જલ્સા કરોને જેંતીલાલ

ભોળાનાથનું આ સ્થાન છે દુર્ગમ – ઘણા ઓછા લોકો કિન્નર કૈલાશની યાત્રા કરી શકે છે..

હિમાલયના પહાડ પર આવેલું શિવજીનું આ ધામ ખુબ મહત્ત્વનું છે પણ અહીંના દર્શન સામાન્ય માણસના બસની વાત નથી. શિવજીના દર્શન માટેની અઘરામાં અઘરી યાત્રા હોય તો તે છે કૈલાશ-માનસરોવરની યાત્રા જે તિબેટમાં આવેલું છે પણ અહીં ભારતમાં જ શિવજી એક એવી જગ્યાએ બિરાજમાન છે કે ત્યાં પહોંવાનું સાહસ કોઈ કાઠા કાળજાની વ્યક્તિ જ કરી શકે.

શિવજીના આ પવિત્ર અને દુર્ગમ સ્થળનું નામ છે કિન્નર કૈલાશ. શ્રાવણ મહિનાની શરૂઆતથી જ આ દુર્ગમ યાત્રા શરૂ થાય છે. એવું કહેવાય છે આ દુર્ગમ સ્થળની યાત્રા સામાન્ય માણસ પોતાના જીવનમાં માત્ર એક જ વાર કરી શેક છે કારણ કે તે તમારી પાસેથી ઘણું બધું સાહસ માગી લે છે.

કિન્નર કૈલાશ પર્વત હિમાલયમાં આવેલા હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં તિબેટની બોર્ડર નજીક આવેલો છે. આ પર્વતની ઉંચાઈ 6050 મીટર છે. અહીં એક કુદરતી શિવલિંગ આવેલું છે. એવું કહેવાય છે કે આ જગ્યા ભોળાનાથની શિતકાલીન જગ્યા છે. હિન્દુઓ તેમજ બૌદ્ધો માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે પણ દુનિયા ભરના ટ્રેકર અહીંના પડકાર જનક ટ્રેક પર ટ્રેકીંગ કરવા આવે છે.

આ પહાડ પર આવેલા કુદરતી શિવલિંગની ઉંચાઈ 40 ફૂટ અને પહોળાઈ 16 ફીટ છે. આ જગ્યાને શિવની તપોભૂમિ પણ કહેવાય છે. હીંદુઓની સાથે સાથે બૌદ્ધ શ્રદ્ધાળુઓ પણ અહીં શિવજીની સંપૂર્ણ શ્રદ્ધાથી પુજા કરે છે.

આ શિવલિંગને ચમત્કારી માનવામાં આવે છે કારણ કે તે દિવસ દરમિયાન કેટલીએ વાર રંગ બદલે છે. સૂર્યોદય પહેલાં તે સફેદ હોય છે, સુર્યોદય બાદ પીળું થાય છે અને બપોરે તે લાલ થઈ જાય છે આમ ફરી પાછો રંગ બદલતું રહે છે. કિન્નૌરના લોકો શિવલિંગનો રંગ બદલાવાની વાતને ચમત્કાર જ માને છે. જ્યારે નિષ્ણાતોનું કહેવું છે કે શિવલિંગની સ્ફટિકવાળી રચના અને સૂર્યની કિરણો અલગ અલગ એંગલથી પડવાના કારણે શિવલિંગનો રંગ બદલાતો રહે છે.

કીન્નર કૈલાશ સાથે કંઈ કેટલીએ માન્યતાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે આ તે જ જગ્યા છે જ્યાં શિવજી અને અર્જુનનું યુદ્ધ થયું હતું. અને અહીં જ અર્જુનને પાસુપાતાસ્ત્ર મળ્યુ હતું. એવું પણ કહેવાય છે કે પાંડવોએ પોતાના વનવાસનો આખરી સમય અહીં વિતાવ્યો હતો. મહાભારત કાળમાં આ કૈલાશનું નામ ઇન્દ્રકીલપર્વત હતું.

