-: વજનવાળી વાત :- – પતિ અને પત્નીના પ્રેમની ખુબ સુંદર વાર્તા..

“સંધ્યા,તુ આજે મારી સાથે જીમ કરવા કેમ ન આવી ?”આકાશે ગ્લાસમાં જ્યુસ રેડી રહેલી તેની પત્ની સંધ્યાને પુછ્યુ .
“બસ…હવે જીમ કરવાનો કંટાળો આવે છે “સંધ્યાએ તેના ગાલ પર આવેલી,વાળની લટોને બન્ને હાથથી કાન પાછળ કરતા આકાશને જવાબ આપ્યો.

“કેમ…અચાનક કંટાળી ગઇ તુ? “આકાશે સંધ્યાના હાથ માથી જ્યુસનો ગ્લાસ લેતા તેની સામે જોતા કહ્યુ.
“રોજ રાત્રે લેટ સુવાનુ,સવારે વહેલા ઉઠવાનુ,જીમ જવાનુ,તમારા માટે નાસ્તો તૈયાર કરવાનો,ટીફીન બનાવાનુ,ધર સાફ કરવાનુ,કપડા ધોવાના આ બધુ મેનેજ કરવુ થોડુ આકરુ પડે છે,એટલે કંટાળો આવે યાર “સંધ્યાએ આકાશને કહ્યુ.

“અરે…એવુ થોડી હોય,પહેલા પણ આ બધુ કામ તુ કરતી હતી અને રોજે જીમ પણ કરતી હતી,તો અચાનક કંટાળો કેમ આવી ગયો?”આકાશે ખાલી થયેલા જ્યુસના ગ્લાસને સંધ્યા સામે ઉંચો કરતા કહ્યુ.
“પહેલા..એ બધુ થતુ હતુ,હવે નથી થતુ “સંધ્યા એ જયુસના ખાલી ગ્લાસ પર રહેલી આકાશની આંગળીઓને સ્પર્શતા કહ્યુ.સંધ્યાએ આકાશના હાથ માથી ગ્લાસ લઇને તેની સામે પડેલા ટેબલ પર મુક્યો.
“પહેલા થતુ હતુ,તો હજી પણ એ બધુ મેનેજ કરવુ હોય તો થાય,એમા કંઇ પ્રોબ્લેમ થાય તેવુ નથી “આકાશે તેની બાજુમા સોફા પર બેઠેલી સંધ્યાના ખંભા પર તેનો હાથ વીંટાળતા કહ્યુ.

“તમને પહેલા કીધુતો ખરુ કે પહેલા મેનેજ થતુ હતુ એટલે કરતી હતી જીમ,હવે નથી થતુ તો નહી કરવુ જીમ,તમારે તો ખાલી બોલવાનુ છે,તે બધુ મેનેજ તો મારે કરવાનુ એટલે તમને તેમા મને શુ તકલીફ થાય એ ખબર નહી પડે “સંધ્યાએ આકાશની છાતી પર પોતાનો હાથ મુકતા,તેના પર ઝુકેલી આકાશની આંખોમા જોતા કહ્યુ.સંધ્યાના આ શબ્દો સાંભળીને આકાશે તેને તાકી રહેલી સંધ્યા સામે સ્મિત કરુ.સંધ્યાએ તેની સામે સ્મિત કરી રહેલા આકાશનુ નાક ખેંચ્યું અને બન્ને એકબીજાની સામે જોયને હસી પડ્યા.

“મારુ માનવુ એવુ છે કે તુ જીમ કરે તો સારુ…”આકાશે સંધ્યાના બાવડાની ચરબીને ધીમેથી દબાવતા કહ્યુ .
“તમને લાગતુ હશે સારુ…મને નથી લાગતુ “સંધ્યાએ તેની સામે ઉત્સુકતાથી જોઇ રહેલા આકાશને જવાબ આપતા કહ્યુ.
“તને કેમ સારુ નથી લાગતુ “આકાશે સંધ્યાના ખંભા પર રહેલા હાથ થકી સંધ્યાના ગાલને સ્પર્શતા કહ્યુ.
“મારુ વજન એકદમ ધટી ગયુ છે,એટલે મને નથી સારુ લાગતુ “સંધ્યાએ તેના ગાલ પર રહેલા આકાશના હાથને સ્પર્શતા કહ્યુ.
“વજન ધટે એતો સારુ,તારુ ફીગર મેન્ટેઈન રહેશે તેનાથી “આકાશે સંધ્યાની સામે સ્માઇલ કરતા કહ્યુ.

