન્ય અભિનેતાની સાથે સાથે કમલ હસન એઇડ્સ પીડિત બાળકોની મદદ પણ કરે છે. પોતાની કોઈ ભૂલ વગર આ બાળકો પારાવાર દુઃખ ભોગવી રહ્યા છે.

2010માં તેમને હૃદયરાગમની એક યોજનાના મેનેજર બનાવવામાં આવ્યા હતા, જે ચળવળ હેઠળ હૃદય શસ્ત્ર ચિકિત્સા અને એઇડ્સ પીડિત બાળકો માટે રકમ ભેગી કરવાની હતી, તેમણે તે અનાથ બાળકો માટે ખુબ મોટી રકમ ભેગી કરી હતી. એક-એક પૈસાનો ઉપયોગ બાળકોની ઉત્તમ સારવાર પાછળ કરવામાં આવ્યો છે.


3. અક્ષય કુમાર

અક્ષય કુમાર માત્ર પોતાની સમાજના ઉદ્ધારનો ઉદ્દેશ દર્શાવતી ફિલ્મો જ નથી કરતા, પણ વાસ્તવમાં પણ તેઓ સમાજના ઉદ્ધારના કાર્યો કરે છે. તેમણે મહારાષ્ટ્રમાં દુકાળની સમસ્યાના કારણે આત્મહત્યા કરનારા ખેડૂતોના કુટુંબને મદદ કરી છે.


આ કુટુંબો પર આવેલી આપત્તીએ અભિનેતાને એટલી હદે હલાવી મુક્યા કે તેમણે મહારાષ્ટ્રના એક આખા ગામને દત્તક લઈ લીધું. તે ગામ ખેડૂતોની આત્મહત્યાના મામલામાં સૌથી વધારે તકલીફમાંથી પસાર થઈ રહ્યું હતું. તેમણે કૂલ 180 કુટુંબો વચ્ચે 90 લાખ રૂપિયાની આર્થિક મદદ આપી છે જે અત્યંત ગરીબ હતા.

આ ઉપરાંત અક્ષય કુમાર આપણા દેશના જવાનો માટે પણ સારા કામ કરી રહ્યા છે. આ સાથે તેમણે આત્મરક્ષાની શિબિરોની શરૂઆત કરી 4000 સ્ત્રીઓને નિઃશુલ્ક પ્રશિક્ષણ પણ આપ્યું છે. અક્ષય કુમારની નજરમાં દેશ તેમજ દેશના લોકો સૌથી ઉપર છે. તેમણે 1.08 કરોડ રૂપિયાની રકમનું દાન દેશના 12 અમર શહીદ જવાનોના કુટુંબોને કર્યું છે.


4. શબાના આઝમી

શબાના આઝમી બોલીવૂડની પીઢ અભિનેત્રી તો છે જ પણ તે એક સામાજિક કાર્યકર્તા પણ છે. તેમણે આગળ આવીને પોતાના હાથ તે સામાજિક કલંકો ભૂંસવા માટે આપ્યા છે જેને તે પોતાની ફિલ્મો દ્વારા પણ દર્શાવતી રહે છે અને આ રીતે તેણી વિસ્તૃત રીતે જાગૃતિ ફેલાવી રહી છે. તેમણે વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર પણ ખુબ જ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.


શબાના મહિલાઓના અધિકારની સુરક્ષા માટે ઘણું કરી ચૂક્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ત્રીઓને માત્ર વસ્તુ તરીકે ઉપયોગમાં લેવાનો વિરોધ કર્યો છે. તે એઇડ્સ પિડીતો પ્રત્યે રાખવામાં આવતા પૂર્વગ્રહને દૂર કરવા માટે પણ આગળ આવી છે. તેમના જેવા પ્રખ્યાત કલાકારની સહયોગપૂર્ણ ભાગીદારીથી એઇડ્સના દર્દીઓને એક નવું બળ મળ્યું છે અને તેથી હવે તેઓ પોતાના હક્ક માટે આગળ આવી રહ્યા છે.


