કિવી સ્વાસ્થ તેમજ સૌન્દર્ય માટે ફાયદારૂપ, કેવીરીતે ઉપયોગ કરશો તે જાણો…

કિવી સ્વાસ્થ તેમજ સૌન્દર્ય માટે ફાયદારૂપ

કિવી ફ્રુટ મૂળ તો ચાઇનીઝ છે. પરંતુ તે હવે ભારત માં પણ બહુ લોકપ્રિય બની ગયું છે. કિવી માત્ર ખાવા માં જ ટેસ્ટી છે એવું ફ્રુટ નથી પરંતુ તેના કેટલાક સ્વાસ્થ અને સોંદર્ય માં ફાયદાઓ છે.

કીવી માં વિટામીન સી નું ભરપુર પ્રમાણ આવેલું હોય છે. ૧ કપ કીવી માં ૧૬૪ મીલીગ્રામ જેટલું વિટામીન સી આવેલું હોય છે.

કિવી આપણા સ્વાસ્થ માટે કેટલું ફાયદા કારક છે તે જોઈએ.કિવી થી બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર કંટ્રોલ માં રહે છે.

કિવી માં વિટામીન બી૬ ફોલીન છે જે ગર્ભવતી મહિલાઓ માટે પણ ખુબ જ ફાઈદા કારક છે.

અત્યારે બધા લોકો ની તકલીફ હોય છે કે નિંદર નથી આવતી તો તેના માટે પણ કીવી ખુબ જ ફાઈદાકારક છે.

ડોક્ટરઓ નું માનીએ તો કીવી થી આપણી આયુ લાંબી થાય છે.

જે લોકો ને બહુ જલ્દી થી શર્દી તેમજ ઉધરસ થઇ જાય છે તેવા લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ કિવી ખાઈ સકે છે.

તેમજ અત્યારે બહુજ સંભળાતું એવો સાંધા ના દુ:ખાવા માં પણ કીવી ખુબ જ ફાયદા કારક સાબિત થયું છે. તેનાથી સાંધામાં આરામ મળે છે તેમજ હાડકા મજબુત થાય છે.

અત્યારે ૧૦૦ માંથી ૯૦ લોકો ને આંખ ના નંબર હોય છે તો તેના માટે પણ કીવી ખુબ જ ફાયદા કારક છે. કારણકે કીવી માં એન્ટીઓક્સિડંટ જેવા તત્વો હોવાથી ખુબ જ ફાયદા કારક છે.

સ્વાસ્થ માટે અમૃત બરાબર કિવીનું જ્યુસ:

અપણે કીવી ની છાલ કાઢી બીજા ફ્રુટ ની જેમ જ ખાઈ શકીએ છીએ. અને કિવી નું જ્યુસ પણ ખુબ જ સરસ લાગે છે.

કીવી નું જ્યુસ બનાવવા માટે લઈશું કિવી, ખાંડ, સંચળ, પાણી, થોડા ફોદીનાનાં પાન, થોડા લીમડાનાં પાન અને લીંબુ.

બધા ને મિક્સરમાં મિકસ કરી પીસી લો અને ગ્લાસ માં બરફ ઉમેરી સેર્વ કરો.

સંચળ ની જગ્યા એ અપડે તેમાં મીઠું પણ ઉમેરી શકીએ છે. અપણે કિવી નું જ્યુસ જો સિમ્પલ બનાવવું હોય તો માત્ર કિવી, પાણી અને ખાંડ ના મિક્ષ્ચર થી પણ બનાવી સ્કાય છે. આ જ્યુસ કોઈ પણ ઉમર ના લોકો પી શકે છે.

જે કોઈ ખાટું ના ખાઈ શકતા હોય તો તે આવી જ રીતે પાકી કીવી નું પણ જ્યુસ બનાવી શકે છે. પાકી કિવી નું જ્યુસ ટેસ્ટ માં થોડું મીઠું બનશે જયારે કાચી કીવી નું જ્યુસ ખુબ જ સરસ અને ખાટું મીઠું બનશે.

કિવી આપણા સોંદર્ય માટે કેટલું ઉપયોગી:

કીવી માત્ર સ્વાસ્થ નહિ પરંતુ આપણા સોંદર્ય માટે પણ એટલું જ ફાયદા કારક છે.

અત્યારે યુવાનો પોતાનું સોંદર્ય વધારવા માટે કેટલા અલગ અલગ ઉપચારો કરતા હોય છે. કોઈ મોંઘા મોંઘા ક્રીમ લઈને તો કોઈ ઘરગથું ઉપચારો કરી ને.

પરંતુ તે સોંદર્ય થોડા સમય માટેનું હોય છે. પરંતુ જે કિવી ફ્રુટ ખાવા થી અને તેના સોંદર્ય માટે ઉપયોગ માં લઈશું તે જીવન ભર માટેનું હોય છે.

કિવી-લીંબુ ફેસ પેક

આ ફેસ પેક ઉનાળા માં ખુબ જ ઉપયોગી બને છે. તડકા માં ગયા હો તો કેટલી લુ લાગી હોય કે ફેસ પર કરચલીઓ પડી હોય એના માટે પણ આ પેક ખુબ જ ઉપયોગી બને છે. તેમજ રોજ આ પેક નો ઉપયોગ કરવાથી તે ચેહરાની રંગત વધારવામાં પણ ઉપયોગી છે. તેમજ ખીલ હોય કે ડાર્ક સર્કલ સોંદર્ય રીલેટેડ બધી જ સમસ્યાઓ ના ઉપાય આ કીવી પેક થી ઉકેલી શકાય છે.

સામગ્રી:

  • ૧ નંગ કિવી,
  • ૧ નંગ લીંબુ,

રીત:

હવે એક કીવી લો તેની છાલ કાઢી નાના નાના કટકા કરી લો. હવે તે કટકા ને ચમચી વડે મસળી લો. હવે તેમાં ૧/૨ ચમચી જેટલો લીંબુ નો રસ ઉમેરો. ત્યાર બાદ ચમચી વડે તેને મિકસ કરી દો.

કિવી-દહીં ફેસ પેક

આ ફેસ પેક થી સ્કીન ગ્લો કરે છે. અને તડકા થી સ્કીન માં જે પણ ફેરફાર થાય તેમાં પણ ઈમ્પ્રુવમેન્ટ આવે છે. કિવી ના ફેસ પેક માં કોઈ પણ વસ્તુ ઓછી વધારે કરવાથી સ્કીન માં કોઈ નુકસાન થતું નથી કારણકે બધી જ વસ્તુઓ નેચરલ છે.

લેખન સંકલન : મેઘના સચદેવ

દરરોજ આવી અનેક ઉપયોગી અને બ્યુટી સંબંધિત વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.