નવા મેયર કિરીટ પરમાર મિડીયા સાથે વાત કરતા થયા ભાવુક, જાણો ડેપ્યુટી મેયર તરીકે કોની થઇ પસંદગી

અમદાવાદ શહેરના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી કરવામાં આવી છે અને ગીતા પટેલની ડે. મેયર બનાવવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપના નેતાને બનાવવામાં આવ્યા છે. અત્યારે પાલડી વિસ્તારના ટાગોર હોલમાં બધા જ કાઉન્સિલર્સના કોરોના વાયરસના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટનો પણ કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

image source

અમદાવાદના મેયર પદની જાહેરાત થઈ ગયા બાદ કિરીટ પરમારએ મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન જણાવ્યું છે કે, તેઓ એક સામાન્ય પરિવારના અને ચાલીમાં રહેતા વ્યક્તિને મેયર પદ આપવા બદલ તેમણે ભારતીય જનતા પાર્ટીનો આભાર પ્રગટ કર્યો છે. કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેને સામાન્ય વ્યક્તિઓ સુધી પહોચાડવામાં આવે તેવા પ્રયત્નો કરવા માટે સક્રિય રહીશ.

image soucre

ગુજરાત રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પક્ષના શાનદાર જીત પછી આજ રોજથી બધી જ મહાનગરપાલિકામાં મેયર, ડે. મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજ રોજ ટાગોર હોલમાં શહેરના નવા મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણુક પહેલા પાલડી કચ્છી સમાજની વાડીમાં અમદાવાદ શહેરના ભાજપ પક્ષના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો, હોદ્દેદારો અને ચૂંટાયેલ તમામ ૧૬૦ કાઉન્સિલર્સની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ભાજપ પક્ષના અમદાવાદ શહેરના પ્રભારી આઈ. કે. જાડેજા, ભાજપ પક્ષના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, અમદાવાદ શહેરના પ્રમુખ જગદીશ પંચાલની સાથે અન્ય નેતાઓ પણ હાજરી આપી છે.

image soucre

મંગળવારના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે દાવેદારી નોંધાવવા માટે કાઉન્સિલર્સ ફોર્મ ભરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોરોપોરેશનની ઓફીસ ગયા હતા. ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકામાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણુક કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ સેક્રેટરીની હાજરીમાં ફોર્મ ભરવાની કાર્ય કરવામાં આવ્યું હતું. તેમાં જૈનિક વકીલ, જતીન પટેલ, હિતેશ બારોટની સાથે જ ભાજપ પક્ષના ચૂંટાયેલ ૧૭ થી ૧૮ કાઉન્સિલર્સ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની દાવેદારીના ફોર્મ ભરાઈ ગયા પછી આજ રોજની સામાન્ય સભામાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ૧૨ અન્ય પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે.

image soucre

અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર પદ અનુસુચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી હોવાથી ત્યાર પછીનું મહત્વનું પદ માનવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ મેળવવા માટે હરીફાઈ કરવામાં આવી છે. આનંદીબેનના ભરોસાપાત્ર અને ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ અને થલતેજ વિસ્તારના કોર્પોરેટર અને અમિત શાહના વિશ્વાસુ વ્યક્તિ હિતેશ બારોટની વચ્ચે ટક્કર થઈ છે. આ બંને નેતાઓ તરફથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે અંત સુધી જોર લગાવવામાં આવ્યું છે.

image soucre

સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારો માટે ૧૭ સભ્યોની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. આ લિસ્ટમાં જતીન પટેલ અને હિતેશ બારોટ બંનેના નામ સામેલ છે. ભાજપ પક્ષના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલએ પક્ષમાં રજૂઆત કરવામાં આવી છે કે, જતીન પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ના બનાવવામાં આવે તો તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં ફરિયાદ કરવામાં આવશે. જો જતીન પટેલ અને હિતેશ બારોટના નામના પૈકી કોઈની પર પસંદગી નહી કરવામાં આવે તો સીએ જૈનિક પટેલ જેઓ સીએમ વિજય રૂપાણીની નજીક હોવાના લીધે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવાની શક્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