5. જોહ્ન અબ્રાહમ

જોહ્ન અબ્રાહમ એક હેન્ડસમ હંકની સાથે એક છૂપો સમાજ સેવક પણ છે. તે પોતાના સારા કામો લાઇમ લાઇટથી દૂર રહીને કરે છે. તે જરૂરિયાતવાળા લોકો તેમજ પશુઓ માટે કામ કરે છે. જોહ્ન ખુબ જ સક્રિય રીતે પશુઓના હક્ક માટે સંઘર્ષ કરે છે. તે ‘જોહ્ન્સ બ્રિગેડ’ નામનું સંગઠન ચલાવે છે જે જરૂરિયાતવાળા લોકોને આશરો આપે છે. તે એક ખુબ જ જાગૃત રીતે PETA માટે કામ કરે છે અને તેના માટે અભિયાન પણ ચલાવે છે.


6. રાહુલ બોઝ

એક ઉત્તમ અભિનેતાની સાથે સાથે તેમની એક વિશિષ્ટ ઓળખ તેમના સામાજિક યોગદાનના કારણે ઉભી થઈ છે. એક માતૃ સંગઠન સાથે તેમના કેટલાએ સહાયક સંગઠન સમૂહો જોડાયેલા છે. રાહુલના કુલ 51 લોક કલ્યાણના ટ્રસ્ટ છે. આ સંગઠનો સમાજના આર્થિક રીતે પછાત, નબળા તેમજ નીચલા વર્ગના બાળકોના કલ્યાણ અને શૈક્ષણિક વિકાસ માટે કામ કરે છે. રાહુલ તેમના કલ્યાણાર્થે આન્દામાન અને નિકોબારમાં કામ કરે છે. અત્યાર સુધીમાં તે કેટલાએ બાળકોનું જીવન સુખમય બનાવામાં સફળ રહ્યા છે.


7. ગુલ પનાગ

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા ભલે બોલિવૂડમાં તેટલી સફળ ન રહી હોય, પણ તે એક વિશાળ હૃદય ધરાવે છે. એક જવાબદાર નાગરીક તરીકે તે અભાવગ્રસ્ત લોકોની મદદ કરવામાં જરા પણ પાછી પાની નથી કરતી અને તેને તેના આ કામ પર ગર્વ છે. હાલ તેણી એક સંગઠન ચલાવે છે જેનું નામ છે ‘ગુલ ફોર ચેંજ’, જે આપત્તિ વ્યવસ્થાપન, લૈંગિક સમાનતા અને શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાએ સામાજિક કામ કરે છે.

તે ‘શ્રદ્ધા ચેરિટેબલ ટ્રસ્ટ’ સાથે પણ જોડાયેલી છે. તે એક કાર્યશાળા છે જ્યાં માનસિક રીતે નબળા યુવાનોને વ્યવસાયિક તાલિમ અને સામાન્ય શિક્ષણ આપે છે. તેમનો આ પ્રયાસ ખુબ જ પ્રસંશનીય છે.


8. કાજોલ

લોકો આજે પણ કાજોલના સૌમ્ય વ્યક્તિત્ત્વથી આકર્ષાય જાય છે. એક અતિ ટેલેન્ટેડ અભિનેત્રી હોવાની સાથે સાથે તે કેટલાએ માનવ કલ્યાણના કાર્યો સાથે પણ જોડાયેલી છે. તે ‘શિક્ષા’ નામની સંસ્થા સાથે પણ જોડાયેલી છે જે વંચિત વર્ગના બાળકોના શિક્ષણ માટે સમર્પિત છે.

એઇડ્સ અને કેન્સરના દર્દીઓના ઉદ્ધાર માટે ફંડની વ્યવસ્થા માટે તે ફેશન શોમાં પણ ભાગ લેતી રહે છે. સફળતાને પોતાના પર હાવી ન થવા દઈને તે પોતાની રીતે અભાવગ્રસ્ત લોકોની મદદ કરતી રહે છે.


9. પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ભલે દેશી ગર્લ નહીં રહીને વિદેશી ગર્લ થઈ ગઈ હોય, આજે તેની ખ્યાતિ માત્ર બોલીવૂડમાં નહીં પણ હોલીવૂડમાં પણ ફેલાઈ ગઈ હોય પણ તે આજે પણ એક સાચ્ચી ભારતીય નાગરિક છે. પ્રિયંકા યુનિસેફની સદ્ભાવના રાજદૂત હોવાની સાથે સાથે સમગ્ર ભારતના વંચિત વર્ગના બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષા માટે પોતાની સંસ્થા પ્રિયંકા ચોપડા ફાઉન્ડેશન પણ ચલાવે છે.


ખુબજ પ્રતિભાશાળી તેવી અભિનેત્રીનું એવું માનવું છે કુદરતની રક્ષા પણ આપણી એક જવાબદારી છે. તેના માટે તે પર્યાવરણ સંબંધી કામોમાં હંમેશા મદદ કરતી રહે છે. પ્રિયંકાએ મૃત્યુ બાદ પોતાના અંગદાનની ઔપચારિક ઘોષણા પણ કરી છે.


10. શાહ રુખ ખાન

કિંગખાન શાહ રુખ ખાન માત્ર રોમેન્સનો બેતાજ બાદ્શાહ જ નથી પણ તે અસંખ્ય સામાજિક કાર્યો પણ કરે છે. તેમણે ઓડીસાના 12 ગામોને દત્તક લઈ ત્યાંનું વિદ્યુતીકરણ કરાવ્યું છે. તે આ ગામડાઓને આગળ લાવવા માટે બીજી ઘણી બધી યોજનાઓ ઘડી રહ્યા છે. તેમણે નાણાવટી હોસ્પિટલ માટે પણ યોગદાન કર્યું છે અને છેલ્લા 15 વર્ષથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે.


આ હોસ્પિટલમાં તે ત્યારથી વધારે યોગદાન આપી રહ્યા છે જ્યારથી અહીં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને પ્રસૂતિ કેન્દ્રની સ્થાપના થઈ છે. તેમણે આઈપીએલ 7ની સંપૂર્ણ કમાણી મુંબઈ અને કોલકાતાની કેન્સર હોસ્પિટલમાં દાન કરી દીધી છે.


11. સુષ્મિતા સેન

ભૂતપૂર્વ વિશ્વ સુંદરી જે આજે પણ તેટલી જ સુંદર અને બોલ્ડ લાગે છે. તેણે બે દીકરીઓને દત્તક લઈ પોતાની દીલદારી તો બતાવી જ દીધી છે. વર્ષ 2000માં તેમણે રીનીને દત્તક લીધી હતી જ્યારે તે માત્ર 25 વર્ષની હતી. ત્યાર બાદ 2009માં તેણીએ ત્રણ મહિનાની અલિશાને પણ દત્તક લીધી.

ત્યારથી તે આ બાળકીઓના જીવનને એક નવી જ દીશા આપી રહી છે. તેણી એક મમતાસભર માતા જ નહીં પણ એક દરિયાદિલ વ્યક્તિ પણ છે જેમણે માત્ર આ બાળકોને સુંદર જીવન જ નથી આપ્યું પણ લાખો લોકોને તે માટે પ્રેરિત પણ કર્યા છે.


કેહવામાં આવે છે કે જો તમને ભગવાને સંપૂર્ણ રીતે સામર્થ્યવાન બનાવ્યા હોય તો તમારી ફરજ છે કે તમે જેની પાસે તમારા જેવું સામર્થ્ય નથી તેને મદદ કરો. આ નામાંકિત વ્યક્તિઓએ, જરૂરિયાતવાળા લોકો, વંચિતો, દલિતો અને શોષિતો માટે પ્રેમ અને મદદ માટે હાથ લાંબો કર્યો છે, જે ખુબ જ પ્રશંસનીય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version