જુદાઈ – અશ્રુ – જુદાઈ પછી મિલન જયારે પણ થાય ત્યારે એ મિલનના સુખમાં જુદાઈનું દુઃખ ભુલાઈ જાય છે…

*જુદાઈ – અશ્રુ*

જુદાઈ એટલે કે અલગાવ, વિરહ અને આ જુદાઈ સાથે જ અશ્રુ શબ્દ એક સિક્કાની બે બાજુ કે એક માળાના બે મણકા. જુદાઈ કોણે નથી અનુભવી? પ્રકૃતિમાં દરેક ત્તવ બીજા ત્તવની જુદાઈ અનુભવે. આ સંસારની દરેક પ્રજાતિને મૌસમે આ જુદાઈ જોઈ હશે. માનવ જીવનની શરૂઆતથી આદિ અનાદિકાળથી આ જુદાઈ વિરહ અસ્તિત્વ પૂરવાર કરતાં આવ્યા. સતીની જુદાઈમાં શિવતાંડવથી વૈરાગ્ય ભાવ, સીતા વિયોગે તરફડતા રામ, કૃષ્ણને રાધાની જુદાઈ. આ વિરહ જુદાઈ પતિ – પત્ની, પ્રેમીપંખીડાનો જ નથી હોતો. આ જુદાઈ માતા પુત્ર, ભાઈ બહેન, મિત્રો, મંજિલ, કે પછી ભક્તની ભગવાન સાથે હોઈ શકે.

સંસારનો નિયમ ચાલ્યો આવે મિલનને જુદાઈ. ક્ષણિક જુદાઈથી લઈ સ્વજનના મૃત્યુ બાદ કાયમી જુદાઈ. આ સ્વજનના મૃત્યુ બાદની જુદાઈ અશ્રું બની વહ્યાં કરે. તેમની યાદો સજીવ બની પડધાયા કરે. હાયરે આ જુદાઈ પતિ વિરહમાં પત્નીની દશા નીચેના કાવ્યમાં સ્પષ્ટ ઉજાગર થઈ*વરસાદ…?*
વાદળ ઘેરાયા..
રાત અંધારી..
વીજળી ઝબૂકે,
વરસાદ અનરાધાર..
નિહાળું ગગનમાં પ્રિતમ તસ્વીર..
સરખી દશા લાગે આ ધરતી ને મારી…..
પણ..
પ્યાસી ધરતી તૃપ્ત થતી..
ચાતકની પ્યાસ બૂઝતી..
મોર ગહેકેં..
વનરાજી મહેકેં,
પશું પંખી પ્રકૃતિના મન હરખે.
તન પલળે મન ભીંજાવા આતુર,
સ્નેહ સરિતા વહેતી ભીતર..
તો પણ કોરીને કોરી હું..?
વિજોગણ બની પ્યાસી ઉભી..
નિહાળું વાલમની વાટ..!
પિયું પરદેશી સંદેશો મોકલે..
કહે રાહ જો…….
આજ આવું કે કાલ…
પહોંચ્યો તારી પાસ..
પણ,
પગમાં મજબૂરીની બેડી પહેરી..
અષાઢને શ્રાવણ ગયો પૂરો થયો આ ભાદરવો..
એક એક કરતાં વિત્યા ચોમાસા સાત..
ઝાડ સંગ ઝાડ બની રોપાઈ
આંગણે આજ.
વૈરી બન્યાં હવે આ રીત રિવાજ..
નજર મારી તને શોધે ,
હૈયું કરે ચિત્કાર..
શણગાર આ મારા, શ્રીંગાર કરું કોને કાજ..?
તો પણ મને ગમે વરસાદ..
કારણ આંખ્યું વરસે કે આકાશ ..
ના સમજી શકે એ જોનાર…”કાજલ”આ જુદાઈ મૌસમને પશુ પંખી પણ અનુભવતા હોય. એક મૌસમ પછી બદલાતી ઋતુ પણ બીજી ઋતુની જુદાઈ લઈને આવે. સારસ બેલડીમાં એકનું મૃત્યુ થતા બીજું તેના વિરહમાં તડપી તડપીને મરી જાય. પાળેલા પશુ પંખી પણ એકબીજાના વિરહ મોત વ્હાલું કરતા હોય. માલિક તરફની વફાદારી તેમની જુદાઈમાં દુઃખી થઈને કે કયારેક જીવ આપી દર્શાવે. મીરાનો કૃષ્ણ પ્રેમ તેની જુદાઈ અને કૃષ્ણ મયતાનું ઉત્કૃષ્ટ ભક્ત ભગવાનનું ઉદાહરણ.નરસિંહની કૃષ્ણ ભક્તિ ભગવાનને વારંવાર નરસિંહની મદદે આવવા મજબૂર કર્યા. નરસિંહ મહેતા એ ‘કેદાર રાગ’ ગીરવે મૂકેલ અને રા’માંડલિક જુનાગઢના રાજા એ નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કરાવવા કહ્યું. કૃષ્ણે નરસિંહને વચન આપેલું કે તું જયારે કેદાર ગાઈશ ત્યારે હું આવીશ. રાજાના દરબારમાં નરસિંહની ભક્તિની લાજ રાખવા કૃષ્ણ કેદાર રાગ છોડાવી નરસિંહને આપ્યો. આ નરસિંહની ભક્તિની પરાકાષ્ઠા છતાં નરસિંહ પોતાના કૃષ્ણની જુદાઈ સહેતા હતાં.રાધાજી કૃષ્ણ વિયોગે યમુનાતીરે સ્થિર થઈ ગયાં. આંખમાંઅશ્રું પણ થીજી ગયાં અને શ્વાસેશ્વાસે કૃષ્ણનું નામ સંભળાતું. માતા યશોદા કાન્હાની રાહમાં અંતિમ શ્વાસ સુધી જુદાઈમાં આસું સારતા રહ્યાં. સીતા હરણ બાદ રામની આંખો પત્ની વિરહમાં ભીંજાય ગઈ. તો સતી દહન બાદ શિવ પત્ની વિરહ કે જુદાઈનો આઘાત સહન ના થતાં સતીના શબને લઈ તાંડવ મચાવેલ.તો સામાન્ય પરિવારનો પરદેશ કમાવા ગયેલ દિકરા પાછળ તેની પત્ની, માતા પિતા, બાળકો પણ તેની જુદાઈનું દર્દ અનુભવતું હોય. કવિ કાલીદાસે પત્નીની જુદાઈમાં પ્રથમ વરસાદે પત્નીને મેધ સાથે સંદેશો મોકલી ગ્રંથનું સર્જન કરેલું.

ફિલ્મ સંગીત, ગીતો કવિતા, ગઝલ માં આ જુદાઈ શબ્દ પર ઘણું લખાયું.
સાહિત્ય સર્જનમાં જુદાઈ-વિરહ પર પુષ્કળ સર્જન થયું. ફિલ્મ “નામ” માં પંકજ ઉધાસે ગાયેલ ગીતના શબ્દો જુદાઈને ખૂબ કરુણતા પૂર્વક રજુ કરે છે.चिट्ठी आई है आई है चिट्ठी आई है -२ चिट्ठी है वतन से चिट्ठी आयी है बड़े दिनों के बाद, हम बेवतनों को याद -२ वतन की मिट्टी आई है,
चिट्ठी आई है …

ऊपर मेरा नाम लिखा हैं, अंदर ये पैगाम लिखा हैं -२
ओ परदेस को जाने वाले, लौट के फिर ना आने वाले सात समुंदर पार गया तू, हमको ज़िंदा मार गया तू खून के रिश्ते तोड़ गया तू, आँख में आँसू छोड़ गया तू कम खाते हैं कम सोते हैं, बहुत ज़्यादा हम रोते हैं,
चिट्ठी …

सूनी हो गईं शहर की गलियाँ, कांटे बन गईं बाग की कलियाँ -२ कहते हैं सावन के झूले, भूल गया तू हम नहीं भूले तेरे बिन जब आई दीवाली, दीप नहीं दिल जले हैं खाली तेरे बिन जब आई होली, पिचकारी से छूटी गोली पीपल सूना पनघट सूना घर शमशान का बना नमूना -२ फ़सल कटी आई बैसाखी, तेरा आना रह गया बाकी,
चिट्ठी …

पहले जब तू ख़त लिखता था कागज़ में चेहरा दिखता था -२ बंद हुआ ये मेल भी अब तो, खतम हुआ ये खेल भी अब तो डोली में जब बैठी बहना, रस्ता देख रहे थे नैना -२ मैं तो बाप हूँ मेरा क्या है, तेरी माँ का हाल बुरा है तेरी बीवी करती है सेवा, सूरत से लगती हैं बेवा तूने पैसा बहुत कमाया, इस पैसे ने देश छुड़ाया पंछी पिंजरा तोड़ के आजा, देश पराया छोड़ के आजा आजा उमर बहुत है छोटी, अपने घर में भी हैं रोटी,
चिट्ठी …

આ ગીતના ગીતકારને લાખ સલામ જયારે પણ ગીત ગવાઈ આંખોમાં આસુંનો સૈલાબ ઉભરાય.આ વિરહ – જુદાઈ બાદ મિલનની મજા ઓર હોય. આઠ મહિનાથી પ્યાસી ધરતી વરસાદના આગમને સોળે કળા એ ખીલી જાય. એવું જ સ્વજનની જુદાઈ પછીની મિલનની ક્ષણો ખૂબ સુંદર બની જાય. દીકરીને સાસરે વળાવી માતા પિતા તેની જુદાઈમાં ખૂબ ખાલીપો અનુભવે તો દીકરી પણ પોતાના સંસારમાં સુખી હોય તો પણ પિયરની જુદાઈ સહેતી હોય. સામાન્ય માણસ જુદાઈમાં ઘણી વાર માનસિક સમતુલા ગુમાવી બેસે. ઘણી વાર જુદાઈ પ્રેરકબળ બને ધ્યેય પ્રાપ્તિનુ કારણ બને. આ જુદાઈ કોઈના માટે જીવનનો અંત કે અલગ રાહનું કારણ પણ બને..

ટુંકમાં આ જુદાઈ તો આવેને જાય પણ દ્રઢ મનોબળવાળા તેને મનમાં છુપાવી આંખમાં અશ્રુ રોકી તેને પ્રાપ્ત કરવાની જુદાઈ ને મિલનમાં ફેરવવા આતુર ને સક્ષમ હોય.

ઘણું લખી શકાય ..વિરહને જુદાઈ પર પણ હું અહીં વિરમું.

અસ્તું…..✍?

લેખક : કિરણ પિયુષ શાહ”કાજલ”

દરરોજ અલગ અલગ માહિતી અને વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી