મહત્વકાંક્ષા – એ ક્યારે એના પ્રભાવમાં આવીને છેતરાઈ ગઈ એને ખબર જ ના રહી…

“મહત્વકાંક્ષા”

વાણી ખૂબ મહત્વકાંક્ષી. ..તેના સમણાં આભને આંબવાના.

મધ્યમ બાંધો, ઘઉંવર્ણી, ભૂરી આંખોમાં સપનાનો સમુદ્ર હિલાળા લેતો.

નાનપણથી એક ધ્યેય નક્કી હતું. બે બહેન એક ભાઈમાં બહેન મોટી ભાઈ નાનો.  વાણીને સરસ્વતીનું વરદાન હતું. તીવ્ર યાદ શક્તિ સાથે કોકિલકંઠી. શાળા કોલેજમાં ડીબેટ અને સંગીત સ્પર્ધામાં અનેક ઈનામ ને સર્ટિફિકેટ મેળવેલ. સતત આગળ વધતી રહેતી..

વાણી સી.એ.નું કરી એક પ્રતિષ્ઠિત કંપનીમાં જોડાઈ ગઈ. સ્વાભિમાની વાણી આપમેળે તેની આવડતથી આગળ વધતી રહી.

ઘરના તેને પરણાવવા ઉતાવળા બન્યાં હતાં પણ વાણીનું મન કયાંય ઠરતું નોતું. તેને  પોતાના કરતાં થોડું વધારે કમાતો ચડિયાતો છોકરો હોય તેવી ઈચ્છા ધરાવતી.. આ ઈચ્છા જીદ કયારે બની ગઈ તે વાણી ને પણ ના સમજાયું.

વાણી પોતાની શર્તો મુજબ જીવતી હતી.  વિશાળ મિત્ર વર્તુળ ધીરે ધીરે તેની એકલવાયી જિંદગીને કારણે છુંટતું રહ્યું. સંકુચિત સમાજમાં તેના વિશે વિવિધ અફવા ઉડતી કયારેક તેના કાન પર પણ અથડાતી.. તે અવગણી આગળ વધી જતી.

વાણી સોહમને  દીપ્તિ ખાસ મિત્રો.. દીપ્તિ લગ્ન બાદ યુ.કે. સ્થાયી થઈ ગઈ. સોહમ લગ્ન બાદ તેના ધંધાને કારણે એજ શહેરમાં.

સોહમને વાણી અવારનવાર મળતા સોહમને ધંધાને લીધે હાથ હંમેશા ખેંચમાં રહેતો, ત્યારે વાણી હાથ ઉછીના આપતી રહેતી.

પિતાના અવસાન બાદ ઘરની જવાબદારી પણ વાણી માથે આવી પડી. નાનો ભાઈ તેના સ્વભાવને કારણે  નોકરીમાં કયાંય સ્થિર ના થતો.

એમાં વાણીની માતાને ડાયાબિટીસ ને બી.પી. વધી જતાં બ્રેઈનસ્ટ્રોક આવ્યો. વાણીની જવાબદારીમાં વધારો થયો.

“વિરલ, આજ માને ડોકટર પાસે લઈ જવા પડશે, સાંજની એપોઇન્ટમેન્ટ લઈ લેજે.”

“એ બેના, તને કેટલીવાર કહ્યું આ બધું મારી પર છોડી દે.. હું સંભાળી લઈશ”

“મા, આ તારી દીકરીને સમજાવી લે તારો આ દિકરો છે ત્યાં સુધી.. કોઈની જરુર નહીં પડે.”

“વિરલ તું મેરેજ બ્યુરોમાં જઈ આવ્યો?”

“એ વાણી સવાર સવારમાં મગજમારી બંધ કર.. આ લગ્ન સિવાયની વાત કરવાની મારા સ્વભાવ સાથે મેચ થાય તેવી છોકરી ભગવાન બનાવવું જ ભૂલી ગયો ..”

આ ભાઈ બહેનની વાતમાં હળવેથી તેની માતા વચ્ચે બોલ્યાં,” તમારા બંને માટે ભગવાન ભૂલી ગયો.. અરે તમને મારી ઈચ્છા માટે પણ થોડું સમાધાન કરવાનું મન કેમ નથી થતું.. લાગે છે આ ઘરમાં વસ્તી નહીં વધે.”