કિન્નર કૈલાશની યાત્રા કેવી રીતે થાય છે

તેના માટે જે કોઈ પણ યાત્રી કિન્નર કૈલાશની યાત્રા કરવા માગે છે તેમણે ઇન્ડો-તિબેટ બોર્ડર પર પોતાની નોંધણી કરાવવાની હોય છે. અને તમને જણાવી દઈએ કે આ પોસ્ટ 8727 ફૂટની ઉંચાઈએ આવેલી છે. નોંધણી કરાવ્યા બાદ લાંબાર માટે યાત્રીઓ રવાના થઈ જાય છે. આ લાંબાર જગ્યા 9678 ફૂટની ઉંચાઈ પર આવેલી છે. આ 10 કીલોમીટરનું અંતર છે જેને યાત્રીઓ ચાલીને અથવા તો ખચ્ચર પર સવારી કરીને કાપી શકે છે.

ત્યાર બાદ બીજો પડાવ 11,319 ફૂટની ઉંચાઈ પર આવેલો છે જેનું નામ ચારાંગ છે. અહીં ચઢાણવાળો રસ્તો છે જેને પાર કરતાં 8 કલાક કરતાં વધારે સમય લાગે છે. ધીમે ધીમે પહાડો ઓછા થતા જાય છે.

ચારાંગ ગામ આવતાં જ ત્યાં સિંચાઈ અને હેલ્થ ડીપાર્ટમેન્ટનું ગેસ્ટ હાઉસ આવે છે, જેની આસપાસ યાત્રીઓના આરામ માટે તંબુઓ બાંધવામાં આવ્યા છે. જ્યાં યાત્રીઓ આરામ કરીને ફરી પાછા લલાંતિ પડાવ તરફનું પ્રયાણ કરે છે. જે 14,108 ફૂટની ઉંચાઈ પર આવેલું છે જેનું ચઢાણ કરતાં 6 કલાક કરતાં પણ વધારે સમય જાય છે.

ચારાંગથી 2 કી.મીટરના ચઢાણ બાદ રંગ્રિક તુંગમાનું મંદિર આવે છે એવું કહેવાય છે કે અહીંની યાત્રા આ મંદીરના દર્શન વગર પૂર્ણ નથી કહેવાતી. ત્યાર બાદ યાત્રીએ સતત 14 કલાક સુધી ચઢાણ કરવું પડે છે. આ દિવસે યાત્રીએ ચઢાણ અને ઉતરાણ બન્ને કરવા પડે છે. કારણ કે લલાંતિ થી ચારાંગ સુધી ચડાઈ કરવી પડે છે જ્યારે ચિતકુલ દેવીના દર્શન માટે તેમણે થોડું ખીણમાં ઉતરવું પડે છે.

કન્નર કૈલાશને રોક કૈલાશના નામે પણ ઓળખવામાં આવે છે. આ શિવલિંગની પરિક્રમા ખુબ જ અઘરી છે તેના માટે સ્વસ્થ શરીર તેમજ મજબુત મનોબળની જરૂર પડે છે. આખા કિન્નર પર્વતની પરિક્રમા કરવામાં આઠથી દસ દિવસનો સમય લાગે છે.

યાત્રા દરમિયાન સરકાર તેમજ સ્થાનિક લોકો દ્વારા ઘણી બધી સગવડો પુરી પાડવામાં આવે છે. કીન્નર કૈલાશની યાત્રામાં લગભગ પાંચ દીવસ જેટલો સમય લાગે છે પણ તેની પરિક્રમમા કરવામાં દસ દીવસ સુધીનો સમય લાગે છે.

આ યાત્રા અહીંના સ્થાનિક લોકો માટે એક ઉત્સવ સમાન હોય છે તેના માટે તાંગલિંગ ગામમાં એક સ્વાગત દ્વાર પણ બનાવવામાં આવે છે. અને અહીં જ બેઝકેમ્પ બનાવીને શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. તેમજ સંપૂર્ણ યાત્રા દરમિયાન ખાવાપિવાની સગવડ પણ કરવામા આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version