શું તમારી સાથે ગેરસમજ ઊભી થઈ છે? તો વાંચો આ રસપ્રદ વાર્તા…

ગેરસમજ

આજ સવારમાં ઉપરાછાપરી બે ત્રણ બ્લેક કોલ આવતા મીત સવારથી જ ગુસ્સામાં હતો ..

તેને પ્રાંજલની કોઈ વાત સમજાતી નથી. પ્રાંજલ છેલ્લા બે મહિનાથી મીતને પોતાની વાત સમજાવવાની કોશિષમાં શારીરિક માનસિક રીતે થાકી ગયેલ ..

આજ પણ સવારમાં મીતના શંકા ભરેલા શબ્દો તેના અસ્તિત્વને તાર તાર કરી રહ્યાં હતાં ..છતાં તે મીતને પોતાની નિર્દોષતા સાબિત કરવા મીતને સમજાવતા,
“ના ! પકેટલી વાર કહું ના મતલબ ના , દરવખતે આ એકની એક વાત શું કામ કરર્યા કરે મીત કેમ તું વિશ્વાસ નથી કરતો.”

પ્રાંજલને આટલુ કહેતા તો હાંફ ચડી ગઈ તેને છાતી પર અસહ્ય વજન લાગવા લાાગ્યું. શરીર પસીને રેબઝેબને ને ઠંડુ પડવા લાગયું તણે  મીતને બૂમ મારી , “મીત ….મીત “

પણ મીતની આંખો પર પડેલ શંકાનો પર્દો તેને પ્રાંજલની પરિસ્થિતિ સમજવા નથી દેતો . અને તેને પ્રાંજલની કોઈ વાત સાચી નથી લાગતી.

તે ગુસ્સામાં ,

“બસ બહુ થયું તારુ આ નાટક બંધ કર મને તારા આ નાટકની કોઈ અસર નહીં થાય. મને સત્ય જણાવ કે આ કોલ કોણ કરતું હતું..”

પ્રાંજલ દર્દથી પીડાતા અવાજે , “સાચું જ કહું છું  મને નથી ખબર કે આ બ્લેક કોલ કોણ કરતું હતું..”

“મે જ તો તને કહ્યુ હતુ તું કોલર આઈડી લગાવને તપાસ કર સાચે હું નથી જાણતી.”

આટલું કહેતા તે પીડાને લીધે બેભાન થઈ પડી ગઈ.

પ્રાંજલના બેભાન થઈ પડી જવાથી  મીતને સમજાયું કે પ્રાંજલ સાચે પીડા અનુભવતી હતી.  ને તેને મદદની જરુર હતી. મીત પ્રાંજલને ઉચકી ગાડીમાં સુવડાવી તેને તુરત ડોકટર પાસે લઈ ગયો..

ડોકટર તેને તપાસીને એડમીટ કરતાં  મીતને જણાવ્યું કે , “પ્રાંજલને હળવો એટેક આવ્યો હતો .. તેને માનસીક કે શારીરીક પરિંશ્રમના પહુંચે તેનું ધ્યાન રાખશો. બીજો એટેક જીવલેણ નીવડી શકે. તો ધ્યાન રાખશો.”

આ સાંભળી મીત ભાંગી પડયો.  પ્રાંજલ તેની પત્નિ જ નહીં તેનું સર્વસ્વ હતી. બંનેના પ્રેમ લગ્ન એકબીજાનો અખુટ વિશ્ર્વાસ બચપણથી સાથે ભણેલા એકબીજાના અભિન્ન મિત્ર.. કોલેજમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી. બંન્નેના ઘરનાની સહમતિથી લગ્નગ્રંથિથી જોડાયેલા.

તેમના લગ્નના પાંચ વર્ષેના સફળ લગ્નજીવનની તેના મિત્ર વર્તુણમાં દુહાઈ દેવાતી.. બંન્નેની જોડી એક દૂજે કે લીયે જ બન્યાં હોય તેવી હતી.