આમ વાણી તેની જિંદગીમાં ખુશ હતી. ભાઈ સાથે સારો તાલમેલ હતો. બંને ભાઈ બહેન મળી માતાની સેવા ચાકરી કરવામાં વર્ષો વિતાવી દીધાં ..

માતા મનમાં વાણી ને વિરલના લગ્ન અને તેનો સંસાર જોવાની ઈચ્છા મનમાં ધરબી અનંત યાત્રા એ ઉપડી ગઈ.

માતાના અવસાન બાદ વાણી તેના ભાઈની બેજવાબદાર વર્તણૂકથી કંટાળી અલગ રહેવા જતી રહી.

આ સ્વતંત્રતા તેને સોહમની વધારે નજીક લઈ ગઈ. વારંવાર સોહમનું તેના ફલેટ પર આવવું.. વીણાને દરેક નાની મોટી મુશ્કેલીમાં સહકાર આપવો આના લીધે  એકલી પડેલી વાણી અચાનક બધી રીતે સોહમ પર આધાર રાખતી થઈ ગઈ. ધીરે ધીરે સોહમ તેની જિંદગીનું કેન્દ્રબિંદુ બની ગયો. પરણીત બે સંતાનનો પિતા સોહમ પણ વાણીને સમજાવવાને બદલે વાણીની નજીક સરકતો રહ્યો.

આમ સમયે સમયનું કામ કર્યે રાખ્યું ..સમય વીતતા વાણીને પોતાના સોહમ સાથેના સંબંધનું કોઈ ભવિષ્ય નથી દેખાતું. તેની મહત્વકાંક્ષાની દોડમાં તે જિંદગીની રમતમાં ખોટો દાવ રમ્યાનો અહેસાસ વધતો ગયો.. તેની પાસે તેની આવકનો  બચતનો કોઈ હિસાબ નહોતો.. આ બધું ધીરે ધીરે સોહમ સંભાળતો હતો.. તે વિશ્વાસથી સહી કરી આપતી.

તે સોહમને પોતાનું સર્વસ્વ માની બેઠી હતી ..પણ સોહમ માટે તે સોનાના ઈંડા આપતી મરઘી હતી..

આ વાતનો અહેસાસ તેને સોહમના નવા બંગલાનું વાસ્તુ હતું ત્યારે થયો. તેણે સોહમની વાતચીત સાંભળી લીધી. જે તેની પત્નીને સમજાવવા કહી રહયો હતો.

“સોહમ, મેં તમને ના પડી છે આ વાઘરણ મારા ઘરમાં આવવી ના જોયે. તારા એની સાથેના સંબંધ બાળકોના ભવિષ્ય માટે સ્વીકારી લીધા હતાં. પણ મારા ઘરમાં તેને આવકાર કયારેય નહીં મળે”

“હા! મને ખબર છે આ બધું તમારા બધા માટે જ કર્યુ હતું નાનકડા ધંધામાં આ વૈભવી બંગલોને એશો આરામ કયારેય ભેગાં ના કરી શક્ત.અને તું તો બધું જાણે છે આ બધું તારાને બાળકો માટે જ”

“એ બધું બરાબર પણ આજ એને અહીં શું કામ બોલાવી ? સોહમ હું તેને જોઈ મારી લાગણી મારો આક્રોશ રોકી નથી શકતી.”

આટલો સંવાદ કાને પડતા વીણા આભ પરથી નીચે પડકાઈ. વીણા ત્યાંથી ગુસ્સામાં કંઈ જ બોલ્યાં વગર નીકળી ગઈ..રસ્તામાં એકટીવા સ્લીપ થતાં ગંભીર એકસીડન્ટ થયું.

૧૦૮ બોલાવી ત્યાંથી પસાર થતાં રાહદારી એ હોસ્પિટલમાં એડમીટ કરી. મોબાઈલમાંથી નંબર શોધી સોહમ અને વિરલને જાણ કરી દીધી..