” મને…મારા ફિગરની ચિંતા નથી હવે?”સંધ્યાએ આકાશની સામે જોતા નિખાલસતાથી જવાબ આપ્યો.
” કેમ તને તારા ફિગરની ચિંતા નથી હવે ?”આકાશે સંધ્યાના જવાબને સવાલમા પલટાવતા કહ્યુ.
“મારુ વજન ધટી રહ્યુ છે એટલે,મને મારા ફિગર ની ચિતા નથી “સંધ્યાએ આકાશના હાથમા તેનો હાથ પોરવતા કહ્યુ.

” તો હવે તુ વજન વધારવાની ? “આકાશે આશ્ચર્યચકિત થતા, સંધ્યાના વાળમા તેનો હાથ ફેરવતા પુછ્યુ.
“હા…વજન વધારવુ પડશે મારે “સંધ્યાએ તેની સામે નીચી નજર કરીને તાકી રહેલા આકાશને જોતા કહ્યુ .
“હવે તુ hotty માથી મોટી બનવાની એમને “આકાશે હળવુ હસતા સંધ્યા ની મજાક કરતા કહ્યુ.

“હુ પહેલેથી જ હોટ છુ હા…”સંધ્યા એ તેના હાથની મૂઠીઓ આકાશના દિલ પર પછાડતા કહ્યુ.
“તુ હવે વજન વધારીને જાડી,મોટી થઇ જવાની,એટલે
હવે તારી હોટનેસ જવાની…”આકાશે ખડખડાટ હસતા સંધ્યાને કહ્યુ.
“બસ…કરો હવે,તમારા પેટ પર કંઇ સિક્સ પેક નથી “સંધ્યાએ એક હાથથી આકાશનુ વધેલુ પેટ અને બીજા હાથથી આકાશનુ હસતુ મોઢુ દબાવતા કહ્યુ.
“તારુ વજન કેટલુ છે હાલ ? “આકાશે સંધ્યાની સામે જોતા ફરી સવાલ કરો.

“તમને નથી ખબર? “સંધ્યાએ આકાશની સામે તેની આંખો પહોળી કરતા પુછ્યુ.
“ના….નથી ખબર,એટલે તો તને પુછ્યુ “આકાશે સંધ્યાને પુછ્યુ.
“તમે મને ગઇ કાલે તો તમારા હાથ થી તેડી હતી,તો તમને અંદાજ આવી જવો જોયે મારા વજનનો “સંધ્યાએ આકાશ સામે આંખ મીચકારતા કહ્યુ.
” એ તો મારા ધ્યાન બહાર જતુ રહ્યુ,કહેને કે કેટલુ વજન છે હાલ તારુ ?”આકાશે સંધ્યાને જવાબ આપતા કહ્યુ.

“મારુ વજન 42 છે હાલ “સંધ્યાએ આકાશના ખંભા પર પોતાનુ માથુ ઢાળતા કહ્યુ.
“બરાબર છે તારુ વજન વધારવાની કોઇ જરૂર નથી તારે “આકાશે સંધ્યાને સમજાવતા કહ્યું.
“બરાબર નથી,મારે તો મારૂ વજન 42 માથી 50 કરવુ છે,તમે મને મદદ કરશો ને ? “સંધ્યાએ આકાશની વાત અવગણતા કહ્યુ.
“તારે વજન વધારવુ,એમા હુ તને કેવી રીતે મદદ કરી શકુ ?”આકાશને સમજણ ના પડ્યા સંધ્યાને પુછ્યુ.

