જલ્સા કરોને જેંતીલાલ

નહીં જાણતા હોવ અંબાણી પરિવારની 10 વાતો, તમારા માટે જાણવી છે જરૂરી

કહેવાય છે ને કે કોઈ કામને સાચા મન અને મહેનત સાથે કરવામાં આવે તો તમને તેમાં સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. આ વાતને અંબાણી પરિવારના પ્રમુખ ધીરુભાઈ અંબાણીએ સાબિત કરી છે. તેઓએ પોતાના દમ પર શૂન્યથી લઈને શિખર સુધીની મુસાફરી પૂરી કરી છે. ધીરુભાઈએ નાના સ્તરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની શરૂઆત કરી હતી પણ પોતાના મહેનત અને આત્મવિશ્વાસથી તેને એટલી મોટી બનાવી દીધી કે આજે તેની ચર્ચા તમામ જગ્યાઓએ થાય છે. એટલું નહીં અંબાણી પરિવાર વિશે તમે અનેકગણુ જાણો છો તો પણ 10 વાતો એવી છે જેને તમે આજે પણ જાણતા નથી. જ્યારે તમે આ 10 વાતો જાણશો તો તમે પણ ચોંકી જાવ તે શક્ય છે. તો આવો આજે જાણીએ અંબાણી પરિવારની અજાણી વાતો વિશે.

image source

ધીરુભાઈ અંબાણીનો જન્મ ગુજરાતના ચોરવાડમાં થયો હતો. આ ગામમાં ધીરુભાઈના પિતા શાળામાં ભણાવતા હતા. ધીરુભાઈએ નાના સ્તરે શરૂઆત કરીને બિઝનેસ શરૂ કર્યો હતો અને અનેક મુશ્કેલીઓ બાદ તેઓ તેમાં આગળ વધી શક્યા હતા.

image source

ધીરુભાઈ અંબાણી સહિત તેઓ 5 ભાઈ બહેન હતા. તેઓ ત્રીજા નંબરના સંતાન હતા. વર્ષ 1955માં ધીરુભાઈએ કોકિલાબેન સાથે લગ્ન કર્યા અને પછી તેમના જીવનમાં ખુશીઓનો પ્રવેશ થયો.

વર્ષ 1958માં મુંબઈ આવીને ધીરુભાઈએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો.

image source

ધીરુભાઈની કોઈ એક ખાસિયત હોય તો તે એ કે તેમને ક્યારેય રિસ્ક લેવામાં સંકોચ રાખ્યો નથી. તેના કારણે જ તેઓ સફળ રહ્યા છે.

image source

ધીરુભાઈના 4 બાળકો મુકેશ અંબાણી, અનિલ અંબાણી, દિપ્તી સાલગાવકર અને નીના કોઠારી છે. ભલે મુકેશ અને અનિલ અંબાણીનું નામ સતત ચર્ચામાં રહ્યું હોય પણ અન્ય તરફ નીના અને દીપ્તી પણ લાઈમ લાઈટથી દૂર રહેવામાં માને છે.

મુકેશ અંબાણીમાં પિતા ધીરુભાઈની ઝલક જોવા મળે છે. જે દરેકને ધીરુભાઈ અંબાણીની યાદ અપાવી દે છે.

image source

ધીરુભાઈએ યમનમાં એક કર્માચીરીની રીતે કામ કર્યું અને હવે તેઓ ભારત આવ્યા તો સાથે 1000 રૂપિયા લઈને આવ્યા હતા.

image source

ધીરુભાઈને કામ પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેઓ હંમેશા નવા પ્રોજેક્ટ પર કામ કરતા રહેતા. પણ તેમની એક વાત સૌને પસંદ હતી અને જેનાથી તેઓએ સફળતા મેળવી તે એ કે તેઓ કામની સાથે પરિવાર પર પણ ધ્યાન આપતા હતા.

image source

નીતા અંબાણીને દીકરા મુકેશ અંબાણીને માટે ધીરુભાઈ અંબાણીએ પસંદ કર્યા હતા.

image source

ભલે મુકેશ અંબાણીનો પરિવાર એન્ટીલિયા જેવા લક્ઝરી અને મોંઘા ઘરમાં રહેતો હોય, પણ એક સમય હતો જ્યારે પિતા ધીરુભાઈ અંબાણી પોતાના શરૂઆતના દિવસોમાં પરિવાર સાથે 2 રૂમના ફ્લેટમાં રહેતા હતા.

image source

તો એક વાત તો એ કે તમે ભલે અંબાણી ન બની શકો પણ તેમની સફળતા માટેની સિધ્ધ થયેલી કેટલીક આદતો અને વાતોને જાણી લેશો તો તમે પરિવારિક જીવન અને વ્યાવસાયિક જીવનમાં અચૂક સફળતા મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version