ચાની કિટલી ચલાવીને કરોડપતિ બનેલા કિશોર ભજીયાવાળાની સંપત્તિની થશે હરાજી…

સુરત શહેરનાં ઉધના વિસ્તારનાં ફાયનાન્સર કિશોર ભજીયાવાળાનાં ઘરેણાઓની ઓનલાઈન નિલામી થવાની છે. મહ્ત્વની વાત છે કે તેની આવક કરતા વધારે સંપત્તિ કેસમાં ઈડી તેમજ આઈટીએ કાર્યવાહી કરી હતી. નોટબંધી બાદ તેમને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં એક હજાર કરોડની ડિમાન્ડ ઉભી થઈ હતી. ફાઈનાન્સરની લગભગ ૭૧ જેટલી કિંમતી ચીજોની ઓનલાઈન હરાજી કરવામાં આવશે.નોટબંધી થયા બાદ કાળા-ધન કુબરોનાં અજીબો-ગરીબ કિસ્સા સામે આવી રહ્યા છે. ગુજરાતનાં દક્ષિણી શહેર સુરતમાં આયકર વિભાગે દરોડા પાડી એક ચા-ભજીયા વાળા પાસેથી લગભગ ત્રણસો કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ જપ્ત કરી છે. ચાવાળાનાં ઠેકાણા અને લોકર્સમાંથી એક કરોડથી વધુ રોકડ તેમજ ૧૮૦ કિલો સોના-ચાંદીનાં ઘરેણા મળી આવ્યા છે.સુરતમાં આયકર વિભાગે લારી પર ભજીયા-પકોડી અને ચા વહેંચવાનો વેપાર કરી ચૂકેલા કિશોર ભજીયાવાળાનાં ખાતા અને ઠેકાણાં પરથી ત્રણસો કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ જપ્ત કરી છે. પાછલા ચાર દિવસથી ચાલી રહેલા તેના ઠેકાણા અને ૧૪ લોકરોની તલાશીમાં એક કરોડથી વધારેની રોકડ રકમ (બે હજાર રૂપિયાની ૪૫૦૦ નવી નોટ એટલે કે ૯૦ લાખ શામેલ) અને ૧૮૦ કિલો ચાંદી તથા અન્ય ઘરેણા મળી આવ્યા છે.આયકર વિભાગનાં સુત્રો તરફથી મળતી માહિતી મુજબ,શહેરનાં ઉધના વિસ્તારમાં આવેલી ગાયત્રી સોસાયટીનાં રહેવાસી કિશોર ભજીયાવાળા પાસેથી ધ સુરત પીપલ્સ કોઓપરેટીવ બેંકનાં એક ડઝનથી વધારે લોકર અને તેના કાર્યસ્થળ તેમજ ઘર પર ઘણી સંપત્તિનાં દસ્તાવેજ તેમજ એક કરોડ છ લાખની રોકડ રકમ અને મોટા પાયે ચાંદી અને અન્ય ઘરેણા મળ્યા છે. આમની વિસ્તૃત તપાસ ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કિશોર ઘણા વર્ષો પહેલા ઉધના વિસ્તારમાં જ લારી પર ચા-પકોડી વહેંચવાનો ધંધો કરતો હતો. કિશોરે બાદમાં ઉંચા વ્યાજ પર લોકોને પૈસા આપવાનું શરૂ કરી દીધું હતુ. આરોપ છે કે તેને સમય પર વ્યાજ ન ચૂકવવા પર ઘણા લોકોની સંપત્તિ અને ઘરેણાં સુધા છીનવી લીધા હતા. તેના પર એક સ્થાનીય પંજાબી પરિવારનું કારખાનું હડપ કરી લેવાનો પણ આરોપ છે.જણાવી દઈએ કે આ પહેલા ગુજરાતનાં અમદાવાદનાં એક વેપારીએ આયકર ઘોષણા યોજનાનાં છેલ્લા દિવસે(૩૦ સપ્ટેમ્બર) એ ૧૩૮૬૦ કરોડ રૂપિયાની ઘોષણા કરીને સનસની ફેલાવી દીધી હતી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