” મારા માટે દર બે દિવસે ડોમીનોજ માથી ડબલ ચીજ ટોપીંગ વાળા પીન્ઝા તમારે પાસઁલ કરીને લઇ આવાના “સંધ્યાએ આકાશની મુંઝવણ દુર કરતા જવાબ આપ્યો.પરંતુ આકાશની મુંઝવણ ધટવાને બદલે વધી ગઇ.
“કેમ.. ચુપ થઇ ગયા ?”સંધ્યાએ આકાશના ચહેરા પરની ચિંતાને પારખી લેતા કહ્યુ.
“દર બે દિવસે ડોમીનોજ ના પીન્ઝા…બજેટ વધી જાય “આકાશે માથુ ખંજવાળતા સંધ્યાને જવાબ આપ્યો.
“બજેટ નહી વધે…ચિંતા ના કરો “સંધ્યાએ આકાશને કહ્યુ.
“કેવી રીતે નહી વધે ?”આકાશે સંધ્યાને સવાલ કરતા કહ્યુ.
” હુ જીમ જવાનુ બંધ કરી રહી છુ,તો બચેલી જીમની ફીના પૈસા માથી પીન્ઝા લઇ આવવાના,બરાબરને “સંધ્યાએ સમજણ આપતા આકાશને કહ્યુ.

“હા…પણ તને વજન વધારવાનુ ભુત કેમ અચાનક ભટકાઇ ગયુ ?”આકાશે સંધ્યાને પુછ્યુ.
“તમે મને ગયા અઠવાડીયે એક વાત કરેલી,ખબર છે ?”સંધ્યાએ આકાશને તેની વાત યાદ કરવાનુ કહેતા કહ્યુ.

“ગયા અઠવાડીયે…કંઇ વાત,મને યાદ નથી “આકાશે માથુ ખંજવાળતા સંધ્યાને જવાબ આપ્યો.
“બાળક નુ પ્લાનીંગ કરવાનુ છે ત્રણ મહિના પછી આપણે એવુ તમે મને કીધુ હતુ…યાદ આવ્યુ”સંધ્યાએ આકાશને તેને કહેલી વાત ફરી યાદ કરાવતા કહ્યુ.
“હા…પણ તેમા વજન વધારવાની કંઇ જરૂર ખરી ?”આકાશે સંધ્યાને જવાબ આપતા કહ્યુ.
“હા..જરૂર તો ખરીને,બાકી મને કંઇ શોખ થોડી થાય “સંધ્યાએ જવાબ આપતા કહ્યું.

“કેમ ?”આકાશે ફરી સવાલ કરતા સંધ્યાને કહ્યુ.
“તંદુરસ્ત બાળક જન્મે તે માટે સ્ત્રીનુ વજન હોવુ જરૂર છે “સંધ્યાએ આકાશને સમજાવતા કહ્યુ.
“સંધ્યા…તારી આ વજન વાળી વાતમા વજનતો ખરુ જ “આકાશે સંધ્યા સામે હસતા કહ્યુ.
“હા…હુ તમને કયારની આ વજનો ભાર આપવા માગતી હતી,પણ તમને સમજવામા થોડો સમય લાગ્યો “સંધ્યાએ તેની સામે હસી રહેલા આકાશને જવાબ આપતા કહ્યુ.

“મને તારા વજનની ચિંતા હતી,અને તને આવનારા આપણા બાળકના વજનની ચિંતા હતી “આકાશે સંધ્યાને જવાબ આપતા કહ્યુ.
“હા…પણ હવે એ ચિંતા આપણે દુર કરી નાખી છુ “સંધ્યાએ આકાશના હાથ પકડતા કહ્યુ. આ સાંભળીને આકાશે સંધ્યાને તેની બાહોમા જકડી લીધી.

લેખક:-ખોડીફાડ મેહુલ (ગુરુ)

ખુબ સુંદર વાર્તા… લાઇક કરો અમારું પેજ અને દરરોજ વાંચો આવી સુંદર વાર્તા તમારા ફેસબુક પર..

ટીપ્પણી