ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આટલી કાયદાકીય માહિતી ખાસ ધ્યાન રાખજો…

ઘર એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ તેને બનાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડો છે. પ્રોપર્ટી ખરીદવામાં નિયમ અનુસાર, કેટલી બાબતોનું ધ્યાન રાખવામાં ન આવ્યું, તો તમારું સપનુ અધૂરુ રહી શકે છે, અથવા તૂટી શકે છે. પ્રોપર્ટી ખરીદવા માટે આ 10 સલાહને ધ્યાન રાખી લેજો. જેને ફોલો કરીને તમે તમારી મુશ્કેલીઓ દૂર કરી શકો છો.જીએસટી અંતર્ગત તમામ ડેવલપર્સ માટે પોતાના પ્રોજેક્ટને રેગ્યુલેટરી ઓથોરિટીમાં રજિસ્ટર કરવું જરૂરી થઈ ગયું છે. તેથી જો તમે કોઈ પ્રોજેક્ટમાં ઘર ખરીદવાનુ વિચારી રહ્યા છો, તો જોઈ લો, કે ડેવલપરે તે પ્રોજેક્ટ રજિસ્ટર કરી લીધો છે કે નહિ, અથવા તો પછી રેરા રજિસ્ટ્રેશન માટે આવેદન રાખ્યુ છે કે નહિ.કારપેટ એરિયા, બિલ્ટ અપ એરિયા અને સુપર બિલ્ટ અપ એરિયાના અંતરને જરૂર સમજી લો. મોટાભાગના લોકો સુપર બિલ્ટ અપ એરિયાને જ કારપેટ એરિયા સમજી લે છે. જેથી બાદમાં તેમને મોટો ઝાટકો લાગે છે.બિલ્ડર ક્યારે તમને ડિલીવરી આપવા જઈ રહ્યો છે, તેના શિડ્યુઅલને જરૂર સમજી લો. મોડું થવા પર ઓથોરિટીને તેની ફરિયાદ કરી શકો છો.કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા દરેક અપડેટ પર નજર રાખો અને હિસાબથી પોતાની રણનીતિ બનાવી રાખો. એ જરૂર જાણી લો કે, તે પ્રોપર્ટીને બેંક ફાઈનાન્સિંગ ઉપલબ્ધ છે કે નહિ. તમારા પ્રોજેક્ટને કઈ બેંક લોન આપવા જઈ રહ્યું છે, તેની જાણકારી હોવી જોઈએ. પછી તે બેંકોનો વ્યાજદર જાણી લો. તેનાથી તમને એ નક્કી કરવામાં મદદ મળશે કે, કઈ બેંક પાસેથી તમારે લોન લેવાની છે.

જો તમે રિસેલમાં પ્રોપર્ટી લઈ રહ્યા છો, તો જોઈ લો કે તેનાથી જોડાયેલ પ્રોપર્ટી ટેક્સ, વીજળી બિલ સહિત અન્ય બિલ ચૂકવવામાં આવ્યા છે કે નહિ.

પ્રોપર્ટી ખરીદતા સમયે લેન્ડ યુઝ જરૂર જાણી લો. ઉદાહરણ તરીકે, એ જોઈ લો કો તે રેસિડેન્શિયલ છે કે પછી કમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ છે કે પબ્લિક યુઝવાળી. કેમ કે, તમામના નિયમ અલગ અલગ હોય છે.

પ્રોપર્ટી લેતા સમયે જોઈ લો કે, તેનાથી જોડાયેલ કયા કયા ચાર્જિસ તમને આપવાના રહેશે. જેમ કે, રજિસ્ટ્રેશન, ડેવલપમેન્ટ ચાર્જ, પ્રેફરેન્શિયલ લોકેશન ચાર્જ વગેરે.

પ્રોપર્ટીના લોકેશનનું બહુ જ મહ્ત્તવ છે. તે ક્યાં છે, તે એરિયાનો કેવી રીતે વિકાસ થઈ રહ્યો છે, ત્યાં બસ સર્વિસ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન છે કે નહિ, નજીકમાં માર્કેટ છે કે નહિ, મુખ્ય શહેરથી તે કેટલું દૂર છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું શું સ્ટેટસ છે, તે બધી બાબતો બહુ જ મહત્વની છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી અને ટીપ્સ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી