આ 7 રાશિના લોકોને 2020માં પડશે અનેક તકલીફો, જાણો તમે પણ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ ૨૦૨૦માં ૭ એવી રાશિઓ છે જેમને આર્થિક તકલીફોથી પસાર થવુ પડી શકે છે. આ વર્ષે આર્થિક રીતે વિશેષ સાવધાનીઓ રાખવાની જરૂરિયાત છે.

image source

વર્ષ ૨૦૨૦માં કેટલીક રાશિઓને આર્થિક નુકસાન થઈ શકે છે. અમે આપને જણાવી રહ્યા છીએ કે વર્ષના આવનાર મહિનાઓમાં કઈ રાશિઓના લોકોને સાવધાન રહેવાની આવશ્યકતા છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ વર્ષ ૨૦૨૦માં ૭ રાશિઓ એવી છે જેમને આર્થિક તકલીફોમાંથી પસાર થવું પડી શકે છે. તો ચાલો આપને જણાવીએ કે તે કઈ ૭ રાશિઓ છે જેમને આર્થિક તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિ:

આર્થિક દ્રષ્ટિથી જોઈએ તો વર્ષ ૨૦૨૦ આપના માટે વધારે અનુકૂળ નથી. વર્ષની મધ્યમાં આપને આર્થિક નિર્ણય લેવામાં તકલીફનો સામનો કરવો પડી શકે છે. જો આપ કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છો તો તે સમજી-વિચારી અને સમજદારી સાથે લેવો. જૂન અને સપ્ટેમ્બર મહિનામાં આપને વિતીય લાભ આપી શકે છે.

મિથુન રાશિ:

નવા વર્ષમાં મિથુન રાશિના લોકોનું આર્થિક વર્ષ હળતું ભળતું રહેશે. આ વર્ષે કોઈ ભૂલ વિતીય નિર્ણયના કારણે ધનનું નુકસાન થઈ શકે છે. વર્ષ ૨૦૨૦માં આપના કર્જમાં વધારો થઈ શકે છે. આવક ઓછી હોવા છતાં ધનની બચત કરવાનો પ્રયત્ન કરો.

કર્ક રાશિ:

કર્ક રાશિના લોકોને નાણાકીય ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. આ વર્ષે આપના ખિસ્સામાં ધન તો આવશે પરંતુ ટકશે નહિ. ઘરમાં કોઈ માંગલિક કાર્યોને લીધે આપની પર ઉધારી વધી શકે છે. જો આપ આપની ફેમિલી માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ રાખ્યો છે તો સારી વાત છે, નહિતર પરિવારજનોના સ્વાસ્થ્યમાં આપના ખર્ચમાં વધારો થઈ શકે છે.

સિંહ રાશિ:

વર્ષ ૨૦૨૦માં સિંહ રાશિવાળા જાતકોને મજબૂત આર્થિક વ્યવસ્થાની જરૂર છે. જુલાઈ થી નવેમ્બર સુધીનો સમય નાણાકીય પક્ષ માટે સારું છે. આ વર્ષે આપને પોતાના ખર્ચાઓ પર લગામ કસવાની જરૂર છે. એનાથી આપનું બજેટ બિલકુલ બગડશે નહિ. ધનની બચત અથવા આવકના નવા સ્ત્રોતોનું સર્જન કરવા માટે પૈસાનું નિવેશ કરી શકાય છે.

તુલા રાશિ:

નવા વર્ષમાં તુલા રાશિવાળા જાતકોનો આર્થિક પક્ષ સામાન્ય રહેશે. આપની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે આપે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં આપ આપની સેલેરી વધારવા ઈચ્છો છો તો આપને વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. આપે અન્ય સ્ત્રોતો થી પણ પૈસા કમાવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ધનુ રાશિ:

ધનુ રાશિના જાતકોને આ વર્ષે અલ્પાવધિમાં કરવામાં આવેલ રોકાણથી નફો થઈ શકે છે. ધનથી જોડાયેલ બાબતોમાં કોઈની પર ભરોસો કરવો નહીં. જો જમીન થી જોડાયેલ કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેનો નિર્ણય આપના હકમાં આવી શકે છે. આ વર્ષે આપ ધનની બચત કરી શકવામાં સફળ થશો.

મકર રાશિ:

મકર રાશિવાળા લોકો માટે વર્ષ ૨૦૨૦ પડકારોથી ભરેલો છે. આ વર્ષ આપની કોઈ ભૂલથી ધન હાનિ થઈ શકે છે. આર્થિક સંકટથી બચવા માટે બજેટ પ્લાન કરી શકો છો. નાણાંની લાલચમાં આવીને એવું કોઈ પગલુ ભરવું નહિ જે અનૈતિક કે ગેરકાયદેસર હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