ગોરી સપ્રમાણ બાંધો મોટી આકર્ષક આંખોમાં લંબગોળ ચહેરો કમર સુધી લહેરાતા લાંબા વાળ કોકિલકંઠી પ્રાંજલ.

છ ફૂટ ઉંચો ઘઉંવર્ણો વાન કસરતી શરીર ધરાવતો મીત જોનારની નજરમાં તરત જ વસી જતો. આવી આ સારસ બેલડીના જીવનમાં આ બ્લેક કોલ કરનાર ઝંઝાવાત લાવ્યો હતો.

છેલ્લા 2 મહિનાથી આ બ્લેકકોલ આવતા હતાં . મીત  પર આવેલ અજાણ્યાના નનામી કોલે તેના ઘરસંસારને સળગાવી દીધો હતો. શરુઆતમાં કોઈ મિત્રની મઝાક સમજી બ્લેક કોલને અવગણી કાઢયા.

પણ જયારે મીત પર નનામો કોલ આવ્યો ત્યારથી મીતના મનમાં શંકાનો કીડો ખદબદવા લાગ્યો. તેનો વર્ષોનો વિશ્વાસ પળવારમાં શંકામાં બદલાઈ ગયો.

પણ આજે પ્રાંજલની તબિયત બગડતા તેને પ્રાંજલની વાત વિચારવા મજબૂર કર્યો .

મીત પ્રાંજલની વાતને વારંવાર વિચારતા તેને લાગે છેકે પ્રાંજલ સાચુ જ કહેતી હશે.

તેણે સાચના પારખા કરવા કે આ બ્લેક કોલ કરનારને પકડવા  કોલરઆઈડી લગાવ્યું અને આ કોલ કરતું હતું તે જાણવાની કોશિશ કરી.  કોલર આઈડીમાં એક નંબરને ફલેસ થતો જોઈ કોલ કરનારને ઓળખી ગયો..

આ કોલ કરનારને ઓળખી જતાં પ્રાંજલની માફી માંગીને હોસ્પીટલેથી ઘરે લાવ્યો. .

ઘરે આવી પ્રાંજલ જયારે તેને પુછે છેકે,

“મીત , અચાનક શું થયું આ પરિવર્તન કેમ?”
“અરે ! માય ડીઅર પ્રાંજલ તને આપણો ત્રીજો ખુણો યાદ છે? ”
“ત્રીજો ખુણો ? અરે હા!  કેમ નહીં તે સતત આપણી વચ્ચે લડાઈ કરાવવા નીત નવા દાવ અજમાવતો ? અને નિષ્ફળ જતો ત્યારે કહેતો કે હાર નહીં માનું એકવાર તો તમારી વચ્ચે લડાઇ કરાવીને જંપીશ .”

“હા! પ્રાંજલ એજ આજ આટલા વરસે તે સફળ થયો . આ આપણા નારદમુની જેવા મિત્રનું જ કાવતરું હતું. “

“જો આ રહયો પ્રીત .”

પ્રીત માફી માંગતા અંદર આવે છે ને કહે છે ,”મને ખબર નહોતી કે મારી મઝાક આ સ્વરુપ લેશે , અને તમારા વિશ્ર્વાસની ડોર સમય જતાં કાચી પડશે અને તમારી વચ્ચે ગેરસમજ પણ પ્રવેશી શકેશે..”

ત્રણે મિત્રો પોતપોતાની ગેરસમજ અને નાદાની પર હસી પડયા .

પણ આ મઝાક પ્રાંજલ માટે જીવલેણ નીવડી હોત તો ?શું પ્રીત કે મીત પોતાને માફ કરી શકયા હોત? અને પતિ પત્નિના વિશ્ર્વાસની ડોર આટલી કાચી કે તેમાં કોઈ પણ ત્રાહિત વ્યક્તિ ગેરસમજણ પેદા કરી શકે? છે કોઇ જવાબ? પ્રાંજલ જવાબ શોધતી રહી…..

લેખક : કિરણ પિયુષ શાહ “કાજલ”

રોજ આવી રસપ્રદ ને સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત ને ફક્ત અમારા પેજ પર 

ટીપ્પણી