સોહમ ઘરે મહેમાનનું બહાનું બતાવી ના આવ્યો. વિરલ તરતજ બહેન પાસે પોંચી ગયો. વીણાને હાથ પગમાં મલ્ટીપલ ફ્રેકચર સાથે બ્રેઈનઈન્જરીને લીધે લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું . આ દરમ્યાન સોહમ કામની વ્યસ્તતાનું બહાનું બતાવી ઔપચારિકતા નિભાવી જતો રહેતો .. સૌહમને તેની ઘરેથી વાણી કીધાં વગર કેમ નીકળી ગઈ તે જ ખબર નહોતી . પણ કંઈક બન્યું તેટલું જ સમજાયું. એટલે વિરલની હાજરીમાં કોઈ વાત નથી કરતો.

તે વાણી એકલી પડે તો તેની સાથે વાત કરી જાણી સમજાવી શકાય તેમ મનમાં વિચાર કર્યા.. વિરલનેવાણીથી દૂર કરવા પ્રયત્ન કર્યો . પણ આતો વિરલ એમ કોઈનું માને નહીં. આ દરમ્યાન વાણીની ફોન પર દીપ્તિ સાથે વાત થઈ દીપ્તિને સોહમ વિશે જાણી ખૂબ દુઃખ થયું ..તે માની જ નથી શકતી કે સોહમ આવું કરી શકે. પણ.વાસ્તવિકતા સ્વીકાર્યા સિવાય કોઈ છુટકો જ ક્યાં હતો.. ફોન પર વાણી સાથે વાત કરતાં.” વાણી,  સોહમે તારી સાથે જે કર્યું તે બીજા કોઈ સાથે ના કરે  તેના માટે તેને સબક શીખવવો જ પડે. તારી સાથે કરેલ વિશ્વાસઘાતનું પરિણામ તેણે ભોગવવું જ પડે.. તેને માફ ના કરતી. તું તારી બુદ્ધિ અને આવડતનો ઉપયોગ કરી તેને સબક શીખવાડ..જરુર પડે હું તારી મદદ માટે ત્યાં આવી જઈશ..”

“ના, દીપ્તિ તારે આવવાની જરૂર નથી વિરલ છે તે મારી સાથે જ  રહેશે.”

આ વાતચીત પછી વાણી થોડીક રીલેકસ થઈ અને ઘરે પોંચી આગળ કઈ રીતે કામ કરવું તે વિચારવા લાગી.  પણ હજી તેણે વિરલને કોઈ વાત ના કરી.

થોડી રીકવરી બાદ વીણાને રજા આપી દેવાઈ…વાણીને તેના ફલેટ પર ટ્રાન્સફર કરી તેની દવા તેની રુટીન ગોઠવી દીધા બાદ વિરલ વાણીની રજા લેતાં,

વિરલ,” ચલ બેના તું તારા ઘરે આવી ગઈ હવે હું રજા લઉં …આવતો જતો રહીશ. જતાં કામ હોયતો ફોન કરજે તારો ભાઈ હાજર થઈ જશે.”

“વીરા મને માફ નહીં કરે? હા, મેં મારી જીદમાં થોડા ખોટા પગલાં ભર્યાં. પણ હવે એ સમજાઈ ગયું તો મારી સાથે લાગણીની રમત રમી, મારી મહત્વકાંક્ષાનો લાભ લેનારને અને મને તમારાથી દૂર કરનારને સબક શીખવવામાં મદદ નહીં  કરે?”

“બેના, તું સાજીથા આપણે ભાઈ બહેન મળી ચોક્કસ સબક શીખવાડીશું. તને યાદ છે મા કહેતી ‘જાગ્યા ત્યારથી સવાર’ તો આપણી સવાર હવે પડી બરાબરને? “

“હા! ભયલું”

આ સાથે બંનેના હાસ્યથી ઘર ગુંજી ઉઠયું તેમના હાસ્યના અવાજે સોહમના પગ ઉંબરા પર જ રોકાય ગયાં.

અસ્તું

લેખક : કિરણ પિયુષ શાહ,”કાજલ”

વાર્તા વિશેના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી